અમદાવાદ તા,૦૬
દસ્તાવેજો ફિઝિકલ કે ડિજિટલ કોઇ પણ સ્વરૂપે સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. કેટલાંક ફેસબુક યુઝર્સ અને વાચકોએ એમ પણ સૂચવ્યું છે કે એમ પરિવહન અને ડિજિલોકર એપ દસ્તાવેજો રાખવા માટે છે જ. તેમના લાભાર્થે આજે બેઉ એપ વિશે પણ વાત કરીશું.સૌથી પહેલાં તો વાહન માલિક અને વાહન ચાલક વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. સીસી ટીવી દ્વારા જે મેમો ઘરે આવે છે એમાં વાહનચાલકની ભૂલ હોવાં છતાં દંડાય છે વાહનમાલિક! આ પણ સાવ ખોટું છે એટલે એ મુદ્દે અહીં ચર્ચા નથી કરતા. એક મુદ્દો એવો આવે કે દંડ કરવો હોય તો તમે સીસીટીવીના કેમેરાએ લીધેલી તસવીરમાંથી નંબર કાઢીને નામ-સરનામાં બધું મેળવી શકો છો, તો રસ્તે ચેકિંગ દરમ્યાન ડિવાઇસ વડે આરસીબુક જોવામાં ચૂંક શેની આવે? શા માટે લોકોને હેરાન કરવા.
એમ પરિવહનમાં તમે વીમા પોલિસી મેળવી શક્તા નથી. ડિજિલોકરમાં થઈ શકે પણ એમાંય બધી વીમા કંપનીઓ એમ્પેનલ નથી. તમારે વીમા પોલિસી સ્કેન પીડીએફ બનાવી અપલોડ કરવાની રહે છે. બેઉ એપમાં ઘણી વિસંગતાઓ અને તફાવત છે.સરકારે કહ્યું છે કે આરસીબુકમાં વીમાની મુદત એક્ટિવ બતાવે તો પોલીસે વીમા પોલિસીનો આગ્રહ ન રાખવો. સરકારે રિયલ ટાઇમ ધોરણે વીમા અને પીયુસીના ડેટા અપડેટ કરવાનું ઠરાવ્યું છે પણ ડિજિટલ આરસી બુકમાં પીયુસીનો ડેટા અપડેટ થાય છે? સરકારે તો એમ પણ કહ્યું છે કે જો અન્ય કોઇ ટ્રાફિક ગુના ન હોય તો માત્ર દસ્તાવેજો ખાતર વાહન જપ્ત ન કરવું.એડવાઈઝરી એ પણ કહેવાયું છે કે મોબાઇલ ન હોય તો સ્થળ પર પોલીસે જાતે દસ્તાવેજો ચેક કરી લેવા.આમ ફિઝિકલ દસ્તાવેજો સાથે રાખવાનો છેદ ઉડી જ ગયો છે.
જો પોલીસ સીસી ટીવી પરથી આપણી આરસી બુકની વિગતો કાઢી શકે છે તે ઓન રોડ પણ એ જ રીતે ચેક કરી શકે છે તો આપણે ડિજિટલી પણ દસ્તાવેજો સાથે રાખવાની જરૂર ખરી???…