તમારા નામે ગુજરાત સરકારે રૂ.33,500ની લોન લીધી છે તેની તમને ખબર છે ?

33500 દરેક વ્યક્તિના માથે દેવું ચઢી ગયું છે. ભલે તમે દેવાદાર ન હો પણ રૂપાણી સરકાર તમારા નામે દર વર્ષે રૂ.19,000 કરોડ વ્યાજે નાણાં લે છે અને ગુજરાતના રસ્તા બનાવવા માટે વાપરે છે. રૂ.3000 દેવું દર વર્ષે તમારા નામે કરે છે. આમ ગુજરાતને દેવાદાર રાજ્ય બનાવવા તરફ ધકેલવામાં આવી રહ્યું છે.

સરકાર વિકાસ કરી રહી હોવાનો પ્રચાર કરે છે. પણ ગુજરાત તો દેવાદાર બની ગયું છે. જે બતાવે છે કે બધું બરાબર નથી. નાણાં ક્યાંક પગ કરી રહ્યાં છે. જુલાઇ 2018 સુધીમાં ગુજરાતનું કુલ દેવું રૂ.2,17,338 કરોડ જેવી ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. આ દેવું ભરપાઈ કરવા માટે સરકારની કોઈ આવક કામ આવે તેમ નથી. વ્યક્તિદિઠ રૂ.3000 સરકાર વ્યાજે લઈને કામ ચલાવી રહી છે. ભાજપ સરકાર વ્યાજ ભરવાનું પસંદ કરે છે. વ્યાજ ભરવા માટે બીજી લોન લેવી પડે છે અને હપ્તા ભરવા માટે પેટ્રોલ ડીઝલ પર વેરો વધારે છે. પણ પ્રજાને કોઈ રાહત આપવામાં આવતી નથી.

બે વર્ષમાં જ 36,600 કરોડનું દેવું વધારી દીધું

ભાજપના નબળા નેતા અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બે વર્ષમાં રૂ.36,600 કરોડનું દેવું વધારી દીધું છે. ઈ.સ. 2016-17માં રૂ.18,595 કરોડ અને 2017-18માં રૂ.18,000 કરોડનો વધારો દેવામાં થયો છે. આમ દેવું ઘટવાનું નામ લેતું નથી. પ્રજાના નાણાં વ્યાજમાં જઈ રહ્યાં છે. ભાજપ સરકાર પ્રજા લક્ષી નહીં પણ રાજકારણ લક્ષી વહીવટ ચલાવી રહી હોવાનું સ્પષ્ટ થાય છે. કરોડો રૂપિયા વેરા પેટે ઉઘરાવવામાં આવે છે જે નાણાં ક્યાં જાય છે તે એક મોટો સવાલ આવીને ઊભો છે.

વ્યાજ ભરવા લોન

ગુજરાતની ભાજપ સરકારે ઈ.સ.2016-17માં રૂ.16,087 કરોડ અને 2017-18માં રૂ.17,718 કરોડ તો વ્યાજના નામાં ભરવા માટે આપવા પડ્યા છે. સામે એટલી જ લોન લેવી પડી છે. જે બતાવે છે કે સરકાર જે લોન લે છે તે વ્યાજમાં આપવી પડી છે. આવી હાલત પાકિસ્તાનની છે. પાકિસ્તાન પણ પોતાની લોનનું વ્યાજ ભરવા માટે લોન લે છે.

કેશુભાઈની  સરકાર ગયા બાજ ચક્રવૃદ્ધિ વ્યાજ

કેશુભાઈની સરકાર 2001માં ગઈ હતી ત્યાર બાદ ગુજરાતની તમામ સરકારો જબ્બર વ્યાજ લેવી આવી છે. તે નાણાં ક્યાં વાપરવામાં આવ્યા તે પ્રજાને મત મોટો પ્રશ્ન છે. જ્યારથી ભાજપની સરકારો આવી છે ત્યારથી 22 વર્ષથી વ્યાજનું ચક્ર ફરતું રહ્યું છે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ ભરવું પડી રહ્યું છે. જો આમ જ ચાલશે તો સરકારે વ્યાજનું વ્યાજ ભરવા માટે પણ લોન લેવી પડશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ચૂસ્ત વહીવટ અને બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણના દાવા છતા છેલ્લા વીસ વર્ષથી જાહેર દેવામાં મોટાપાયે વધારો થઇ રહ્યો છે.