દૂધ સાગર ડેરી ના સંચાલકો દ્વારા ડેરી માં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર , ખોટા ખર્ચાઓ, વિપુલ ચૌધરી પાસેથી ૨૨.૫૦ કરોડ ની વસુલાત મુદ્દે મંડળીઓ ઉપર કરાવાતા ખોટા ઠરાવ અને સહીઓ, તેમજ પશુપાલકો ને દૂધ ના ઓછા ભાવ અને ઓછો ભાવ વધારો, રાજસ્થાન ખાતે થી થતી ખોટી દૂધ ખરીદી ના કારણે જીલ્લાના મુળ દૂધ ઉત્પાદકો ને કરોડો રૂપિયા ના થતા નુકસાન વગેરે મુદ્દે આજ રોજ દૂધ ઉત્પાદક હીત રક્ષક સમિતિ ના નેજા હેઠળ હારીજ તાલુકાની દૂધ મંડળીઓના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ મિટિંગ મળી જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને ઉપરોક્ત વિવિધ મુદ્દે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.