રામોલ ગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અબૅન હેલ્થ સેન્ટર ખાતે દરરોજ નિયમિત આવતા દર્દીઓને ખુલ્લામાં તડકામાં અને ચોમાસામાં વરસાદ, ઠંડીમાં તકલીફ પડતી હતી. તે અંગે પૂવૅ ઝોનના જાગૃત એડીશનલ સીટી એન્જિનિયર પ્રણવભાઇ શાહ દ્વારા સ્થાનિક નાગરિકોની રજુઆતને ધ્યાનમાં લઈને શેડ બનાવવામાં આવેલો છે એમ રામોલ હાથીજણ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઇ પટેલ ધ્વારા જણાવાયું છે.