દીવ, દમણ અને દાદરાનગર હવેલીને ગુજરાતમાં ભેળવી દેવાની ગયા વર્ષે હીલચાલ થઈ હતી. તેથી ગુજરાતના લોકો એવી આશા રાખતાં હતા કે, ગુજરાતમાં તેને ભેળવીને દરિયાની સુરક્ષા અને દાણચોરીની સુરક્ષા વધું મજબૂત કરાશે. પણ તેનાથી ઉલટો નિર્ણય ભાજપે લીધો છે. હવે આ ત્રણેય સ્થળેથી ભરપુર દારુ, દામચોરી અને દાદાગીરી ચાલું રહેશે. ગુજરાતની હકુમત તેના પર નહીં ચાલે.
કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીની રાજધાની તરીકે દમણની જાહેરાત કરાઇ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીના વિલયના પ્રસ્તાવ બિલ ઉપર લોક સભા અને રાજ્યસભામાં ચર્ચા બાદ અવુમોદન મળ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પણ વિલીનીકરણ ઉપર મંજુરીની મોહર મારી હતી.
૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ને રવિવારના રોજ દીવ દમણ અને દાદરાનગર હવેલીનું વિધિવત વિલીનીકરણ થશે. એટલેકે રવિવારથી કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને નગર હવેલી અને દમણ અને દીવ તરીકે અસિતત્વમાં આવી રહયા છે. જેમાં રાજધાની તરીકે દમણની પસંદગી કરાઇ છે.
આ અગાઉ જમ્મુ – કાશ્મીર અને લદાકની રચના બાદ દેશમાં કેન્દ્રશાસિત પ્રદેશની સંખ્યા ૯ થઇ હતી. અને હવે ઉપરોકત વિલય બાદ દેશમાં કેન્દ્રશાસિત પ્રદેશની વધુ એક સંખ્યા ઘટીને ૮ થઇ જશે. મોદી કેબિનેટમાં આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મંડળે જીએસટી વેટ તથા સ્ટેટ એકસાઇઝ ડયુટીના અધિનિયમો અને વિનીમયોમાં સુધારા તેના વિસ્તરણ અને રદ કરવાની મંજુરી પણ આપી છે