આ કોઈ આંતકવાદીઓ સામે ઓપરેશન માટેની તૈયારી નથી. પરંતુ કચ્છના માંડવી તાલુકાના નાના ભાળિયાં અને તરગાડી ગામમાં આવેલાં ખેડૂતોની જમીનો છીંનવવા માટેની કચ્છ જિલ્લા કલેકટરના વહીવટી તંત્રની કામગીરી છે. આ જમીનો છીંનવીને ઉદ્યોગકારોને આપવાનું નક્કી કરવામાં આવેલું છે.
જ્યારે હકીકત એ છે કે આ જમીનો 1966માં સરકાર દ્વારા 35 જેટલા ખેડૂતોને આપવામાં આવેલી હતી. જેમાં દલિત અને ગઢવી ખેડૂતોને જમીનોના કબ્જા આપવામાં આવેલાં છે. તેમ છતાં સરકાર આ ખેડૂતો પાસેથી રાતના સમયે ત્રાસવાદી પર ત્રાટકે તેમ ખેડૂતોના ખેતરો પર ગેરકાયદે કામગીરી કરીને જમીનો છીનવી રહી છે. કચ્છનું વહીવટી તંત્ર કંપનીઓના દલાલની ભૂમિકામાં છે. SDM ખુદ રાત્રે 9 વાગે હાજર રહીને ખેડૂતોની જમીનો ખાલી કરવી રહ્યા છે. આ ઉધોગપતિઓ સામે કચ્છના ખેડૂતો, માલધારીઓ અને માછીમારો ખુલ્લીને સામે નહીં આવે ત્યાં સુધી હકારાત્મક પરિણામ નહીં આવે. કેટલાક સમાજના દલાલો અને સરકારી દલાલો આમ પ્રજાને સુખે જીવવા નહીં દે. ઉદ્યોગો સામે આંદોલન કરો તો જ ઉપાય મળે છે. એવી હાલત છે. ભાજપ સરકાર કંપનીઓની દલાલી કરવા લાગી છે.
1966થી સરકાર આ ખેડૂતોને જમીનો ખેતી માટે આપેલી છે. હવે સરકાર અને સ્થાનીય વહીવટી તંત્ર કહે છે આ જમીનો સરકારની માલિકીની છે, એટલે ખાલી કરો. ખાલી કરીને પાવર ગ્રીડ ને આપવા માંગે છે. જેમાં કામ ભાજપ સરકારનું છે.
ગાંધીનગરની મુખ્ય પ્રધાનની કચેરી વડાપ્રધાનની કચેરીમાંથી જમીન ખાલી કરવા દબાણ કર્યું છે. તેમ ખેડૂત આગેવાન નારણ ગઢવીએ જણાવ્યું હતું.