દાંડી કૂચના દિવસ 12 માર્ચે મોદી સામે કોંગ્રેસની અમદાવાદમાં લોકસભા કૂચ

28 ફેબ્રુઆરી 2019એ ભારતમાં યુદ્ધ જેવી સ્થિતી ઊભી થતાં અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ સમિતિની બેઠક મળવાની હતી તે રદ કરી દેવાંમાં આવી હતી. આ કાર્યક્રમ રદ થતાં કોંગ્રેસને રૂ.5 કરોડનુ નુકસાન વહોરવુ પડયુ હતું. જે વધુ બતાવવામાં આવી રહ્યું છે. હવે 12 માર્ચના દિવસે રાખવામાં આવી છે. 12 માર્ચ 1930માં મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દેશની આઝાદી માટે કૂચ કાઢીને નવસારીના દાંડી સુધી લઈ ગયા હતા. હવે કોંગ્રેસ પણ ભાજપથી દેશને આઝાદ કરાવવા માટે 12મી માર્ચે સાબમતી આશ્રમ નજીક બેઠક બોલાવી છે. કોંગ્રેસે દાંડીયાત્રા યોજવા પણ આયોજન ઘડયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની બે દિવસીય મુલાકાત બાદ હવે કોંગ્રેસ પણ શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે.

અગાઉ 1902, 1921 અને 1961માં ગુજરાતમાં CWCની બેઠક મળી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પાર્ટીની કમાન સંભાળ્યા બાદ આ CWCની ચોથી બેઠક છે. તેના પહેલા CWCની બેઠક મહાત્મા ગાંધીની કર્મભૂમિ રહેલી વર્ધાના સેવાગ્રામમાં થઇ હતી.

અડાલજ ખાતે કોંગ્રેસની જીતની જનસંકલ્પ રેલી, ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો હવે ઐતિહાસિક 12મી માર્ચના દાંડીયાત્રા દિને યોજવામાં આવશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી ગયા છે. જેમાં તૈયારી કેવી થઈ છે. તે અંગે ચર્રચા કરશે. દિલ્હીમાં સ્ક્રિનીંગ કમિટીની બેઠક યોજાનાર છે જેમાં કોંગ્રેસ 26 લોકસભાની બેઠક પર કોને ચૂંટણી મેદાને ઉતારવા તેની વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી. ગુજરાતના નામો મોકલી દેવામાં આવ્યા છે. દસેક બેઠકો પર 2 કે 3 ઉમેદવારોની પેનલ બની ચૂકી છે. બીજી બેઠકો પર હવે નામો નક્કી થશે.

59 વર્ષ બાદ અમદાવાદમાં 28મી ફેબુ્રઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે જેમાં પક્ષ પ્રમુખ ઉપરાંત પ્રિયંકા ગાંધી આવશે. પ્રથમવાર સોનિયા, રાહુલ, પ્રિયંકા એક મંચ પર જોવા મળશે. અડાલજના ત્રિમંદિર ખાતે જનસભાને કોંગ્રેસના નેતાઓ સંબોધશે. લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા કોંગ્રેસનુ નેતૃત્વ ગુજરાતમાં, રાહુલ, પ્રિયંકા સહિતના ૫૫ નેતાઓ ગુજરાત આવશે. લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાત પર પસંદગી કરી છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીના આયોજનને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની એક બેઠક મળી હતી. 1960 બાદ કોંગ્રેસનું દેશનું નેતૃત્વ ગુજરાત આવી રહ્યુ છે. બેઠકમાં સોનિયા ગાંધી,રાહુલ ગાંધી,પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહનસિંઘ સહિત કોંગ્રેસશાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ ભાગ લેશે. પ્રિયંકા ગાંધી પણ રાજકારણમાં આવ્યા બાદ પ્રથમવાર ગુજરાત આવી રહ્યાં છે.

સવારે સાબરમતી આશ્રમ જઇ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાજંલિ અાપશે. ત્યાર બાદ શાહીબાગમાં સરદાર પટેલ સ્મારક હોલમાં વર્કિંગ કમિટીની બેઠકમાં જશે. રાજકીય પ્રસ્તાવો રજૂ કરાશે. દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતી વિશે ચર્ચા કરાશે. સંગઠનાત્મક કાર્યક્રમો ઉપરાંત લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના ઘડાશે.

ગુજરાતની રાજયની 26 બેઠકો પર કઈ રીતે કબ્જો મેળવવો તે માટેની કવાયત હાથ ધરવામા આવનાર છે. મનમોહનસિંહ સહિતના 40 રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવશે. કોંગ્રેસ વર્કિંગ કમિટિમાં 23 સભ્યો છે, 19 કાયમી આમંત્રિત સભ્યો છે અને 9 વિશેષ આમંત્રિત છે. કોંગ્રેસ વર્કિંગ કમિટિ પક્ષના તમામ મહત્ત્વનાં નિર્ણયોમાં સલાહકાર પેનલ તરીકે કામ કરે છે.

2019ની લોકસભા ચૂંટણી માટે સજ્જ થવા અને આ મહિનાના અંત સુધીમાં લોકસભાના ઉમેદવારો નક્કી કરી દેવા અંગે પણ નક્કી કરાશે. કોંગ્રેસના પ્રચારનો પ્લાન ઘડવામાં આવશે તેમજ જુદા જુદા રાજ્યોમાં સ્થાનિક પક્ષો સાથે ગઠબંધનની શકયતાઓ વિષે ચર્ચા થઈ શકે છે.

વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ અડાલજમાં ત્રિમંદીર ખાતે કોંગ્રેસના તમામ નેતાઓ જનસભાને સંબોધશે.અંદાજે એકાદ લાખની વધુ લોકોને એકઠા કરવાનો લક્ષ્યાંક કોંગ્રેસે રાખ્યો છે.

ગુજરાત કેમ પસંદ કર્યું

વલસાડમાં રાહુલની પ્રથમ ચૂંટણી સભા હતી ત્યારે તેમણે દેશની ચૂંટણી માટે વ્યૂહરચના જાહેર કરી હતી. ત્યારે તેમણે મંચ પરથી કહ્યું હતું કે ગુજરાતના નેતાઓ તેમને ગુજરાતમાં વધારે લાવવાનો પ્રયત્ન કરે. રાહુલ ગાંધી બીજીવાર દિલ્હી બહાર કોંગ્રેસની કાર્યકારિણી બેઠક યોજશે. રાફેલથી લઈ બેરોજગારી તથા નોટબંધી જેવા નીતિગત મુદ્દે વડાપ્રધાન પર સતત હુમલા કરી રહેલા રાહુલ મોદીને તેમના ઘરમાં જ ઘેરવા માંગે છે. આ સાથે જ રાહુલ પક્ષના કેડરને મજબૂત સંદેશો આપવા માંગે છે. રાહુલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના દેખાવથી ઉત્સાહિત છે. આ કારણે જ પક્ષનું ચૂંટણી અભિયાન અહીંથી શરૂ કરવા માંગે છે. વળી દેશના વડાપ્રધાન ગુજરાતના છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પણ ગુજરાતના છે. અને ગુજરાતમાં રાહલુને 2017ની ચૂંટણીમાં સારી આવી ઈમેજ સુધારવાનો મોકો મળ્યો હતો. કોંગ્રેસની બેઠક પણ વધી હતી.

પરિવર્તન અને સોફ્ટ હિન્દુત્વ ગુજરાતથી નક્કી થયું

કોંગ્રેસની હાર પર મનોમંથન કરતી કોંગ્રેસની આંતરિક સમિતિ વરિષ્ઠ નેતા એ. કે એન્ટોની અધ્યક્ષતામાં બનેલી હતી.  2014ની હાર બાદ પણ કોંગ્રેસે એન્ટની સમિતિએ અહેવાલ અને ભલામણો વર્કિંગ કમિટિને સોંપ્યા હતા. જેમાં કહેવાયું હતું કે અલ્પસંખ્યક વિચારધારાને કારણે 2014ની લોકસભામાં હાર થઈ હતી. આ રિપોર્ટમાં કોંગ્રેસની આર્થિક નીતિઓને પણ જવાબદાર ઠેરવવામાં આવી હતી. પાર્ટીની આંતરિક રણનીતિને પણ હાર માટે જવાબદાર ગણવામાં આવી હતી. જેની ભલામણો સ્વિકારવામાં આવી હતી અને 2017ની ગુજરાત વિધાનસભા ચૂટંણીમાં રાહુલે સોફ્ટ હિન્દુત્વનો અમલ સફળતાપૂર્ક કરીને પક્ષની છબી સુધારવાનો પ્રયાસ કર્યો હતો. એન્ટની કમિટિની ભલામણોને આધારે જ વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલની અધ્યક્ષતા પદે તાજપોશી કરવામાં આવી હતી. રિપોર્ટની ભલામણોને આધારે જ રાહુલ ગાંધીએ ગુજરાતમાં 20થી વધુ મંદિરોના દર્શન કર્યા હતા. આ પૂર્વે અગાઉ 1999માં પણ કોંગ્રેસે એન્ટની કમિટિની ભલામણો સ્વીકારી હતી. 1884માં પાર્ટીની નબળી પડેલી પકડ બાદ રાજીવ ગાંધીએ 1887માં આ કમિટિની રચના કરી હતી, અને એ સમયે ઉમાશંકર દિક્ષિત આ કમિટીના અધ્યક્ષ હતા. 1987 બાદ પહેલી વાર આવી કમિટીની રચના થઈ હતી. 1999માં વર્કિંગ કમિટીએ એન્ટની કમિટીની ભલામણો સ્વીકારી 20 સૂત્રિય બદલાવની ભલામણ કરી હતી.
આ અગાઉ તેમને ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિતે 2 ઓક્ટોબરે મહારાષ્ટ્રના વર્ધા સ્થિત સેવાગ્રામ આશ્રમ ખાતે સીડબલ્યુસીની બેઠક બોલાવી હતી.

નિમણુંક
કોંગ્રેસ પક્ષમાં મહત્ત્વની જગ્યાઓ પર જાણીતી વ્યક્તિઓની નિમણૂક 21 ઓગષ્ટ 2018માં કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો પણ સમાવેશ થયો હતો. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અહેમદ પટેલની પક્ષના ખજાનચી અને સેક્રેટરી જનરલ ઈન-ચાર્જ પદે નિમણુક કરી હતી. મોતિલાલ વોરા ઘણા લાંબા સમયથી કોંગ્રેસના ખજાનચી પદે હતા.

પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માને કરણ સિંઘની જગ્યાએ પક્ષના વિદેશ વિભાગના ચેરપર્સન બનાવ્યા હતા. લુઝિન્હો સેલેરિઓને એઆઈસીસીના આસામ સિવાયનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોનાં જનરલ સેક્રેટરી ઈન-ચાર્જ બનાવાયા હતા, તેઓ સી.પી. જોષીના સ્થાને આવ્યા હતા.  લોકસભાનાં પૂર્વ સ્પીકર મિરા કુમારને કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણાયક બોડી કોંગ્રેસ વર્કિંગ કમિટિના કાયમી સભ્ય બનાવાયા હતા.

અગાઉ રાહુલ ગાંધીએ જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટિની નવી ટીમ બનાવી હતી ત્યારે અનેક પીઢ નેતાઓ જેવા કે દિગ્વિજય સિંઘ, જનાર્દન દ્વિવેદી, કમલ નાથ, સુશિલ કુમાર શિંદે અને કરણ સિંઘને પડતા મુક્યા હતા.

રાહુલ ઉપરાંત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મન મોહન સિંઘ, કોંગ્રેસના તમામ પૂર્વ મુખ્યમંત્રીઓ અશોક ગેહલોત, ઓમન ચાંડી, તરુણ ગોગોઈ, સિદ્ધારામૈયા અને હરિશ રાવતનો પણ કોંગ્રેસ વર્કિંગ કમિટિમાં સમાવેશ કરાયો હતો. તેઓ પણ ગુજરાત આવશે.

પડતાં મૂકાયેલાઓમાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંઘ, જેઓ અગાઉ કાયમી આમંત્રિત સભ્ય હતો, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંઘ હુડા, હિમાચલના પૂર્વ મુખ્ય મંત્રી વિરભદ્ર સિંઘ અને પક્ષના પીઢ નેતાઓ જેવા કે મોહન પ્રકાશ, ઓસ્કર ફર્નાન્ડિસ, સી.પી. જોષી અને મોહસિના કિદવઈ હતા. હૂડાના પુત્ર દિપેન્દર સિંઘનો વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરાયો હતો.

કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી પહેલાં કોંગ્રેસ વર્કિંગ કમિટિને વિખેરી નાખવામાં આવી હતી. અગાઉની કમિટિને પક્ષની વાર્ષિક બેઠક માર્ચ મહિનામાં ન મળે ત્યાં સુધી સ્ટિયરિંગ કમિટિ બનાવી દેવાઈ હતી.

2018ની વર્કિંગ સમિતિ

આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષને એક કરવાના પ્રયત્નો વચ્ચે મહાગઠબંધનના ચહેરા પર વાત આવીને અટકી હતી ત્યારે 22 જુલાઈ 2018માં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં પણ આ મામલે ચર્ચા થઇ હતી. જેમાં કોંગ્રેસના કેટલાંક નેતાઓએ મહાગઠબંધનના કેન્દ્રમાં રાહુલ ગાંધી રહે. તેમજ રાહુલ જ તેમનો ચહેરો બને તેના પર ભાર મુક્યો હતો.  બેઠકમાં સોનિયા ગાંધીએ પણ મહાગઠબંધનની વાત પર સહમતિ વ્યક્ત કરી. લોકશાહીને બચાવવા માટે સાથે આવવું જરૂરી છે. સમાન વિચારધારાવાળા દળો પોતાની અંગત મહત્વકાંક્ષા છોડી એક સાથે આવે એવી અપિલ કરી હતી.

પ્રથમ બેઠક

રાહુલ ગાંધી 16 ડિસેમ્બર 2017ના રોજ પાર્ટીના અધ્યક્ષ બન્યાં હતાં. ડિસેમ્બર 2017માં રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી પહેલીવાર કોંગ્રેસ વર્કિંગ કમિટિની (સીડબલ્યુસી) મીટિંગ કરી હતી. બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વધેલી કોંગ્રેસની બેઠકના કારણે ભવિષ્યમાં પક્ષને પડનારી અસરની ચર્ચા કરી હતી.  બેઠકમાં 2જી સ્પેક્ટ્રમ મામલે આવેલ વિશેષ સીબીઆઈ અદાલતના નિર્ણય પર ચર્ચા થઈ હતી. પ્રસ્તાવ સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. ગુજરાતના ઈલેક્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર કરવામાં આવેલી ટિપ્પણીને પગલે સરકાર અને કોંગ્રેસમાં વધેલા તણાવની સ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી. સીડબલ્યુસી પાર્ટી સૌથી મોટી બોડી છે. જેમાં પાર્ટીની કાર્યપ્રણાલીની ચર્ચા થાય છે.

2015માં બેઠક
કોંગ્રેસમાં ઉચ્ચ નેતૃત્વ અંગે સ્પષ્ટ થઈ ગયું હતુ કે આવનાર કેટલાક મહિના સુધી કોંગ્રેસનું નેતૃત્વ સોનિયા ગાંધીના જ હાથમાં રહેશે. આ વર્ષે કોંગ્રેસ સંગઠનમાં ચૂંટણી થવાની હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પોતાના પુત્ર રાહુલ ગાંધીને પદ સોંપી દેવાના હતા. પણ પછી તે અટકી ગયું હતું. આ બધાની વચ્ચે 2015માં દિલ્લીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી હતી. વરિષ્ઠ નેતાઓ અને ટીમ રાહુલને લાગી રહ્યું હતું કે પક્ષ સામે સંશાધન ભેગા કરવા ઉપરાંત રાજકીય અને સંગઠનાત્મક મોર્ચે જે પડકાર હતા. તેને જોતાં કેટલાક સમય સુધી ઉચ્ચ નેતાઓએ યથાસ્થિતી બનાવી રાખવા નક્કી કર્યું હતું. કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં સોનિયા ગાંધીએ સરકારની નીતીઓ પર નિશાન તાક્યું હતું.