બીડી પી રહ્યાં હોય તેમની નજીક બેસેલા લોકોમાંતી વિશ્વમાં 6 લાખ લોકો બીડી ન પીતા હોવા છતાં તેઓ બીડી પીને મોતને ભેટી રહ્યા છે. જેમાં 52 ટકા ભારતમાં અને ભારતના કૂલ પેશીવ સ્મોકરમાંથી 7 ટકા ગુજરાતના લોકો મોતને ભેટે છે. ભારતમાં 3 લાખ લોકો બીડી ન પીતા હોવા છતાં તેનો ભોગ બને છે અને 21 હજાર લોકો ગુજરાતમાં મોત થાય છે. તમાકુમાં 4000 પ્રકારના કેમિકલ હોય છે અને તેમાંથી 250 પ્રકારના કેમિકલ ઝેરી પ્રકારના હોવાથી ભારે નુકસાન કરે છે. આવો એક અહેવાલ વિશ્વની ટોબેકો સંસ્થાએ પ્રકાશિત કર્યો છે.
ગુજરાતને રૂ.5600 કરોડનું નુકસાન
બીડી પીવાથી થતી માંદગીથી બહેલું મોત આવે છે. તેથી 2017માં ભારતને રૂ.80,550 કરોડ અને ગુજરાતને 7 ટકા લેખે રૂ.5600 કરોડનું નુકસાન થયું હતું. ગુજરાત અને ભારતમાં ધૂમ્રપાન કરનારામાં સિગારેટ ઉપરાંત 81 ટકા લોકો બીડી પીવે છે. જે સિગારેટ જેટલી જ નુકસાન કરે છે. જે આરોગ્ય, બિમારીથી ખોટ અને સમયના કારણે નુકસાન ગણવામાં આવે છે.
50 લાખ લોકો બીડી પીવે છે
દેશમાં 15 વર્ષથી ઉપરના 7.20 કરોડ અને ગુજરાતમાં 49 લાખ લોકો બીડીના બંધાણી છે. ગરીબ લોકો બીડી વધારે પીવે છે, તેથી તેઓ વધારે ગરીબ બને છે. જરનલ ટોબેકો કન્ટ્રોલમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસ અહેવાલ પ્રમાણે બીડી સિગારેટ કરતાં તમાકુ ઓછી હોય છે પણ નિકોટીન વધું હોય છે. બીડીમાં ફીલ્ટર ન હોવાથી અને તમાકુ પૂરેપૂરી બળતી ન હોવાથી બીડીથી શરીરમાં વધુ નુકસાનકારક રસાયણો જાય છે.
42 લાખ લોકો ગરીબ બન્યા
બીડીને કારણે ભારતમાં 6.30 કરોડ અને ગુજરાતમાં 42 લાખ લોકો ગરીબીમાં ધકેલાય છે. ખર્ચ, રોગ, સમયની બરબાદી, ઓછી કાર્યક્ષમતા, સારવારનો ખર્ચ, પેશીવ સ્મોકના કારણે ગુજરાતમાં બીડી પીનારાઓમાં 42 લાખ માત્ર બીડીના કારણે જ ગરીબ બન્યા છે. જો તે બીડી ન પીતા હોય તો તેમની આર્થિક સ્થિતી સારી હોત અને ગરીબીનો સામનો કરવો ન પડતો હોત.
ફ્લેવર્ડ અને ફિલ્ટર બીડી
ગુજરાતમાં સુરતમાં એક કંપની અનેક જાતની ફેલેવર્ડ બીડી બનાવે છે. સ્વાદ અને સુગંધ પ્રમાણે 52 જાતની બીડી બને છે. જે મોટા ભાગે વિદેશ જાય છે. વિદેશના લોકોને તેનો ટેસ્ટ ફાવી ગયો છે. વળી પાકિસ્તાનમાં ગુજરાતના બીડીના પત્તા જાય છે. ઉપરાંત બીડીમાં હવે કપાસના રૂના ફિલ્ટર પણ મૂકવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ અને બાળકો મોટા પ્રમાણમાં બીડી પીવે છે.
ગુજરાતી
English



