દાદરાનગરમાં ભાજપના બિલ્ડરને ત્રીજી વખત ભાજપે ટિકિટ આપી

ગુજરાતની સરહદ પર આવેલા ગુજરાતીના જ વિસ્તાર સંઘ પ્રદેશ દાદાર-નગર હવેલીની સેલવાસની શિડયુલ ટ્રાઈબમાં આવતી લોકસભા બેઠક માટે ભાજપે સાંસદ નટૂ પટેલને ફરી ટીકીટ આપી છે. ભાજપે નટૂ પટેલને આ બેઠક માટે ત્રીજી વાર રિપીટ કર્યા છે.

45 વર્ષીય નટૂ પટેલે વ્યવસાયે બિલ્ડર રહ્યા છે. તેમણે 2009માં પહેલી વાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને લોકસભામાં એન્ટ્રી મેળવી હતી. 2009માં કોંગ્રેસના ઉમેદવાર મોહન ડેલકરને માત્ર 618 વોટથી પરાજય આપ્યો હતો.

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નટુ પટેલને 80,790 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મોહન ડેલકરને 74,576 વોટ મળ્યા હતા. માત્ર 6,214 વોટથી ભાજપના ઉમેદવાર નટૂ પટેલની જીત થઈ હતી. 2014માં કોંગ્રેસને 45.12 ટકા વોટ મળ્યા હતા અને ભાજપને 48.88 ટકા વોટ મળ્યા હતા.

2009ની લોકસભાની વાત કરીએ તો ત્યારે પણ મોહન ડેલકર અને નટૂ પટેલ વચ્ચે રસાકસીપૂર્ણ ચૂંટણી રહી હતી. 2009માં નટૂ પટેલને 51,242 વોટ મળ્યા હતા જ્યારે મોહન ડેલકરને 50,624 વોટ મળ્યા હતા. માત્ર 618 વોટથી નટૂ પટેલ જીત્યા હતા. 2009માં નજીકની સરસાઈ 2014માં 6 હજાર પર પહોંચી હતી.