દુષ્કાળ જાહેર કરવા માટે વિરોધ પક્ષના નેતા ધરણા કરશે

અમરેલી જીલ્‍લામાં દુષ્‍કાળની પરિસ્‍થિતિ સર્જાણી છે ત્‍યારે ખેડૂતો, પશુપાલકો અને મજૂરો પરેશાન છે. તેમ છતાં સરકાર પોતાની જવાબદારીથી છટકી હોવાથી અછતગ્રસ્‍તમાં જાહેર કરવાની માંગ સાથે 30  ઓકટોબર 2018ના રોજ અમરેલી ખાતે સવારે 9 થી સાંજે 5 સુધી પરેશ ધાનાણી ધરણા પર ઉતરશે. ધરણાના કાર્યક્રમ બાદ જિલ્લા કલેકટરને આવેદન આપવા તેઓ જશે.

અમરેલી જીલ્‍લામાં ઓછો વરસાદ થયો હોવા છતાં રાજકીય કિન્નાખોરી રાખે અછતગ્રસ્‍ત જાહેર કરાવામાં આવતો નથી. ત્‍યારે અમરેલી જીલ્‍લાનાં તમામ ચુંટાયેલા પ્રતિનિધિીઓ, ધારાસભ્‍યો, જીલ્‍લા પંચાયત સદસ્‍યો, તાલુકા પંચાયત સભ્યો, ગ્રામ પંચાયતનાં સરપંચ તેમજ સામાજીક સંસ્‍થાનાં આગેવાનોને ધાનાણીએ જાહેર અપીલ કરી છે કે આપણા પર આવી પડેલ આફતનો સામનો કરવા ખેડૂતો, પશુપાલકો અને મજુરોને પોતાનો હક્ક આપવા ખેડૂતોને દેવામાફી,પાક વિમો તેમજ પશુપાલકોને ઘાસચારો અને મજુરોને રોજગારી મળી રહે તે માટે આ સરકારને રૂઆત કરવા અને આ ગંભીર પ્રશ્નને રાજકીય મુદ્દો ન બનાવવા અને આવેલી આફત આપણો સૌનો પ્રશ્ન સમજી સરકારને રૂઆત કરવા કે અમરેલી જીલ્‍લાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે અપીલ કરું છું.

અમરેલી જિલ્‍લામાં અપુરતા વરસાદથી ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીઓ, નાના-મોટા વેપારીઓ સહિત સૌ કોઈ ત્રાહીમામ પોકારી ચુકયું હોય ખેડૂત સંગઠનો, સરપંચો, કોંગી ધારાસભ્‍યો અને સત્તાધારી પક્ષનાં આગેવાનોએ પણ રાજય સરકાર સમક્ષ જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવાની માંગ કરી હોય સરકારને કોઈ અસર થતી ન હોય આગામી સોમવારથી હવે જનસંમેલન અને રેલી, ધરણા સહિતનાં કાર્યક્રમો શરૂ કરવામાં આવી રહૃાા છે.

આગામી સોમવારે ખેડૂત સમાજ ઘ્‍વારા ખાંભા ખાતે અને મંગળવારે સાવરકુંડલા ખાતે ખેડૂત મહાસંમેલન અને રેલી નિકળશે. લીલીયાનાં અનેક ગામોના સરપંચોએ પણ મામલતદારને લેખિત રજુઆત કરી છે. તો ધારી-બગસરાનાં ધારાસભ્‍ય જે.વી. કાકડીયાએ પણ મુખ્‍યમંત્રીને વિસ્‍તૃત પત્ર પાઠવીને જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવા માંગ કરી છે.