ગુજરાતની ભૂમિ સાથે જોડાયેલો ગુજરાતનો જ ભૌગોલિક ભાગ એવા દાદરા નગર હવેલી – દાનહ – માં ભાજપના રાષ્ટ્રીય કિશાન મોરચાના મંત્રી અંકિતા પટેલે રાજીનામું આપી અપક્ષ અથવા કોંગ્રેસથી ચૂંટણી ડલવાની તૈયારી શરૂં કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે અહીંના ઉમેદવારની જાહેરાત પોતે જ કરી હતી તેથી અંકિતા પટેલે સીધો અમિત શાહને પડકાર ફેંકીને ભાજપમાંથી રાજીનામું આપી ભાજપને હરાવવા નક્કી કર્યું છે.
ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મંત્રી અંકિતા પટેલે 25 માર્ચ 2019 રાજીનામું આપ્યું છે. તેમને કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતા છે. તેમણે સેલવાસની બેઠક ઉપર ટિકિટ મળે તેવી આશા વ્યક્ત કરી છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સામે પણ આક્ષેપ કર્યાં હતાં. ભાજપે નટુ પટેલને રિપિટ કરતા નારાજ અંકિતાએ રાજીનામુ આપ્યું હતું. અંકિતા પટેલ દાદરા નગર હવેલીમાં જાણીતું નામ છે. સામાજિક ક્ષેત્રે સારી કામગારી છે. કોંગ્રેસ પણ ટિકિટ ન આપે તો અંકિતા પટેલે પોતે અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.બંને પક્ષના સાંસદોએ દાદરાનગર હવેલીની અવદશા કરી છે, જેથી હું કોઈ પણ પક્ષને ટેકો નહિ આપું. એવું તેમણે કહ્યું છે.
દાદરાનગર હવેલી લોકસભાની સીટ નટુભાઈ પટેલને અપાતા ભાજપમાં ભડકો થયો છે. દાદરા નગર હવેલીમાં લોકસભા ટિકિટને લઈને દાવેદારી નોંધાવનારી સમાજ સેવિકા, સેલવાસ હોમ મીનિસ્ટરી કમિટીની નેશનલ સેક્રેટરી, બીજેપીમાં મહિલા કિસાન મોરચાના અંકિતા પટેલે રાજીનામું આપ્યું હતું. અંકિતા પટેલ દાદરા નગર હવેલીમાં NGO ચલાવે છે અને પોતાની મહત્વાકાંક્ષા હતી કે, લોકસભા ચૂંટણી લડી સાંસદ બને. કોંગ્રેસ તરફથી કે અપક્ષ તરફથી લોકસભા ચૂંટણી લડશે.
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ભાજપમાં ભંગાણ શરૂ થયું છે. એક વર્ષથી અંકિતા લોકસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા હતા. પોતાના તરફી માહોલ પણ તૈયાર કર્યો હતો. અંકિતા પટેલ ચૂંટણી લડે તો ભાજપની વોટબેંકમાં ગાબડાં પાડી શકે છે. ત્રીજી ટર્મમાં નટુ પટેલને ફરી ટીકીટ આપતા ભાજપના કેટલાક સભ્યોમાં નારાજગી જોવા મળી હતી.
અંકિતા પટેલે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરી ભાજપમાંથી ટિકિટ ના મળે તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા તૈયારી કરી લીધી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે સેલવાસ મુલાકાત દરમિયાન જ બંને ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી.
6 સપ્ટેમ્બર 2018માં અંકિતા રાષ્ટ્રીય મહિલા કિસાન સમિતિમાં સચિવ બનવાયા હતા.

