ડો. તોગડિયાની અયોધ્યા યાત્રાનો પ્રારંભ, ફરી રામલલ્લા મંદિર બનશે ? 

1991ની જેમ ફરી એક વખત અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા લખનૌથી કૂચ શરૂં થઈ છે. જેમાં સવા લાાખ જેટલા રામ ભક્્તો અયોધ્યા જવા નિકળ્યા છે. મોડી રાત સુુધી કૂચને ઉત્તર પ્રદેશની યોગી સરકારે મંંજૂરી આપી ન હતી. પરંતુું પછી એકાએક મંજૂરી આપવાની ફરજ પડી હતી. તેથી સરકારની મંજૂરીથી યાત્રા શરૂ થઈ છે.
યાત્રા શરુ થતાં પહેલાં ડો.તોગડિયાએ 1.25 લાલ લોકો સમક્ષ આક્રમક ભાષણ કર્યું હતું.
21 ઓકટોબરનાં રોજ આંતરરાષ્‍ટ્રીય હિંદુ પરિષદના ડો. પ્રવિણભાઈ તોગડીયાનાં નેતૃત્‍વમાં રામમંદિર નિર્માણ માટે લખનૌથી અયોઘ્‍યા કુચ રવાના થઈ છે. તા.23નાં રોજ અયોઘ્‍યામાં વિશાળ હિંદુ સંમેલન યોજાશે. આ કુચ અયોઘ્‍યામાં ભવ્‍ય રામમંદિર તાત્‍કાલિક બનાવવામાં આવે તે માટે યોજવામાં આવેલ છે.
2019ની લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે ફરી એકવાર રામમંદિર નિર્માણના મામલો સપાટી પર  દેખાઈ રહ્યો છે. તેથી ડો. તોગડિયા પણ RSSની યોજના પ્રમાણે કામ કરતાં હોવાનું માનવામાં આવે છે.
આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ જાહેર કર્યું હતું કે રામમંદિર બનશે જ. તે જ પ્રમાણે થઈ રહ્યું છે. ભાજપ સહિત  રાજકીય પક્ષોના ઘણાં નેતાઓના નિવેદનો વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અયોધ્યા કૂચના કાર્યક્રમને અમલમાં મૂકી દીધો છે.
 ફૈઝાબાદ જિલ્લા વહીવટી તંત્રે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદને અયોધ્યા કૂચના કાર્યક્રમને મંજૂરી આપવાનો પહેલા સ્પષ્ટપણે ઈન્કાર કર્યો હતો. જો કે આમ છતાં વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ નેતા અને હવે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા અયોધ્યા કૂચના ઘોષિત કાર્યક્રમ પર મક્કમ હતા તેથી મધ રાતે મંજુરી આપી હતી.
ડો. તોગડિયાએ કહ્યુ હતુ કે પૂર્વનિયોજિત કાર્યક્રમ માટે દેશભરમાંથી હિંદુઓ યોજના બનાવીને અહીં આવી ચુક્યા છે.  કાર્યક્રમ તો થશે જ. તોગડિયાએ  સંસદમાં કાયદો બનાવીને રામમંદિર બનાવવાની માગણી બગીચામાં જાહેર સભામાં જણાવ્યું હતું. મોહન ભાગવતે પણ આ જ માગણી હિંદુ જનમાનસની સામે મૂકી છે. આ માગણી પર લોકતાંત્રિક ઢબે યાત્રા કાઢવાની યોજના નક્કી કરવામાં આવી હતી.  તોગડિયાએ કહ્યુ હતું કે વહીવટી તંત્રે મંજૂરી આપવી જોઈએ, નહીંતર માનવામાં આવશે કે કેન્દ્ર અને યુપી સરકાર મોહન ભાગવતનો જ વિરોધ કરી રહી છે. કોઈપણ સરકાર હિંદુઓને અયોધ્યા આવવાથી કેવી રીતે રોકી શકે.તેથી યાત્રાને મંજૂરી આપી છે.
તોગડિયાએ દાવો કર્યો છે કે નિર્ધારીત સમય અને દિવસે હિંદુઓ દેશના ખૂણે-ખૂણેથી આવશે અને પૂર્વનિયોજીત કાર્યક્રમ અયોધ્યા ખાતે કરવામાં આવશે. 21 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા અયોધ્યા કૂચનો કાર્યક્રમ યુપીના પાટનગર લખનૌથી શરૂ થયો છે. તમામ કાર્યકર્તાઓ લખનૌથી બારાબંકી પગપાળા પહોંચવાના છે. ત્યાંથી તેઓ વાહનો દ્વારા 22 ઓક્ટોબરે સવારે અયોધ્યા પહોંચીને 24 કલાકનું સામુહિક અનશન કરવાના છે. 23 ઓક્ટોબરે સંતોના માર્ગદર્શનમાં સરયૂ તટ પર સંકલ્પ સભાનું આયોજન અને રામમંદિર નિર્માણ માટે સરકાર દ્વારા કાયદો બનાવવાની પણ માગણી કરવામાં આવશે. બાદમાં તમામ કાર્યકર્તાઓ રામજન્મભૂમિ ખાતે રામલલ્લાના દર્શન કરવા માટે જવાના છે.
 આ કુચમાં અમરેલીમાંથી રામભકતો આં.રા. હિન્‍દુ પરિષદનાં સૌરાષ્‍ટ્ર પ્રાંતનાં મંત્રી નિર્મળભાઈ ખુમાણ, સૌરાષ્‍ટ્ર પ્રાંતનાં રાષ્‍ટ્રીય બજરંગદળનાં મંત્રી નિતીન વાડદોરિયા, અમરેલી જિલ્‍લા મંત્રી દિલીપભાઈ બામટા, રાષ્‍ટ્રીય કિશાન પરિષદનાં મંત્રી મજબુતસિંહ બસીયા વિગેરે શનિવારે લખનૌ કુચમાં જોડાવા માટે રવાના થશે. આ સૌને અમરેલી જિલ્‍લાનાં કાર્યકર્તાઓએ વિદાય આપી અને રામમંદિરનાં નિર્માણમાં સહભાગી થવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.