દાંતીવાડામાં આયશરમાં જુગાર રમતા 25 ખેલીઓ ઝડપાયા

બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ તથા ના.પો. અધિક્ષક ડીસાએ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક પગલાં ભરવા સૂચના કરતા એ.પી.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેકટર દાંતીવાડાને મળેલી બાતમીના આધારે તથા પો.સ્ટાફના માણસોએ બાતમીના આધારે આઇસર ગાડીમાં જુગાર રમતા ઇસમો ચિરાગકુમાર પટેલ, પ્રીતકુમાર પટેલ, પીયુષકુમાર રાઠોડ(દરજી), કૃણાલ રાઠોડ(દરજી), વૈભવકુમાર પટેલ, યસકુમાર પટેલ, વિરલકુમાર પટેલ, રવિકુમાર પટેલ, હીમાંશુ પટેલ, તુષારકુમાર પટેલ, દિક્ષીતકુમાર પટેલ, મીતકુમાર પટેલ, રાજકુમાર પટેલ, શમ્મીકુમાર પટેલ, પીયુષ પટેલ, સ્મીત પટેલ, સ્મીત મુકેશ પટેલ, કમલ પટેલ, પાર્થ દરજી, કૃણાલ પ્રજાપતિ, નિલેશકુમાર પટેલ, ઉત્સવકુમાર પટેલ, સાહીલ પટેલ, પિયુષકુમાર પટેલ, ભુમીક પટેલ, ચિરાગ પ્રહલાદ પટેલ તમામ રહે.ઉનાવા તા.ઉંઝા જી.મહેસાણા વાળાઓને રોકડ રકમ રૂ.૪૬,૧૯૫, મોબાઇલ નંગ-૨૪ કિ.રૂ.૧,૬૭,૦૦૦ તથા આઇસર ગાડી કિ.રૂ.૮,૦૦,૦૦૦ તથા ગાદલા નંગ-૨૦ કિ.રૂ.૧૦,૦૦૦, ટાટ પત્રી નંગ-૧ કિ.રૂ.૫૦૦ તથા ગંજીપાના સહીત કિ.રૂ.૧૦,૨૩,૬૯૫ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.