ગુજરાતમાં 1100 કિલોના પાડાને સાળંગપુરની ગૌશાળામાં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે. તેની વિકરાળ સ્વરૂપની કાયા જોઈને કોઈપણ આંખો પહોળી કરીને જોયા જ કરે છે. આ પાડાનું નામ પૃથ્વીનાથ છે. તે 12છી 14 સપ્ટેમ્બર 2018માં ગુજરાત ભરના પાડાઓ વચચે સરકારના પશુપાલન વિભાગ દ્વારા હરિફાઈ યોજવામાં આવી ત્યારે તે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પર આવ્યો હતો. ત્યારથી તે લોકપ્રિય બની ગયો છે. તેથી તેને લોકો જોઈ શકે તે માટે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો છે.
તેની માતા દૂધ વધું આપતી હોવાથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પૃથ્વીનાથ જાફરાબાદી પાડો આગળ રહ્યો છે. સારંગપુર સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાનો વતની છે.
હરીફાઈ વખતે પૃથ્વીનાથની ઉમર 3 વર્ષ, 8 મહિના, 9 દિવસની હતી. વજન 1100 કીલો અને ઉંચાઈ 6 ફુટ અને લંબાઈ 9.5 ફુટ છે.
જાફરાબાદી ભેંસ અંજુસતીએ રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરેલું હતું. તેની ઉંમર 1 વર્ષ, 10 મહિના, 21 દિવસ છે.
વિશ્વમાં ભેંસની વસતી 15.8 કરોડથી પણ વધારે છે. જેમાંથી 15.4 કરોડ જેટલી ભેંસ તો માત્ર એશિયાખંડમાં વસે છે. 2003માં ભારત સરકાર દ્વારા પાળેલાં પશુઓની ગણતરીમાં સમગ્ર ભારતમાં 9.79 કરોડ જેટલી ભેંસો ભારતમાં હતી. જેમાંથી 71 લાખ ભેંસ ગુજરાતમાં હતી.. વિશ્વમાં ર્વાિષક ૧.૩ ટકાના દરે ભેંસોની વસતી વધતી રહે છે. જ્યારે પાડાની હાલ 2019માં અંદાજીત સંખ્યા 1 લાખની આસપાસ છે. જેમાં પૃથ્વીનાથ એક નંબર પર છે.
જાફરાબાદી ઓલાદ
ગુજરાતની જાફરાબાદી જાત સૌરાષ્ટ્રમાં ગીરના જંગલમાં જોવા મળે છે. આં પાડા-ભેંસ દુનિયાભરમાં સૌથી મોટા કદની ભેંસ તરીકે ઓળખાય છે. શારીરિક બાંધો મજબૂત હોય છે. માથુ અને કપાળ હાથી જેવાં, આંખો ભારે અને પાંપચાં શિંગડાની આડસમાં દબાયેલા જોવા મલે છે. શિંગડાં માથાની બન્ને બાજુએથી નીકળીને નીચે જઇને બહારની બાજુે વળાંક લેતાં હોય છે. કાન મધ્યમ કદના અને સિંગડાં પાછળ ઢંકાયેલા હોય છે.
આદીકાળથી ભારતીય ગ્રેંથોમાં ભેંસને દાનવનું વાહન ગણવામાં આવી છે.
રાવણના ભાઈ કુંભકર્ણને જગાડવા માટે ભેંસોના અવાજનો ઉપયોગ કરાયો હતો. ભારતીય ભેંસ-પાડા પાણીમાં પડી રહેતાં હોવાથી વોટર બફેલો તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લે ભારતની એગ્રીકલ્ચર રીસર્ચ કાઉન્સીલે કચ્છની બન્ની ભેંસને ભારતની 10મી શુદ્ધ જાતી તરીકે માન્યતા આપી છે.
બન્ની ભેંસ પાડા
કચ્છના બન્ની પ્રદેશના અત્યંત પૌષ્ટીક 30 પ્રકારના ધાસ ખાઈને બન્ની ભેંસની વિશેષતા એ છે કે તે દુષ્કાળની પરિસ્થિતી કે ઉંચા નીચા તાપમાન તેમજ ઓછા ઘાસમાં પણ આરામથી રહી શકે છે. જનીનીક બંધારણના કારણે બન્ની ભેંસ સારું એવું દૂધ નું ઉત્પાદન પણ આપે છે. બન્ની ઉપરાંત લગભગ આખા કચ્છ જિલ્લામાં અને બનાસકાંઠાથી પાટણના કેટલાક ભાગમાં પણ જોવા મળે છે. હા ઝેબુ નામની જાત પણ અહીં જોવા મળે છે. બન્ની ભેંસને બહારગામના કે અન્ય પ્રજાતિના આખલા સાથે ક્યારેય ફાળવતા નથી. સરેરાશ રોજનું ચાર લીટર જેટલું દૂધ આપે છે.
સુરતી ભેંસ
સુરતી પાડા ઓલાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળતાં તે નડિયાદવી અને ચરોતરી નામે પણ ઓળખાય છે. સુરતી ભેંસ એ એકદમ નાના કદની હોય છે. એ રંગે ભૂરી ,માંજરી, અને કાળી હોય છે. એના ગળામાં સફેદ વાળના બે પટ્ટા હોય છે. આ ભેસના શીંગડાં ચપટાં અને દાતરડા આકારનાં હોય છે.
મહેસાણી ઓલાદ
મહેસાણી ઓલાદ સુરતી અને દિલ્હી -ઉત્તરપ્રદેશના મુરાહના સંસ્કરણથી ઉત્પન્ન કરવામાં આવી છે. સ્વભાવે નરમ હોય છે. મહેસાણવી ભેંસ સૌપ્રથમ વખતે સાડાત્રણથી ચાર વર્ષ્ વિવાય છે અને એક વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 1500થી 1800 લીટર હોય છે
પંઢરપુરી ઓલાદ
આ ભેંસનુ મૂળ વતન સોલાપુર જિલ્લાનું પંઢરપુર છે પરંતુ એ સોલાપુર, કોલ્હાપુર તથા સાંગળી જિલ્લામાં પણ જોવા મલે છે. આ ભેંસનાં શિંગડાં અત્યમત લાંબા પાછળની તરફ વળેલાં અને તલવાર જેવા દેખાતા હોય છે.
ટોડા પાડો
ટોડા ભેંસ તમિલનાડુમાં જોવા મળે છે. એ શરીરે ભૂખરા રંગની હોય છે જેના શરીર પર આછા ભૂરા રંગના વાળ હોય છે અને તેના શીંગડાં ભારેખમ અને મોટા હોય છે. જ્યારે તે વજનમાં પણ કદાવર હોય છે.
નીલીરાવી ભેંસ-પાડા
ભારતમાં ફિરોઝપુર જિલ્લામાં નીલીરાવી ભેંસો જાવા મળે છે. કાળા કે આસમાની રંગની હોય છે. માથાના વાળ, કપાળ, ચહેરો અને ચારેય પગ અને પૂંછડીની ચમરી સફેદ રંગવાળી હોય છે. શિંગડાં પણ ઓછા વળેલાં અને પ્રમાણમાં નાનાં હોય છે. મોઢુ લાંબુ અને ઉપસેલું તથા ગરદન અને પગ લાંબા હોય છે. આ જાતની ભેંસ વેતરના લગભગ 250 દિવસ દૂધ આપે છે.
નાગપુરી ભેંસ
મહારાષ્ટ્રના વિદર્ભની આ ભેંસ આંધ્રપ્રદેશના આદિલાબાદમાં પણ જોવા મળે છે.એનાં શીંગડાં તદ્ન પાછળની તરફ ઉગે છે. અને ઓછાં વળાંકવાળાં તથા પ્રમાણમાં સમક્ષિતીજ હોય છે. સામાન્ય રીતે એની પૂંછડીમાં સફેદ ટપકાંં હોય છે.