ડ્રીપ સિંચાઈથી 10 હજાર વૃક્ષો ઉગાડાશે

રાજ્યના પોલીસ વિભાગે રાજ્યમાં ૧ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. તેના ભાગરૂપે સાણંદ પોલીસ સ્ટેશન, માનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સના ઉપક્રમે સાણંદમાં વસુંધરા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન કેમ્પસમાં આજે ૫૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જ્યારે આ અભિયાનને વેગવાન બનાવી સાણંદ વિસ્તારમાં ૧૦,૫૦૦ વૃક્ષો વવાશે.
વૃક્ષો આપણાં અસ્તિત્વ સાથે જોડાયેલાછે. વૃક્ષો હશે તો જ આગામી પેઢી સ્વસ્થ રીતે જીવી શકશે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં ૧ લાખ વૃક્ષો વાવવાના છે. તેના ભાગરૂપે આજે પોલીસ લાઇનમાં ૫૦૦ વૃક્ષો વવાયા છે અને પોલીસ કર્મચારીઓ તેનું જતન-સંવર્ધન કરશે એમ તેમણે ઉમેર્યું હતું.
માનવ સેવા ટ્રસ્ટના મનુભાઇ બારોટે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા ‘ગ્રીન સાણંદ’ ઉભુ કરવાનો સંકલ્પ કર્યો છે. આપણી પરંપરાઓમાં પણ વૃક્ષોનું મહત્વ વર્ણવાયું છે ત્યારે સાણંદમાં ૧૦,૫૦૦ વૃક્ષો વવાવાનું આયોજન કર્યું છે. આ વૃક્ષો વાવતા અગાઉ ડ્રીપ ઇરિગેશન નાંખવામાં આવી છે જેથી પાણીની બચત થઇ શકે.