તુવેરની નીચા ભાવે ખરીદી આદિવાસી વિસ્તારમાં કરવી પડશે

ખેતરમાં તૈયાર થયેલો તુવેરનો પાક બજારમાં આવવા લાગ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ઓછા ભાવે તુવેરની ખરીદી 1 જાન્યુઆરી 31 માર્ચ 2020 સુધી શરૂ કરશે. ખેડૂતો દ્વારા ઓન-લાઇન નોંધણી કરાવવી ફરજિયાત 15 જાન્યુઆરી 2020 સુધીમાં કરવા તારીખ લંબાવી છે.

ખેડૂતોએ આધાર કાર્ડ, 8-અ અને 7-12નો ઊતારો કે જેમાં વાવેતરની નોંધ હોય અને જો નોંધ ન હોય તો તલાટીનો દાખલો તથા બેંક પાસબુક અથવા કેન્સલ ચેક લઇને સંબંધિત ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ (APMC)માં નોંધણી કરાવવા કહેવાયું છે.

ગુજરાતમાં તુવેરનું વાવેતર 213500 હેક્ટર થયું હતું. જેમાં 124200 હેક્ટર તો દક્ષિણ ગુજરાતમાં થયું હતું. મધ્ય ગુજરાતમાં 71600, ઉત્તર ગુજરાત 10800, કચ્છમાં 100, સૌરાષ્ટ્રમાં 6800 હેક્ટરમાં વાવેતર થયું હતું.

સૌથી વધું વાવેતરના જિલ્લામાં ભરૂચ 68400, નર્મદા 22600, તાપી 13300, ડાંગ 3500, વલસાડ 7400, સુરત 8400, પંચમહાલ 15800, દાહોદ 10300, વડોદરા 24600, છોટાઉદેપુર 16800 હેક્ટર વાવેતર થયું હતું.

ત્રણ વર્ષની સરેરાશ 2.91 લાખ હેક્ટર વાવેતર હતું જેની સામે 2018માં 2.56 લાખ હેક્ટરમાં વાવેતર થયું અને ચાલુ વર્ષે 2019માં 2.13 લાખ હેક્ટર વાવેતર થયું હતું. જે સરેરાશ કરતાં 73.33 ટકા વાવેતર થયું હતું. આમ ખેડૂતોએ તુવેરનું ઓછું વાવેતર કર્યું હતું.

ગુજરાતમાં પાકતી તુવેરમાં 27.41 ટકા ભરૂચમાં પાકે છે. પછી વડોદરાનો હિસ્સો 15.44 ટકા છે. આમ 45 ટકા હિસ્સો આ બે જિલ્લાનો છે. ભરૂચમાં 2017-18માં 76 હજાર ટન અને વડોદરામાં 52 હજાર ટન તુવેર પાકી હતી. આમ 1.28 લાખ ટન આ બે જિલ્લામાં અને એટલી જ તુવેર બીજા વિસ્તારમાં મળીને 2.60 લાખ ટન તુવેર પાકી હતી.

2019-20માં સરકારે અંદાજ મુક્યો છે કે, 2.10 લાખ હેક્ટરમાં વાવેતર સાથે 2.77 લાખ ટન ઉત્પાદન થશે. જે એક હેક્ટરે ઉત્પાદકતાં 1319 કિલોની બતાવે છે.

10 વર્ષ પહેલાં 2010-11માં 2.76 લાખ હેક્ટરમાં વાવેતર અને ઉત્પાદન 2.72 લાખ ટન હતું. ઉત્પાદકતા 986 કિલોની હતી.

આમ વાવેતર વિસ્તાર અને ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. જોકે બિયારણ સુધરવાના કારણે હેક્ટરે ઉત્પાદન વધી રહ્યું છે.

પહેલા વડોદરામાં સૌથી વધું 78600 હેક્ટરમાં ઉગાડાતી હતું. ઉત્તર ગુજરાતમાં ઉત્પાદકતાં વધું હોવા છતાં વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે.

વિશ્વની 82% ભારતમાં તુવેર ઉગાડાય છે. 3000 વર્ષથી ગુજરાતમાં તુવેરની ખેતી થાય છે.

2018માં શું થયું હતું
ભારત સરકાર દ્વારા વર્ષ 2017-18 માટે તુવેરના ટેકાના ભાવ રૂ.5450 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા હતા. 110 સ્થળે ખરીદી કરી હતી. 1,200 કિગ્રા કે 60 મણ તુવેરની ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી હતી. 1.28 લાખ ટન ખરીદી કરવાની મંજૂરી હતી.

2015માં દાળના ભાવ રૂ.200 એક કિલોના થઈ ગયા હતા. 2019માં 110 સુધી પહોંચી ગયા હતા.

ભારતના કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ 2018-19માં 37 લાખ ટન અને 2017-18માં 40 લાખ ટન અને 2016-17માં 48.70 લાખ ટન ઉત્પાદનનો અંદાજ હતો.
તુવેરની ખેતી ઓછામાં ઓછા ૩૦૦૦ વર્ષ પહેલાં પણ થતી હતી. તેની મૂળ જન્મ ભૂમિ એશિયા માનવામાં આવે છે.