દીપડો આવ્યા બાદ સચિવાલયના દરવાજે જળી

ગાંધીનગર નવા સચિવાલયમાં ગઈકાલે દીપડો ઘુસી જવાની ઘટના બાદ તંત્ર દ્વારા સચિવાલયના તમામ ગેટ ઉપર લોખંડનું ભાલા ટાઈપનું કવચ લગાડી દેવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના વહીવટી તંત્રને ઠપ્પ કરી દેનાર દિપડો સમગ્ર દિવસ દરમિયાન ચર્ચાના એરણે રહ્યો હતો. જોકે વન વિભાગ અને પોલીસ કર્મચારીઓના  અથાગ પરિશ્રમ બાદ આખરે દીપડો પાંજરે પૂરાયો હતો. આવી ઘટના ફરીથી બને નહીં તે માટે વન વિભાગ ની સૂચનાથી સુરક્ષાના હેતુથી સચિવાલયના તમામ 8 ગેટ ઉપર નીચેની તરફ લોખંડી ભાલા જેવું ફ્રેમિંગ કરી દેવામાં આવી છે જેથી કરીને ભવિષ્યમાં  કોઈપણ વન્યપ્રાણી સચિવાલયમાં ઘૂસી શકે નહીં
મનાઈ રહ્યું છે કે અંદાજિત 4 કિ.મીના ઘેરાવામાં આવેલા સચિવાલય કેમ્પસ ફરતે મોટાભાગની તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. પરંતુ નવા સચિવાલય કેમ્પસ માં પાર્કિંગ સ્થળ ઉપરાંત જ્યાં વધુ પડતું ઝાડી-ઝાંખરા છે ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાડવા ની દિશામાં તંત્ર વિચારી રહ્યું હોવાનો અહેવાલ છે.