અમદાવાદ : થરાદથી 34 કિલોમીટર દૂર આવેલા નારોલીમાં તુલસીનું ઝાડ છે. આખો થરાદ તાલુકો તીડના આક્રમણથી બચ્યો નથી. કૃષિ પાક પર વિનાશ વેર્યો છે. તુલસી આસપાસ ઊભા પાકનો સોથ વાળી દીધો છે. ત્યારે આશ્ચર્ય વચ્ચે તુલસી બચી ગયા છે. તેના પર તીડ બેઠા નથી કે એક પાન ખાધુ નથી.
થરાદના નારોલી, રડકા, આંતરોલ સહિતના 10 ગામોમાં તીડોએ આતંક મચાવી ખેડૂતોના પાકનો સફાયો બોલાવ્યો છે. જેને લઈને ખેડૂતો બરબાદ થઈ ગયા છે. મોટી સંખ્યામાં તીડોના અનેક ગામોમાં ધામાં નાંખ્યા છે. તીડોના ઝુંડ ઉપર દવાનો છંટકાવ કરી રહ્યા છે. તીડોની સંખ્યા કરોડોમાં હોવાથી ખૂબ જ વધારે હોવાથી તીડોને કન્ટ્રોલ કરવા ખૂબ જ મુશ્કેલ છે.
ત્યારે તુલસી ફરી એક વખત પેસ્ટીસાઈઝ અને કીડાને દૂર રાખવા માટે ઉપયોગ કરવો જોઈએ એવી ચર્ચા કૃષિ જગતમાં શરૂ થઈ છે. જો તેનો ઉપયોગ જંતુનાશક તરીકે કરવામાં આવે તો તીડ અને બીજા જીવ જંતુને દૂર રાખી શકાય તેમ છે.
બાળકોને થતો અરેટીયો (એક પ્રકારની ખાંસી)ની બિમારી પણ આ તુલસીના પાનને ઔષધ સ્વરૂપે આપવાથી મટી જાય છે. તુલસીની છેલ્લા 60 વર્ષથી ધ્યાન રાખવામાં આવે છે. માણસના રોગો પર તેનો આટલો પ્રભાવક ઉપયોગ થતો હોય તો તે તીડ અને બીજા જંતુઓને દૂર રાખી શકે છે.
હરિતક્રાંતિ બાદ રાસાયણિક જંતુનાશકોનો ખૂબ જ વધુ પ્રમાણમાં અને આડેધડ ઉપયોગ થતો આવ્યો છે પરિણામે જંતુઓમાં પ્રતિકારકતા, વસ્તી વિસ્ફોટ અને વાતાવરણમાં રાસાયણિક કીટનાશકોના અવશેષો એ પૃથ્વીની આબોહવા ઉપર ખૂબજ માઠી અસર પહોંચાડે છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ખેતરમાં તુલસી હોવા જોઈએ જેથી જંતુઓ દૂર ભાગે. મચ્છર દૂર થાય છે.
તુલસીથી તીડ કેમ દૂર રહ્યાં
વધુ સુગંધિત છે, તુલસીના પાંદડામાં ટેનીન, આવશ્યક તેલ, લેપિડિન, પ્રોપોસોલિન, સેપોનિસ, ગ્લાયકોસાઈડ્સ, છે. લિનનલ, યુજેનોલ, કેમ્ફોર, વિટામિન, એ, પીપી, બી 2, સી, ડી, કે, ઇ, આયોડિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લોહ, ઍન્ટીસ્પ્સ્મોડિક, એન્ટિસેપ્ટિક, ઘા હીલિંગ, ટૉનિક, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને ડાય્યુરેટિક ઍક્શનમાં કામ આવે છે. માથાની ઝૂ ભાગે છે. તુલસીનો ઉપયોગ
તુલસી અનેક માનવ રોગનાશક છે. કૃમિ, વાયુ, શ્વાસ હેડકી, ઊલટી કુષ્ઠ, વિષ, મૂત્રકૃચ્છ, રક્તદોષ, તાવ, અકાળે મૃત્યુથી દૂર રાખે છે. તુલસી એચ.આય.વીના વિકાસને રોકવામાં સક્ષમ છે., રેડિઓનક્લાઈડ્સ, રેડિયેશન, કુદરતી એન્ટિબાયોટિક, એન્ટિફંગલ અને જંતુનાશક છે.
આાંબા અને ચીકુના પાકમાં ફળમાખીનો ઉપદ્રવ એક ગભીર સમસ્યા છે. ફળમાખીના નર, તુલસીમાં રહેલ મિથાઈલ યુજીનોલ નામના રસાયણ તરફ આકષતિા હોઈ આાંબા અને ચીકુની વાડીમાં શયામ તુલસીના છોડનું વાવેતર કરવું. આવા તુલસીના છોડ પર ફેન્થીયોન ૦.૧ ટકા છટકાવ કરવાથી ફળમાખીના નર દવાના સંપર્કમાં આવતા નાશ પામે છે
ખેડૂતોએ ગૌમુત્ર વનસ્પતિના જંતુનાશકોનો સફળ પ્રયોગ કરી કેટલાક ખેડૂતોએ વધુ ઉત્પાદન લીધા છે. ગૌમૂત્ર વનસ્પતિનીજંતુનાશક દવાો ગમે તેટલો લાંબો સમય થવા છતાં બગડતી નથી. ગૌમૂત્ર વનસ્પતિના જંતુનાશકો, અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, શેરડી, કપાસ, મગફળી, એરંડા વગેરે તમામ વનસ્પતિ પાકોમાં વાપરી શકાય છે.
સીતાફળ
સીતાફળમાં ઉપયોગી કીટનાશક (insecticide) છે, એવું તુલસીમાં છે. તુલસી એને સીતાફળને સારા કૃષિ રોગ દૂર કરવા ઉપયોગ કરી શકાય તેમ છે.
સીતાફળના બીજ, પાંદડા, છાલ અને મૂળમાં બીજમાં એસિટોજેનીન નામનો પદાર્થ હોય છે જે કીટનાશક, જીવાણુનાશક ગુણધર્મો ધરાવે છે. છોડની વૃદ્ધિ અને વિકાસ માટે વાપરવામાં આવે છે. ગુજરાતમાં ૫,૩૪૦ હેકટરમાં પ૫,૦૪૦ મેટ્રિક ટન સીતાફળ પેદા થાય છે. 3 કિલો બીજનો ભૂકો કરી તેને પાણીમાં ડૂબાડી રાખી 10 લિટર દવા તૈયાર કરી શકાય છે જેને 100 લીટર પાણીમાં નાંખી છંટકાવ કરી શકાય છે. પાનને પાણીમાં ઉકાળીને અર્ક બનાવી શકાય છે.
સીતાફળને કીટનાશક અને તીડ કે ફૂદુ, ઘઉંની વાતરી અને કઠોળના ભોટવા, ખેતરની જીવાતો, પાન કોરી ખનાર ઈયળ, લીલી ઈયળ, કાતરા, મોલો, હીરા ફૂદું વગેરેને દૂર રાખી શકાય છે.
પિંજરપાક
કીટ કે કીડા નાશક તરીકે લીમડો, તમાકુ, લાલ-સફેદ ચિત્રક, સુવા, નાગચંપો, આંકડો, ધતુરો, અરડુશી, પીળી કરેણ, ડામરો, મહુડો, દારૂડી, વછનાગ, કાળા મરી વપરાય છે. જો તે પાકની આસપાસ પીંજર પાક તરીકે વાપરવામાં આવે તો કિટકો આવતાં નથી. તેથી તીડ ડેવા કીટકો આવતાં નથી. ખેતરના શેઢે આ વનસ્પતિ હોય તો ત્યાં કીટકો આવતાં નથી.