પારડી કોથરવાડી વિસ્તારમાં રહેતાં 17 વર્ષના એક કિશોરને પારડી નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય જયેશ પટેલ, મનીષ પટેલ, વિશાલ પટેલ મળીને રાત્રે વાડીમાં લઈજઈને લાકડા વડે ફટકાર્યા હતા. તરૂણને માર મારી ધમકી આપી હતી. બિભત્સ ગાળો બોલીને કહ્યું હતું કે તું દારૂની માહિતી પોલીસને કેમ આપે છે. હવે આપીશ તો મારી નાંખીશ. આમ કહીને તેનો વિડિયો ઉચારીને વટ્સએપ પર બધાને મોકલી આપ્યો હતો. તેનો ફોટો દરેક સ્થળે મોકલીને ખોટી અફવા ફેલાવી હતી. આમ થતાં કિશોરની માતાએ કોંગ્રેસના નેતા સામે અને બીજા લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પાલિકાના કોંગ્રેસના સભ્ય સામે ગુનો નોંધાતાં તેની વિગતો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુધી પહોંચાડવામાં આવી છે.
જોકે, વલસાડ આસપાસના વિસ્તારમાં દારુ પીવો અને બનાવવો તે નવી વાત નથી. ખૂબ સહેલાઈથી દારુ વેચાય છે. વલસાડ જિલ્લામાં દારુ પિવાની પરમિટ ધરાવતાં હોય તેવા માત્ર 70 લોકો ગયા વર્ષ સુધી હતા પણ દારૂનો કાયદો કડક થતાં હવે 116 લોકો આ વર્ષથી દારુ પિવા પરમિટ ધરાવે છે. દારુ પીધાલાને જામીન મળે નહીં એવો કાયદો બનતા હવે વગદાર લોકો, બિલ્ડરો, વેપારીઓ અને રાજકારણીઓ દારુ પીવા માટે હવે પરમીટ લઈ રહ્યાં છે. તેઓ પોતે હાઈપર ટેન્શન, એન્ઝાઈટી – ગભરાટ, ઈન્સોમિનિયા – હ્રદયના રોગી જેવા રોગો માટે દારૂની પરમીટ આપવામાં આવે છે. દારૂની દુકાન કરતાં બજારના અડ્ડા પરથી સસ્તો દારુ મળે છે. તેથી દારૂની પરમિટ મેળવનારોઓ દારુ તો અડ્ડા પરથી જ લે છે. આમ દારૂનો વેપાર ધમધમી રહ્યો છે, તેથી તે અંગે કોઈ પોલીસને બાતમી આપે તે તેમને પોષાય તેમ નથી.