દિલ્હી કોર્ટે ચંદા કોચરની બાયોપિક પર સ્ટે મૂક્યો

મુંબઇ,તા.25
દિલ્હી કોર્ટે આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ સીઇઓ ચંદો કોચરના જીવન પર બનેલી ફિલ્મ પર સ્ટે લાગાવી દીધો છે. ચંદાએ પોતે જ ફિલ્મ રિલીઝ પર રોક લગાવવા માટે આપીલ કરી હતી. કોચરના જણાવ્યા મુજબ, આ ફિલ્મ તેમને અમાનિત કરવા માટે બનાવવામાં આવી છે.

એડીજે સંદીપ ગર્ગે જણાવ્યું હતું કે, ફિલ્મના પ્રોડ્યુસર, સ્ટાર કાસ્ટની સાથે કોઇપણ વ્યÂક્તને ચંદાનું નામ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે સાથે ઓનલાઇન અથવા ઓફલાઇન ફિલ્મની સ્ક્રીનિંગ પર રોક લગાવવામાં આવશે.

ચંદા કોચરના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, ફિલ્મમાં જે એક્ટ્રેસ ચંદા કોચરનો રોલ કરી રહી છે તે જણાવે છે કે કેવી રીતે એક ભૂલે ચંદાનું જીવન બરબાદ કરી નાખ્યું છે. આવી રીતે બોયપિક બનાવવી, તેને રિલીઝ કરવી અને પ્રમોશનલ ઇન્ટરવ્યૂ અને અન્ય ગતિવિધિઓ ચંદાને અપમાનિત કરી રહી છે.

કોચરના જણાવ્યા મુજબ, તેમની કથિત બાયોપિકમાં રોલ કરી રહેલી એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ચંદાની જેવી દેખાવા માટે તેમના હાવ-ભાવ અપનાવી રહી છે. તેમણે ફિલ્મના ટાઇટલ અંગે પણ સવાલ ઉભા કર્યા છે કેમકે તેમની વિરુદ્ધ આરોપ હાલ સાબિત થયા નથી. ચંદા વિરુદ્ધ વીડિયોકોન સમૂહને ૧૮૭૫ કરોડ રૂપિયાની છ લોનની મંજૂરી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે.