દુષ્કાળ માટે કંઈ નહીં, સરદાર પટેલના પુતળા માટે દોડતી ભાજપ સરકાર

  • દિલીપ પટેલ

15 સપ્ટેમ્બર 2018થી ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી તેને એક મહિનો થયો છતાં ગુજરાતમાં 5000 જેટલાં ગામો એવા છે કે જ્યાં પાક નિષ્ફળ ગયો હોવા છતાં અછત કે દુષ્કાળ જાહેર કરાયો નથી. પણ રાજ્ય સરકાર સરદાર પટેલના વિશ્વના સૌથી ઊંચા બાવલાનું ભવ્ય ઉદઘાટન કરવા માટે ભારતના રાજ્યોને ગુજરાત આવવાનું આમંત્રણ આપવા દરેક રાજ્યમાં પ્રવાસ કરી રહી છે. જ્યાં સરદાર પટેલનું રૂ.3000 કરોડનું સ્ટેચ્યુ આવેલું છે, તે નર્મદા જિલ્લામાં ખેતીની સ્થિતી ખરાબ છે. ગુજરાત સરકારે કૃષિ નીતિ ન બનાવી હોવાથી ખેડૂતોની હાલત ખરાબ બની છે. કચ્છના 8, બનાસકાંઠાના 4, માંડલ અને ચાણસ્મા તાલુકાઓ મળીને 14 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ખરેખર તો આવા 24 તાલુકાઓ છે. જેનો પાક નિષ્ફળ ગયો છે. 7 જિલ્લા એવા છે કે જ્યાં 50 ટકાથી ઓછો વરસાદ થયો છે તેથી ત્યાં પાક નિષ્ફળ છે. જે ખેડૂતને સિંચાઈની સુવિધા હતા તેમનો જ પાક થયો છે બાકી બળી ગયો છે.

સરદાર પટેલે ખેડૂતો માટે શું કર્યું હતું ?

“બારડોલી સત્યાગ્રહ કરનારા સરદાર પટેલે હંમેશ ખેડૂતોનું ભલું કર્યું હતું. જ્યાં દુષ્કાળ હતો ત્યાં જમીન મહેસૂલ માફ કરાવવા અને રાહત કામ શરૂ કરાવવા માટે સરકાર પટેલે લડત ચલાવી હતી અને તેમાં તેમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું. હવે સરકાર પોતે સરદારનું ચીનમાં બનેલું પૂતળું ખૂલ્લું મૂકી રહી છે ત્યારે ખેડૂતોનું પહેલું વિચારવું જોઈએ. સરકાર પટેલ હોત તો તેઓ ક્યારેય પોતાનું પૂતળું મૂકવાના બદલે ખેડૂતોને મદદ કરવાનું કહ્યું હોત.” તેમ ખેડૂત ક્રાંતિના પ્રમુખ ભરતસિંહ ઝાલાએ ઝણાવ્યું હતું.

24 તાલુકામાં આફત

ગુજરાતમાં સૌથી વધું ખરાબ સ્થિતી પાકિસ્તાન સરહદ અને રણની રસહદ પરના 24 તાલુકાઓની છે. જ્યાં 1થી 6 ઈંચ વરસાદ થયો હોવાથી દુષ્કાળ આવી ગયો છે. પણ સરકારે ત્યાં કોઈ મદદ હજુ પહોંચાડી નથી. જ્યાં કચ્છનું નાનું અને મોટું રણ મળે છે ત્યાં મોટા ભાગે દુષ્કાળ છે. કચ્છમાં દુષ્કાળ જાહેર કર્યો છે. પણ બીજા અનેક એવા તાલુકા છે જ્યાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. છતાં ત્યાં કોઈ સહાય સરકારે આપી નથી. 24 તાલુકામાં તાકીદે સહાયની જરૂર છે. કૂલ 48 તાલુકા એવા છે કે જ્યાં મદદની જરૂર છે. પણ સરકાર તેને મદદ કરવા તૈયાર નથી. વિજય રૂપાણી આવું કેમ અન્યાયકારી વલણ અપનાવી રહ્યા છે તેનું ખેડૂત વર્ષમાં આઘાતનું મોજું જોવા મળે છે. અમરેલી, ઉત્તર ગુજરાત, દ્વારકા જેવા જિલ્લાઓમાં તો ખેડૂતોએ અછત જાહેર કરવા માટે આંદોલન શરૂ કર્યાં છે. દ્વારકામાં તો ખેડૂતોએ પેટે ચાલીને આંદોલન કર્યું છે.

અહીં દુષ્કાળ છે

કચ્છના જ રાપરમાં 1.02 ઈંચ, અબડાસામાં 2.08 ઈંચ, બનાસકાંઠાના સુઇગામમાં 2.20 ઈંચ, વાવમાં 1 ઈંચ  નખત્રાણામાં 2.59 ઈંચ વરસાદ પડયો છે. આમ, 7 તાલુકામાં ૩ ઈંચથી પણ ઓછો થયો છે. કચ્છ સરહદે લખપતમાં 3.44 ટકા વરસાદ પડયો છે. કચ્છમાં સૌથી ઓછો 3.97 ઈંચ, બનાસકાંઠામાં 7.20 ઈંચ વરસાદ થયો છે. ગયા વર્ષે કચ્છમાં સરેરાશ 14.76 ઈંચ વરસાદ થયો હતો. બનાસકાંઠામાં સરેરાશ 42.24  ઈંચ વરસાદ થયો હતો. પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા જિલ્લામાં પણ વરસાદની તંગી છે.

5000 હજાર ગામોમાં કૃષિ પાક નિષ્ફળ

ગુજરાતના 14 તાલુકામાં દુષ્કાળ જાહેર કરવો પડે આવી સ્થિતી, તેની સાથે કૂલ 54 તાલુકાઓમાં પાક નિષ્ફળ ગયો હોવાથી દુષ્કાળ કે અછત જાહેર કરવી પડે તેમ હોવા છતાં ભાજપ સરકારે તે અંગે કંઈ કરવા તૈયાર નથી, પણ સરદાર પટેલના પુતળાના ઉદઘાટનમાં ઉત્સવ માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ગુજરાતમાં 33 જિલલાના 251 તાલુકાના 18 હજાર ગામોમાંથી 5000 ગામમાં ખેડૂતો માટે અત્યંત ખરાબ સ્થિતી આવીને ઊભી છે. જેમને તાકીદે સહાય મળવી જોઈએ એવી માંગણી ખેડૂતો કરી રહ્યાં છે. પાકને જીવતો રાખવા માટે ઓછામાં ઓછો 10 ઈંચ વરસાદ પાંચ વખત પડે તો જ પાક બની શકે છે. જ્યાં 10 ઈંચ કરતાં ઓછો વરસાદ પડેલો હોય એવા પાંચ હજાર ગામો છે. તેથી ગુજરાત સરકારે તુરંત ખેડૂતો માટે સહાય જાહેર કરવી પડે તેવી સ્થિતી છે. સરદાર પટેલનું પુતળું ખૂલ્લું મૂકવા માટે કરોડોનો ખર્ચ કરવાના બદલે તે ખેડૂતોને સહાય માટે કરવો જોઈએ.

કૃષિ પાક પરના રોગે ભોગ લીધો

2000 ગામોમાં ઘાસચારો આપવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. જ્યાં પાક સારો છે ત્યાં પણ રોગચાળો આવી ગયો છે. મીલી બગ, લશ્કરી ઈયળ, સુકારો આવી ગયો છે. તેથી તેનું પણ મોટું નુકસાન થઈ શકે છે. વિજળીની જે રીતે માંગ 5968 મેગા વોટ થઈ છે, જે બતાવે છે કે ખેડૂતોની સ્થિતી સારી નથી. તેમને નર્મદા બંધની નહેરનું પાણી મળતું ન હોવાથી આજે આવી હાલત થઈ છે.

7 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતી છે

કચ્છ જિલ્લાનો સરેરાશ 417 મીમી વરસાદ પડે છે પણ 10 તાલાકમાં 111 મીમી વરસાદ પડ્યો છે.

પાટણ જિલ્લાનો સરેરાશ 600 મીમી વરસાદ પડે છે પમ 9 તાલુકામાં 184 મીમી વરસાદ પડ્યો છે.

દ્વારકા, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થિતી ખરાબ છે.

અમદાવાદ જિલ્લામાં સરેરાશ 714 મીમી વરસાદ પડે છે તેની સામે 284 મીમી વરસાદ થયો છે.

મહેસાણા જિલ્લામાં 743 મીમી સામે 251 મીમી વરસાદ થયો છે. ગાંધીનગર જિલ્લાની સ્થિતી સારી નથી.

10 ઈંચ સુધી વરસાદ (126થી 250મી.મી.) 45 તાલુકા

લખપત –  12, રાપર –  26, અબડાસા – 53, નખત્રાણા –  70, ભૂજ –  83, ભચાઉ – 103, માંડલ – 113, માંડવી – 118, હળવદ – 130, જોટાણા – 133, લખતર – 159, સાંતલપુર – 154, સમી–161, હારીજ – 168, પાટણ – 164, શંખેશ્વર –  163, ડોડીયા – 170, માળીયામીયાણા – 171,  વિરમગામ – 173, ખેરાલુ – 182, વિસનગર – 185, રાધનપુર – 190, સરસ્વતી – 223, ઊંઝા – 223, અંજાર –  231, દેત્રોજ – 233, બેચરાજી – 240, માણસા – 229, મહેસાણા – 247, દસાડા – 208, ધ્રાંગ્રધ્રા – 199, લીંબડી – 248, મુળી – 210, વીંછીયા – 227, ગાંધીધામ – 264, સિધ્ધપુર – 326, દશક્રોઈ – 235, સાયલા – 213, થાનગઢ – 205, પડધરી – 236, વાંકાનેર – 242, ધ્રોલ – 143, દ્વારકા – 144, કલ્યાણપુર – 139, ગારીયાધાર – 175

251 એમ.એમ.થી વધું વરસાદ

ધોળકા – 288 સાણંદ – 284  વડનગર – 280  વિજાપુર – 276  ગાંધીનગર – 276 જેતપુર(રા) – 275  ઉપલેટા – 296  મોરબી – 272  ભણવડ – 282

33 જિલ્લામાં કેટલાં ટકા વરસાદ

કચ્છ 26.51, પાટણ 30.59, બનાસકાંઠા 33.06, મહેસાણા 33.82, ગાંધીનગર 39.33, અમદાવાદ 39.43, મોરબી 43.40, ભાવનગર 55.55, મહીસાગર 56.50, વડોદરા 58.48, સાબરકાંઠા 58.12, બોટાદ 61.62, નર્મદા 66.12, દાહોદ 67.16, ખેડા 67.70, છોટાઉદેપુર 67.16, અરવલ્લી 67.78, પંચમહાલ 78.15, સુરેન્દ્રનગર 41.98, રાજકોટ 54.72, પોરબંદર 60.58, જૂનાગઢ 91.70, અમરેલી 76.53, તાપી 85.99,  સુરત 90.78, ડાંગ 93.10, આણંદ 101.80, ભરૂચ 101.84, વલસાડ 101.69, નવસારી 109.78, ગીર-સમોનાથ 139.85

કેટલા તાલુકામાં કેટલો વરસાદ

તાલુકા – વરસાદ મી.મી.

3 – 50 મી.મી.

10 – 51થી 125

41 – 126થી 250

84 – 251થી 500

113 – 501થી વધું

દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોનું દંડવત આંદોલન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપૂરતા વરસાદ અને સરકારની નિષ્કાળજી સામે ખેડૂતોનું આંદોલન વધુ તિવ્ર બની રહયુ છે. જિલ્લામાં અપૂરતો વરસદા પડ્યો છે એવા તમામ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે. નારાજ ખેડૂતોએ દંડવત યાત્રા કરી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. ખેડૂત હિત રક્ષક સમિતિ સરકાર પાસે દંડવત કરી ખેડૂતોએ તેમની રજૂઆતની લાચારીની પરાકાષ્ટા વ્યકત કરી હતી. સરકારે 264 અને 231 મી.મી. વરસાદ થયો હોય તેવા તાલુકા અને ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. નિયમો બધે સરખા હોય છે. દ્વારકામાં પણ તે પ્રમાણે અછત જાહેર કરવા માંગણી કરી છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના મેન્યુઅલ મુજબ 125 મી.મી. કરતાં ઓછો વરસાદ પડ્યો હોય તેને અછતગ્રસ્ત જાહેર કરી દેવા પડે છે.

બનાવકાંઠા આખો અસરગ્રસ્ત જાહેર કરો

બનાસકાંઠામાં વરસાદ થયો નથી ત્યારે માત્ર ચાર તાલુકાઓને જ  અછતગ્રસ્ત જાહેર કરાતાં ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવતા સમગ્ર જિલ્લાને અછગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરીને રેલી કાઢી હતી.  ખેડૂતોને પાણી નથી મળી રહ્યું. નર્મદા નહેરમાં પાણી નથી છોડાતું તેથી ખેડૂતોના પશુપાલન અને પાક પર અસર થઈ છે. પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ, ખાતરના ભાવમાં થયેલો વધારો, પાક નિષ્ફળ, જમીન ધોવાણ જેને લઈને સમગ્ર ખેડૂત આલમ પરેશાન છે. ત્યારે ખેડૂતો હવે આક્રમક મૂડમાં આવ્યા છે. સરકારી બેવડી નીતિનો વિરોધ કરી રહ્યા છે. થરાદ, સુઇગામ, વાવ અને કાંકરેજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા છે જ્યારે તમામ તાલુકા અને તમામ ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી છે.

વધું ગામને અછતગ્રસ્ત જાહેર કરવા સરવે

અમરેલી, દ્વારકા, સુરેન્દ્રનગર, ઉત્તરગુજરાત સહિત અમુક વિસ્તારના ધારાસભ્યો, આગેવાનો, ખેડૂત અગ્રણીઓ સહિતનાઓની રજૂઆતોને ધ્યાને લઇને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઇ હતી. ખાસ કરીને 125 મી.મી.થી 250મી.મી. વરસાદની સ્થિતીને ધ્યાને લેવાઇ હતી. આવા તાલુકાઓમાં પણ અછતગ્રસ્ત તાલુકાની માફક પાણી, ઘાસચારો, રાહતકામ થકી રોજગારીની વ્યવસ્થા કરવાની વિચારણા થઈ હતી. કેન્દ્રસરકારે નક્કી કરેલા એસડીઆરએફના સાત જેટલા ઘટકોને ધ્યાનમાં લઇને તમામ તાલુકાઓનો હવે રિસર્વે કરાશે. આ સાત ઘટકોમાં મહત્વના એવા વાવેતરના ટકા, પાક ઉત્પાદન, જમીનમાં રહેલા ભેજનું પ્રમાણ જેવા માપદંડોનો સમાવેશ કરાયો છે. આ સમગ્ર માપદંડોનો અભ્યાસ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાશે અને તેઓ ટૂંક સમયમાં આ અંગેનો અહેવાલ આપશે અને એ અહેવાલના આધારે રાજ્યમાં ટૂંક સમયમાં નવા અછતગ્રસ્ત તાલુકા જાહેર કરે તેવી શક્યતા છે.

ઘાસના કાળાબજાર

ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં જુવાર અને બાજરીના ઘાસનો એક પૂળો રૂ.10માં મળતો હતો જે હવે રૂ.40થી 50માં મળી રહ્યો છે. શંકર ચૌધરીના જીલ્લામાં કોઈપણ ગામમાં ક્યાય ઘાસચારો મળતો નથી અને પશુઓ ભૂખે રહે છે. સરકાર ઘાસ આપવાનો ઇન્કાર કરી રહી છે. તેથી ના છૂટકે કાળાબજારનું ઘાસ ખરીદવું પડે છે. સૌરાષ્ટ્રમાં પણ સારી હાલત નથી. નર્મદા બંધમાં પાણી હોવા છતાં ખેડૂતોને નહેર દ્વારા પાણી આપવામાં આવતું ન હોવાથી ખરાબ સ્થિતી બની છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નર્મદા કેનાલો પરથી પાણી લઇને સિંચાઇ કરતાં ખેડૂતોના ક્નેક્શન કાપી નાખી દેવામાં આવી રહ્યા છે. આ કારણે તેમણે વાવેતર કરેલ ઉનાળું પાક નિષ્ફળ જવાની પુરી ભીતિ રહી છે. આ રીતે જે 69 ટકા વાવેતર કરવામાં આવ્યું છે, તેમાં પણ મોટાભાગનું વાવેતર આ કારણે નિષ્ફળ જાય તેવા સંજોગો વહિવટીતંત્ર દ્વ્રારા ઉભા કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે પાણીની અછતની સમસ્યાને ગંભીરતાથી ન લેતાં અંતે લોકો અને પશુઓના અસ્તિત્વ સામે મુશ્કેલી સર્જાઇ ત્યારે, અછતગ્રસ્ત જિલ્લાઓ જાહેર કરવામાં આવ્યા હતા. હવે જિલ્લા જાહેર કરવા કે ગામડાઓને અછતગ્રસ્ત જાહેર કરવા માત્રથી તેમની સમસ્યા દુર થતી નથી. પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની આગોતરી વ્યવસ્થા કરવાની જરૂર હતી. પરંતુ, અડધા રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ છે અને પાણીની તેમજ ઘાસચારાની તંગી વર્તાઇ રહી છે.