આણંદ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે તમાકુની ખેતી માટે ઉછેરવામાં આવેલા ધરૂનો મોટા પ્રમાણમાં નાશ થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વરસાદ થતાં જ ઉછેરેલા ધરૂના ધરુવાડીયામાં પાણી ભરાય ગયા હતા જેના કારણે રોપા પર પામી ચઢી ગયું છે. પીળા પડી ગયા છે અથવા તેનો નાશ થયો છે. વરસાદ પહેલાં ધરુ ઉછેરીને ચોમાસામાં તેની રોપણી કરવામાં આવતી હોય છે. ધરુ ઉછેર પાછળ ઘણો મોટો ખર્ચ ખેડૂતો કરતા હોય છે, ખાસ કરીને મજૂરીનો મોટો ખર્ચ કરાતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડતો હોવાના કારણે ખેડૂતોને આ મુશ્કેલી ઉભી થઈ છે. આણંદમાં ખેડૂચો મોટા પ્રમાણમાં તમાકુની ખેતી કરે છે. ગયા વર્ષે ખેડૂતોને તમાકુના પૂરતાં ભાવો મળી શક્યા ન હતા. હવે કુદરતી આફત આવવાના કારણે વ્યાપક નુકશાન થયું છે. ગામડાઓમાં છેલ્લા પાંચ વર્ષથી બે-ત્રણ વખત તમાકુ કોહવાઈ જઈ નાશ પામે છે. પાણીમાં તણાઈ પણ જાય છે. ઘણી જગ્યાએ અને ખેડૂતોએ નવો ખર્ચ કરવો પડે છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રોપણીની ખેતી થતી હોય છે. રોપા ન હોવાા કારણે બીજા જિલ્લાના અને આણંદના સલમાત ગામમાં જઈને ખેડૂત તમાકુના ધરું શોધવા પડી રહ્યો છે.
ખેડા જિલ્લામાં પણ અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. ઠાસરા અને બાજુમાં આવેલા ગળતેશ્વર તાલુકાના તથા મહુધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના અનેક ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા તમાકુ, ડાંગર અને બાજરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
તમાકુના ધરૃની અછત છે ત્યારે આ તાલુકાના ખેડૂતો મોંઘાભાવે પણ ધરૃ લાવ્યા હતા. તેની રોપણી કર્યા બાદ નાશ પામ્યા છે. તમાકુ ઉપરાંત ડાંગરના તૈયાર થવા આવેલા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તમાકુ અને ડાંગરના છોડ જમીન ઉપર ભરાયેલા પાણી ઉપર ઢળી પડયા હતા.