ડો.તોગડિયા સફળ કે નિષ્પળ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો.પ્રવિણ તોગડિયા ગુજરાતમાં ચારે બાજું ફરી રહ્યાં છે. તેઓ સંગઠનમાં નવી નિયુક્તિ કરી રહ્યાં છે. તે જે કંઈ કરી રહ્યાં છે. તેને લોકો હજું શંકાની નજરે જોઈ રહ્યાં છે. તેની નવી નીતિ અને નવા સંગઠન પર હજું જોઈએ એવું વ્યાપક જન સમર્થન મળી શક્યું નથી. જો કે તેની સામે વિશ્વ હિંદુ પરિષદ પણ નબળી પડી છે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કેવી તાકાત ધરાવે છે. તે સમજવા માટે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ તાજેતરમાં ગુજરાત આવીને ગયા છે. તેમણે જોઈ લીધું હતું કે ગુજરાતમાં તો ડો.તોગડિયા નથી તો વિશ્વ હિન્દુ પરિષદ પણ નથી.

VHP ખાલી હાથ પરત ફરી

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન ચૂપચાપ 7 જૂલાઈ 2018ના દિવસે ચૂપચાપ આવીને ગયા. તેમને વિશ્વ હિન્દુ પરિષદના પહેલાંના કાર્યાલયમાં જઈ શક્યા ન હતા. પાલડી ખાતે આવેલું VHPના કાર્યાલય પર ડો.તોગડિયાની સંસ્થાનો કબજો છે. જૈન આજે સંગઠાનાત્મ્ક પ્રવાસે ગુજરાત આવ્યા હતા. અહીં આવીને તેમણે રામ મંદિર બાંધવા માટે હાથ ઊંચા કરી દીધા હતા. રામજન્મભૂમિ અંગે જણાવ્યું હતું કે પૂર્વમાં આ સંદર્ભે કેટલાક પ્રસ્તાવો પસાર થયા છે અને આ કાર્યકારીણીમાં પણ તેની ચર્ચા કરવામાં આવી છે. રામ મંદિર અંગે કાયદો બનાવવા બાબતે તેઓએ કહ્યું હતું કે જયારે રામ મંદિર અંગેનો કેસ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના અંતિમ તબક્કામાં છે, ત્યારે અત્યારે સરકાર પર સંસદમાં કાયદો બનાવવા દબાણ કરવાનો યોગ્ય સમય નથી.

ડો.પ્રવીણભાઈ તોગડિયા ધ્વારા નવા સંગઠનની રચના અંગે તેઓએ જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદથી અલગ તેઓ પોતાની મરજીથી થયા છે અને ભારતમાં આવા અનેક સંગઠનો કાર્યરત છે.

ડો. તોગડિયા શું કરી રહ્યા છે

વિશ્વ હિંદુ પરિષદ દેશમાં 70 લાખથી વધુ કાર્યકર્તા જયારે, બજરંગદળના 35 લાખ છે અને આગામી વર્ષે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની સંખ્યા 1 કરોડથીને આંબી જશે. તેમણે કરેલો દાવો ખરેખર કેટલો સાચો છે. તે અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઊભી કરનારા ડો.તોગડિયાના એક સાથીદાર કહે છે કે, પહેલાં તો 90 ટકા કાર્યકરો અને હોદ્દેદારો પ્રવિણભાઈ સાથે છે. 10 ટકા લોકો જ સત્તા ભોલવવા માટે VHP છે. VHP પાસે કોઈ નેતૃત્વ રહ્યું નથી. હાલના વિશ્વ  પરિષદનામાં કોઈ નેતા નથી અને સભ્યો પણ ન હોવાથી નવેસરથી સંગઠન કરવું પડશે, પણ તેમાં હવે કોઈને ભરોષો નથી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઉભી કરીને વિશ્વ હિન્દુ પરિષદનો નહીં પણ RSSનો વિકલ્પ ડો.તોગડીયાએ ઊભો કર્યો છે. પ્રવિણ તોગડીયા હાલ સંગઠન સશક્ત બનનાવવા માટે દેશભરમાં કામ કરી રહ્યાં છે. VHPના મૂળ પદાધિકારીઓમાંથી ગુજરાતના ગ્રામ સમિતિ સુધીના 35,000 સભ્યો AHP પાસે છે. આજે VHPની બેઠક સૌરાષ્ટ્રમાં હતી તો ત્યાં 90 લોકો જ હાજર હતા જ્યારે સુરેન્દ્ર જૈનમાં ઉત્તર ગુજરાતના નારણઘાટ સ્વામિનારાયમ મંદિરમાં VHPની 7 જૂલાઈ 2018ની બેઠકમાં માત્ર 70 લોકો હાજર હતા.

સૌરાષ્ટ્રમાં તમામ સ્થળોએ મુખ્ય પદાધિકારીઓની નિયુક્તિની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 100માંથી 80 લોકો પ્રવિણ તોગડિયા સાથે છે અને 10 ટકા લોકો વિશ્વ હિન્દુપરિષદ સાથે છે. એવો દાવો પણ AHP દ્વારા કરવામાં આવ્યો છે. તોગડિયાનો પહેલો વિજય ખેડૂત આંદોલન ચલાવીને કેન્દ્ર સરકારને ખેડૂતોના ટેકાના ઊંચા ભાવો જાહેર કરવા પડ્યા છે. જેઓ ખેડૂતોનો મુદ્દો દરેક જગ્યાએ છેલ્લાં ત્રણ વર્ષથી આગળ કરી રહ્યાં હતા.

AHPએ પોતાનો લોગો નોંધણી કરાવી દીધા છે. જેની નોંધણી સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે.  ઉપરાંત પ્રવિણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની 12 સંસ્થાઓ સ્થાપી દીધી છે. જેમાં બજગંર દળ, કિશાન, મજદૂર, બહેનો, એટવોકેટ, ડોક્ટર, આદિવાસી, શિક્ષણ વગેરેને સમાજને લગતી સંસ્થાઓ કામ કરતી થઈ ગઈ છે.