દારુની ખપત વધતાં ઈસુના નવા વર્ષે ભાવ વધી ગયા

રાજયમાં દારૂબંધી હોવા છતાં દેશી વિદેશી દારૂની રેલમછેલ ઈસુના નવા વર્ષમાં જોવા મળે છે. થર્ટી ફર્સ્ટ પાર્ટી માટે દારૂના રસિયાઓમાં સારી માંગ ઉઠી છે. બુટલેગરો રાજયની અનેક સરહદોથી દારૂનો જથ્થો અંદર ઘૂસાડે છે.  નશાખોરો અને નશીલા દ્રવ્યોનો ગેરકાયદે વેપાર વધી ગયો છે.

થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીમાં વિદેશી દારૂની સૌથી વધુ ખપત અમદાવાદમાં થાય છે. ઈંગ્લીશ દારૂની દરેક બ્રાન્ડમાં લગભગ બમણી કિંમતનો વધારો નોંધાયો છે. ગુજરાતની સરહદોને સીલ કરવામાં આવી છે. બુટલેગરો અને દારૂના ખેપિયાઓનો ધંધો વધી ગયો છે.

ગત કેટલાંક મહીનાઓમાં કડક કાર્યવાહીના પગલે લાખો રૂપિયાનો દારૂ પકડાઈ જવા છતાં શોખીનોની માંગને પહોંચી વળવા માટે બુટલેગરો વધુ રીસ્ક લઈ રહયા છે. એક તરફ પોલીસ પેટ્રોલિંગ તથા નજર રાખી રહી છે જયારે સુત્રોના જણાવ્યા અનુસાર થર્ટી ફર્સ્ટના બહાને નશાના શોખ પુરા કરવા માટે કેટલાય ફાર્મ હાઉસોનું બુકીંગ થઈ ચુકયું છે. ઉપરાંત દર વર્ષે પરીસ્થિતિથી અવગત લોકોએ અગાઉથી જ પોતાનો બંદોબસ્ત કરી લીધો છે જયારે બુટલેગરોએ પણ પાંચ દિવસમાં નફો રળી લેવા માટે કરોડો રૂપિયાનો દારૂ પહેલેથી જ શહેરમાં ઘૂસાડી દિધો હોવાનું સુત્રો જણાવી રહયા છે.

આદેશને પગલે જ લિકરશોપના માલિકો અને પરમિટ ધારકોમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ છે અને તેમના આયોજનો પણ પડી ભાંગ્યા છે. બીજી તરફ સરકારના આ નિર્ણયથી ગેરકાયદે વિદેશી દારૂનું વેચાણ કરતા ગુનેગારો ખુશ થઈગયા છે. કેટલાક નાગરીકોનું માનવું છે કે આ તારીખોમાં લિકર શોપ બંધ રખાવીને સરકાર ઉપરથી ગેરકાયદેસર રીતે દારૂનો ધંધો કરતા તત્વોને પ્રોત્સાહન આપી રહી છે.