દૂધસાગર ડેરીમાં સફેદ દૂધમાં કાળાધોળા માટે કોણ જવાબદાર

મહેસાણાની દૂધસાગર ડેરીએ 2 ઓગસ્ટ 2018ના દિવસે જાહેર ખૂલાશો કર્યો છે કે, 15,000 ટન મોલાસીસની ખરીદી કરી તેમાં રૂ.35.96 કરોડની ખોટ ગઈ છે. જે કસ્ટોડિયન સમિતિના સમયમાં 16 ડિસેમ્બર 2015માં કરવા નક્કી કરાયું હતું. તે અંગે દૂધસાગરે ફરીયાદ નોંધાવી છતાં તે અંગે આજ સુધી કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામા આવી નથી. તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને વિનંતી કરી છે કે રકમ પરત મેળવા માટે સરકાર કાર્યવાહી કરે. તેનો સીધો મતલબ એ થયો કે ગુજરાતની રૂપાણી સરકારે આજ સુધી કંઈ જ કર્યું નથી. ખોટ ભરપાઈ કરવા માટે પશુપાલકોને એક કિલો ફેટનો ભાવ રૂ.600 કરી દેવાયો છે. જે પહેલાં રૂ.625 આપવામાં આવતો હતો. આમ આ બે નિર્ણયો કહે છે કે, દૂધસાગર ડેરીનું તંત્ર પશુપાકના નામે કેવી ગેરવ્યવસ્થા ઊભી કરી રહ્યું છે. પશુપાલકોને ભાવ ઘટાડાના કારણે ભારે નુકશાની ભોલવવી પડશે. વળી ડેરીમાં ખરાબ કે આરોગ્યને હાનીકારક દૂધ આવેશે તો તે ગટરમાં ઢોળી દેવાનું નક્કી કરાયું છે, આમ ડેરીમાં ખરાબ દૂધ આવી રહ્યું હોવાનું તે પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. દૂધસાગર ડેરીમાં જ્યારથી રાજકીય નેતાઓ પગપેશારો કરી રહ્યાં છે અને ગુજરાત સરકારે રાજકારણ રમી રહી છે ત્યારથી ડેરી અત્યંત કપરા સમયમાં આવી રહી છે. જેની પાછળ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, પૂર્શંવ આરોગ્કય પ્રરધાન  ચૌધરી, નાયબ મુખ્ય પ્રધાનનીતિન પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા ડેરીમાં રાજાકણ ધુસાડીને ખેદાન મેદાન કરવા માટે જવાબદાર હોવાનું મહેસામાના લોકો માની રહ્યાં છે.

શું છે મોલાસીસ પ્રકરણ

મહેસાણા દૂધસાગર ડેરીના એકજ્યુક્યુટિવ ડિરેક્ટર એન. પી. સંચેતી અને જગુદણ સાગર દાણ ફેકટરી ના મેનેજર મનોજ ગોસ્વામી સામે રૂ.1.10 કરોડની ઉચાપત સામે ફરિયાદ મહેસાણા જિલ્લા રજીસ્ટાર મહેસાણામાં ફરિયાદ નોંધાવી હતી. 2015માં ઊંચા ભાવે પશુને ખોરાક તરીકે આપવા મોલાસીસ ખરીદવાના મામલો હતો. કિંજલ કેમિકલ નામની કંપની પાસેથી બજાર ભાવ કરતા ઊંચા ભાવે મોલાસીસ ખરીદ્યું હતું. ઓર્ડર આપ્યો ત્યારે મોલાસીસ યુનિટનો ભાવ રૂ.8600 હતો. જે નિયત સમય મર્યાદામાં કિંજલ કેમિકલે ઓર્ડર પૂર્ણ નહોતો કર્યો. થોડા સમયમાં મોલાસીસનો ભાવ ઘટીને રૂ.6000 થઈ ગયો હતો. આમ ભાવ નીચે ગયા હોવા છતાં ઊંચા ભાવે કરોડો રૂપિયાની ખરીદી ચાલુ કરી હતી. જે અન્ય ડેરીએ ભાવ આપેલો હતો તેના કરતાં વધું હતો. પોલીસે ડેરીનાં એક્ઝીક્યટીવ ડાયરેક્ટરની ધરપકડ કરી હતી. જ્યારે ડેપ્યુટી મેનેજર કોમર્શીયલની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. તે સમયે અન્ય ડેરીઓએ મોલાસીસની પ્રતિ ટન રૂ.6800નાં ભાવથી ખરીદી કરી હતી. તેથી 15 હજાર મેટ્રીક ટન મોલાસીસની ખરીદી એક ટને રૂ.1400નાં ઉંચા ભાવથી ખરીદી કરીને દૂધ સંઘને કરોડોનું નુકશાન પહોંચાડ્યુ હતું.

અધિકારીઓએ આડેધડ ખરીદી કરી

અધિકારીઓએ સુઓમોટો જાતે નિર્ણય કરીને ખરીદી કરી હોવાથી ચુંટાયેલાં ડીરેક્ટરો અશોક ચૌધરી, રાયમલ દેસાઈ અને પ્રધાનજી ઠાકોરે રાજ્ય રજીસ્ટ્રારને રજૂઆતો કરી હતી. આ રજૂઆતને અંતે ગેરરીતિ માલૂમ પડતાં રાજ્ય રજીસ્ટ્રારનાં આદેશથી જિલ્લા સહકારી રજીસ્ટ્રારે દૂધસાગર ડેરીનાં કોમર્શીયલ વિભાગનાં ડાયરેક્ટર નીતિન પી.સંચેતી અને ડેપ્યુટી મેનેજર મનોજ સુધીરચંદ ગોસ્વામી સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે કોમર્શિયલ વિભાગનાં એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર નીતિન સંચેતીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે મનોજ ગોસ્વામીની ધરપકડ કરવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા હતા.

દૂધસાગર ડેરીના ડિરેક્ટર મોંઘજીભાઈ ચૌધરીએ એવી રજૂઆત કરી હતી કે, 2015ની મોલાસીસની ખરીદીની વાત છે તે સમયે કસ્ટોડિયન કમિટી હતી. તેમાં થયેલી ગેરરિતીઓ આ અધિકારી ડૉ.નિતીન સંચેતીના માથે નાખી છે, એ વખતે આ અધિકારી ખરીદ સમિતિમાં નહોતા, તેમની બદલી વેટરનરી વિભાગમાં હારીજ કરાયેલી હતી અને રજા ઉપર હતા. છતાં તારીખો આડીઅવળી લખી તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. કસ્ટોડિયન કમિટીએ રૂ.32 કરોડની ગેરરિતી કરી છે, એમાં અમે દાવો કર્યો છે, એમાં પોલીસ પકડવા જતી નથી.

રાજકારણ દૂધ ડેરીઓને ઓહીંયા કરી રહ્યું છે

ગુજરાતની તમામ દૂધ ડેરીઓ પર ભાજપના નેતાઓનો કબજો છે. જેમાં અમૂલ પણ આવી જાય છે. આમૂલના મેનેજમેન્ટ સામે પણ ખરીદીમાં કરોડો રૂપિયાની ગોલમાલ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગની ડેરીઓમાં ખરીદીમાં ગોલમાલ ચાલી રહી છે. 2001થી ગુજરાતની સહકારી બેંકો અને ડેરીઓ પર ભાજપે આયોજન પૂર્વક કબજો જમાવવાની શરૂઆત કરવામાં

આવી હતી. કોંગ્રેસ અને બિન રાજકીય આગેવાનોને ખસેડીને ભાજપના નેતાઓએ પગપેશારો ડેરીમાં કરી દીધો છે. બરોડા ડેરી, મહેસાણાની દૂધસાગર ડેરી, અમદાવાદની આબાદ ડેરીની કરોડોની જમીનો પ્રશ્ન, બનાસ ડેરીમાં દાવપેચ કરીને જે ખરેખર સહકારથી ડેરી ચલાવતાં હતા તેમાં હવે રાજકીય નેતાઓએ ડેરી પચાવી પાડી છે. દેશમાં રૂ.4 લાખ કરોડનું દૂધના ધંધામાં 2020માં 200 મિલીયન ટન દૂધનો ધંધો હશે તેથી તેને કબજે કરીને આર્થિક અને રાજકીય ફાયદો લઈ શકાય તેમ છે. અમૂલ ફેડરેશનનું ટર્નઓવર રૂ.20 હજાર કરોડથી વધું થયું છે. કરોડો રૃપિયાના વહીવટ માટે રાજ્યના સૌથી મોટા બે દૂધ સંઘો દૂધસાગર અને બનાસમાં સત્તા હસ્તગત કરવાના પ્રયાસો ભાજપ દ્વારા શરૂ કરાયા હતા.

એશીયીન સૌથી મોટી ડેરી કેમ કબજે કરી

બનાસકાંઠાની બનાસ ડેરીમાં સહકારી આગેવાન પરથી ભટોળ સારી રીતે કામ કરતાં હતા. પણ તે ડેરી કબજે કરવા માટે ભાજપે શંકર ચૌધરીને કામ સોપ્યું હતું. પરથી ભટોળ આ બધા દાવા જાણતાં હોવાથી તેઓ ભાજપના નેતાઓની સાથે રહેવા લાગ્યા હતા. તેમ છતાં ભાજપના જ બે જૂથો વચ્ચે ચડસાચડસી શરૂં થઈ હતી. ભાજપના તે સમયના ધારાસભ્ય શંકર ચૌધરીને ડેરીનો કબજો જોઈતો હતો. તેથી વસંત ભટોળના પિતા પરથી ભટોળ બે દાયકાથી બનાસ ડેરીના ચેરમેન હતા તેમને ખતમ કરવાનું શરૃં કરી દીધું હતું. ભટોળને ખસેડવા કસ્ટોડિયનની નિમણૂક કરી દેવાઇ હતી.

વિપુલ ચૌધરીના ભ્રષ્ટાચારનું પ્રકરણ

દૂધસાગર ડેરીના વહીવટ દરમિયાન ખાંડની ઊંચા ભાવે ખરીદી અને પશુદાણા ગુમ થઈ ગયા હોવાથી રૂ.41.83 કરોડનું નુકસાન થયું હોવાનો આરોપ વિપુલ ચૌધરી પર મૂકવામાં આવ્યો હતો. 13731 મેટ્રિક ટન પશુદાણ મહારાષ્ટ્રના દુષ્કાળમાં દાનમાં આપવાથી રૂ.22.50 કરોડનું નુકસાન થયું હોવાનો આરોપ હતો. જ્યારે જગુદણ નજીકના સાગરદાણના કારખાનાના કાચા માલના ગોડાઉનમાં ઓછા સ્ટોકના કારણે રૂ.2.07 કરોડની ઉચાપત થઈ હોવાનો આરોપ છે. માન્ય પ્રક્રિયા અનૂસર્યા સિવાય ઊંચા ભાવે ખાંડની ખરીદીથી અંદાજિત રૂ.17.26 કરોડનું નુકસાન કરીને ગેરરીતિ અને ઉચાપતનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો હતો.

1200 કરોડનું કૌભાંડ નિકળ્યું

રૂ.1200 કરોડના સાગરદાણ કૌભાંડમાં આગોતરા જામીન મેળવનાર દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલભાઇ ચૌધરી સામે આરોપ હતો. રાજ્ય સરકારે 7મી એપ્રિલ 2015ના રોજ સંઘમાં કસ્ટોડીયનની નિમણુંક કરી હતી. દૂધસાગર ડેરીમાં ચેરમેનને હોદ્દા પરથી વિપુલ ચૌધરીને હટાવાયા બાદ વધુ એક કૌભાંડ સામે આવ્યું હતું.  જગુદણ સ્થિત સાગરદાણ ફેક્ટરીમાં 2175 મે.ટન સાગરદાણની ઘટ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કથિત રૂ.3 કરોડના કૌભાંડને પગલે કસ્ટોડિયન દ્વારા દૂધસાગર ડેરીના MDને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો આદેશ કરાયો છે. ડેરીના કસ્ટોડીયન ચેરમેન અશોક શર્માની છે. સાગરદાણ ફેક્ટરીમાંથી 200  જેટલી ટ્રક ભરાય તેટલા સાગરદાણની ઘટ જણાઈ હતી. ડેરીના એમ.ડી. નીશીત બક્ષીને કસ્ટોડીયન ચેરમેને સસ્પેન્ડ કર્યા હતા. 2015માં આ અંગે એમ ડી જાણતાં હતા.

બનાસ, દૂધસાગર અને સાબર ડેરીના કુલ દૂધનો આંક રાજ્યના બાકીના 14 દૂધ સંઘોની સમકક્ષ રહેતો હોવાથી રાજ્યના 17 દૂધ સંઘોના બનેલા ફેડરેશન જીસીએમએમએફ પર ઉત્તર ગુજરાતના આ ત્રણ સંઘો વર્ચસ્વ ધરાવે છે. દૂધસાગર ડેરામાં 5.30 લાખ પશુપાલકો પોતાનું દૂધ આપે છે.

દિલ્હીની કંપનીને રૂ.57 લાખના ચેક અપાયો

કસ્ટોડિયનકમિટીની બેઠકમાં દૂધસાગર ડેરીએ દિલ્હીની એક કન્સલ્ટીંગ કંપનીને રૂ.57 લાખનો આપેલો ચેક કયા કામસર, કોના કહેવાથી આપ્યો તે મુદ્દે પણ ચર્ચા થઇ હતી. જેમાં પણ તપાસ કરી જવાબદારોને શોધી તમામ વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. કરવાનો નિર્ણય લેવાયો છે.

મહેસાણા દૂધસાગર કેમ કબજે કરી

મહેસાણા ડેરીમાં તો રીતસરનું રાજકારણ ખેલાયું હતું. જ્યાં પહેલા સારા સહકારી આગેવાનો સત્તા પર રહ્યાં પછી કોગ્રેસના સહકારી આગેવાનો આવ્યા, પછી ભાજપના શુદ્ધ રાજકીય નેતાઓએ ડેરી પર કબજો જમાવી દીધો હતો. ભાજપ પછી ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો પક્ષ- રાજપા ડેરી પર કબજો જમાવવા આવી પહોંચ્યો હતો. ત્યારબાદ ફરીથી કોંગ્રેસ આવી અને તેને પછાડીને ભાજપ આવ્યો અને અંતે કોંગ્રેસ તરફ લાગણી ધરાવતાં વિપુલ ચૌધરીને સત્તા પર રહીને કોઈને ફાવવા દેતાં ન હતા. તેમની સામે ભાજપે ભ્રષ્ટાચારના આરોપો મૂકાવીને તેમને પશુપાલકોમાં બદનામ કરી દીધા બાદ કાયદાકીય અને સત્તાની એડીએ તેમને પરેશાન કરી દઈને ભાજપે સત્તા મેળવી હતી. વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીના ચેરમેનપદેથી હટાવીને ચૂંટણી લડવા માટે ત્રણ વર્ષ માચે ગેરલાયક જાહેર કરાવી દીધા હતા. વડી અદાલત દ્વારા ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી રદ કરાઈ હતી. પછી તેમને સભ્ય પદેથી જ ગેરલાયક ઠેરવી દેવાયા હતા. બરાબર આજ સમયે ભાજપે જાણીતા સહકારી નેતા નટુભાઇ પિતાંબરદાસ પટેલને ગુજકોમાસોલ અને મહેસાણા બેન્કમાંથી દૂર કરવા ભાજપે અને સરકારે કામ પાર પાડ્યું હતું.