સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવેલી જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી એમ 5 બેઠક દરિયા કાંઠે આવેલી છે. આ વખતે દરિયા કાંઠે વાવાઝોડું વર્તાય રહ્યું છે. આ બેઠકો કોના ફાળે જાય છે તેની ચર્ચા થઈ રહી છે. દરિયા કાંઠે પરવ બદલાયો છે. કોંગ્રેસ માટે દરિયાની ભરતી આવી શકે અને ભાજપ માટે ઓટ આવી શકે છે. દરિયા કાંઠે વસતી પ્રજા પરેશાન છે. દરિયા કાંઠે આવેલી 15 જેટલી વિધાનસભા પર લોકો પરિશાન છે. જેની સીધી અસર 5 લોકસભા બેઠક પર પડી શકે છે.
અહીં સમુદ્દી પ્રશ્નો, પાકિસ્તાન અહીંના માછીમારોને પકડીને લઈ જાય છે છતાં કેન્દ્ર સરકાર મૌન બની રહે છે. બોટ ચલાવવા માટે ડિઝલની સબસિડિ સરકાર પુરી આપતી નથી. પાણી નથી, પાક વિમો નથી. શાકભાજીના ભાવ એક અઠવાડિયાથી ઊંચામાં છે. ખેડૂતોને ખેત જણસના ભાવ મળતા નથી.
2017ની ચૂંટણીમાં 99 ધારાસભ્યો પ્રજાએ ભાજપને આપ્યા હતા. પાતળી બહુમતી પ્રજાએ આપીને ભાજપને આદેશ આપ્યો હતો. તે ગમે ત્યારે સરકારને ભારે પડે તેમ હોવાથી ધારાસભ્યોની સંખ્યા વધારવા ભાજપે માણાવદરના કોંગ્રેસના ધારાસભ્યને પક્ષપલટો કરાવ્યો હતો. તાલાળા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્યને હોદ્દા પરથી દુર કરવાનો ખેલ વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના નેતાએ કર્યો હતો. તેની અવળી અસર મતદારોમાં જોવા મળે છે જે ભાજપને ભારે પડી શકે છે. માણાવદર બેઠક પક્ષપલટો ભાજપે કરાવ્યો તેનાથી પ્રજા જવાહર ચાવડાની આ રીતથી પસંદ નથી. તેમને પાક વીમો નડી રહ્યો છે.
દરિયા કાંઠે બેરોજગારી, દરિયાનું પ્રદુષણ, પીવાનું પાણી, પક્ષાંતર જેવા મુદ્દા સત્તાને પડકારી રહ્યા છે.