દલાલોને સરકારની એક પણ કચેરીમાં પ્રવેશ બંધી

ગાંધીનગર સચિવાલયમાં રોજ દલાલો આવે છે અને ફાઈલ મંજૂર કરાવીને ભ્રષ્ટાચાર આચરી રહ્યાં હોવા છતાં તેમની સામે સરકાર પણ પગલાં લઈ શકતી નથી. પણ ડાંગ જિલ્લાના એક અધિકારીએ આખા જિલ્લામાં સરકારની કોઈ કચેરીમાં આવા દલાલ દેખાશે તો તેમને પકડી લેવાના આદેશો કર્યા છે. જે સરકાર કરી ન શકે તે એક અધિકારીએ કરી બતાવ્યું છે. ડાંગના આદિવાસી નાગરિકોના કામો કરાવવા માટે વ્યાપક પ્રમાણમાં દલાલ કામ કરી રહ્યાં છે. લોકોની પાસેથી કામના  પૈસા લઈને તે જ કચેરીના ભ્રષ્ટ અધિકારીઓને તેનું કમિશન આપે છે. આવી કેટલીક ઘટનાઓ અને ફરિયાદો આવતાં છોટાઉદેપુર અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.એસ.વસાવાએ દલાલોને કચેરીમાં આવવા પર મનાઈ ફરમાવી છે. તેમણે એક જાહેરનું પ્રસિધ્ધ કરીને કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદનમાં આવેલી સરકારી કચેરીઓ, તાબાની પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ, નગરપાલિકા, પ્રાદેશિક વાહન વ્યવહાર અઘિકારની કચેરીઓ અંદર કોઈ પણ એજન્ટ દેખાશે તો તેમને પકડીને તેમની સામે કાયદાકિય કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.

મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાની સરકારી કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ અર્થે આવેલા હોય તે સિવાયના અનઅઘિકૃત વ્યકિતઓ કે વ્યકિતઓની ટોળકી આ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા લોકોના પ્રવેશ ઉપર પ્રવેશ ન કરે એવો આદેશ ફરમાવાયો છે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલી પણ બનાવી દેવામાં આવ્યો છે. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર કે તે માટે મદદ કરનાર પોલીસ અઘિનિયમ-1960ની કલમ-188 મુજબ શિક્ષા કરવાની પણ જાહેરાત કરી છે.