અમદાવાદ : બ્રિગેડ ગ્રૂપે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તિરુવનંતપુરમ જાહેર કર્યું છે, પણ ભારતના પ્રથમ સ્માર્ટ સિટી ગીફ્ટ સિટીમાં લાવવામાં ગુજરાતના મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન નિષ્ફળ રહ્યાં છે.
ગીફટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રથમ હોટલ ગ્રાન્ડ મરકયુરીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ખૂલ્લી મૂકી હતી. ફાઇવસ્ટાર કક્ષાની ગ્રાન્ડ મરકયુરી હોટલ ગિફટ સિટીમાં બ્રિગેડ ગૃપ અને એકોર ગૃપના સંયુકત સાહસ તરીકે શરૂ થઇ છે. 151 રૂમની સુવિધા ધરાવતી આ હોટલ ભારતમાં આ પ્રકારની ત્રીજી હોટલ બની છે. પણ ગુજરાતમાં એક વર્લ્ડ ટ્રેન સેન્ટરની જરૂર હોવા છતાં તે લાવી શકવામાં લરકાર નિષ્ફળ રહી છે.
બ્રિગેડ ગ્રૂપે, તિરુવનંતપુરમ, ટેક્નોસિટીમાં આઇકોનિક વર્લ્ડ ટ્રેડ સેન્ટર (ડબ્લ્યુટીસી) વિકસાવવા માટે કેરળ સરકારના ટેક્નોપાર્ક સાથે એમઓયુ પર હસ્તાક્ષર 27 મી ફેબ્રુઆરી 2019 કર્યા હતા, 300 એકરનો આઇટી કેમ્પસ જ્યાં નિસાન અને ટીસીએસ જેવી કંપનીઓ કે જેઓ જમીન લઈ ચૂકી છે. કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજયનની હાજરીમાં બ્રિગેડ ગ્રુપના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર એમ.આર.જયશંકર અને ટેકનોપાર્ક હૃશ્યેશ નાયર વચ્ચે પર હસ્તાક્ષર થયા હતા.
વર્લ્ડ ટ્રેડ સેન્ટર આંતરરાષ્ટ્રીય વ્યવસાય અને રોકાણ માટેના વૈશ્વિક સ્થળ તરીકે આર્થિક ક્ષેત્ર બનાવીને વિશ્વ સમક્ષ ગુજરાતાને લઈ જઈ શકાયું હોત.
ગ્લોબલ ફાયનાન્સિયલ એન્ડ આઇ.ટી હબ તરીકે વિશ્વમાં વિકસ્યું છે. ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું હોવાનો રૂપાણી દાવો કરે છે પણ વર્ડ ટ્રેડ સેન્ટર બનાવી શક્યા નથી. ત્યાં વળી મુખ્ય પ્રધાને ઓફર મૂકી છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વર્લ્ડ કલાસ ટુરિઝમ એટ્રેકશન સેન્ટર છે તેને પણ આવી ઉચ્ચત્તમ હોટલ ચેઇનનો લાભ મળે તે દિશામાં એકોર-બ્રિગેડ ગૃપ આગળ વધે.
ગિફટ સિટી સહિતના સ્થળોએ અન્ય રાજ્યોમાંથી ઊદ્યોગ-વ્યવસાય માટે આવનારા લોકો ગુજરાતને પોતાનું પરમેનેન્ટ સ્ટેટ બનાવવા ઉત્સુક રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. પણ ગુજરાતમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટ અમદાવાદ, સુરત કે ગાંધીનગર તેઓ લાવી શક્યા નથી. જે ગિફ્ટ સિટીમાં શક્ય બને તેમ છે.
ગીફ્ટ સિટીમાં રહેણાંક અને વ્યવસાયિક પ્રોજેક્ટ સાથે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરશે એવું અગાઉ બ્રિગેડ દ્વારા જાહેરાત કરી હતી.
બેંગ્લોર સ્થિત બ્રિગેડ ગ્રૂપના બેંગ્લોર, મૈસુર, મેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ અને કોચી અને હવે ગીફ્ટ સિટી, અમદાવાદમાં પ્રોજેક્ટ્સ છે. દક્ષિણ ભારતના શહેરો પર ધ્યાન કેન્દ્રિત કંપની છે. સંચાલિત બજારોમાં પાંચ વર્ષમાં 7 શહેરોમાં 30 મિલિયન ચોરસફૂટ બાંધકામ કરી રહ્યાં છે. બ્રિગેડ ગ્રુપના હાલના સ્થાવર મિલકતના પોર્ટફોલિયોમાં 70% રહેણાંક, 20% વાણિજ્યિક -20% અને હોસ્પિટાલિટીનાં 10% પ્રોજેક્ટ્સનો સમાવેશ છે.
બ્રિગેડ ગ્રુપના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર એમ. આર. જયશંકરે 1986માં કંપનીની સ્થાપના કરી. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (બીઈએલ) એ 1990 માં એમઆર જયશંકર અને ગીતા શંકર વચ્ચે ભાગીદારીમાં પેઢીની સ્થાપના કરી હતી. 1995 માં ખાનગી કંપની અને જુલાઈ 2007 માં એક જાહેર કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. 1990 થી બી.ઇ.એલ. આશરે 67 જેટલા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે.

બ્રિગેડ ગૃપના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર એમ. આર. જયશંકર, એકોર ગૃપના ડેવલપમેન્ટ એન્ડ સ્પેશયલ પ્રોજેકટ વાઇસ પ્રેસિડેન્ટ લોકેશ સબરવાલ, ગ્રાન્ડ મરકયુરી ગાંધીનગરના CEO બિજોય સેનગુપ્તા, ગિફટ સિટીના ગૃપ એમ.ડી. તપન રે, ગિફટ સિટીના ચેરમેન સુધિર માંકડ હાજર હતા.
ગુજરાતી
English




