દેવગઢબારીયામાં ભાજપનું દુકાન કૌભાંડ બહાર આવ્યું

દેવગઢ બારીયા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના બે સભ્યોએ કરોડો રૂપિયાનું શોપિંગ સેન્ટર સરકારની જમીન ઉપર બનાવી દીધું હતું. જેના ઉપર 64 દુકાનો બનાવી દેવામાં આવી છે. તે વેચીને કરોડો રૂપિયા ઘરભેગા કરી દીધા હોવાનો પર્દાફાશ થયો છે. ભાજપના સભ્યો દ્વારા આચરવામાં આવેલા દુકાન  કૌભાંડ અંગે સંજયભાઈ પરમારે લગત ચલાવી હતી. તેમણે આ અંગેની સંપૂર્ણ વિગતો માહિતી અધિકાર ના કાયદા હેઠળ માંગવામાં આવી હતી. પરંતુ તેમને કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી. તેથી આખરે તેમણે કલેકટર સમક્ષ જોઇને આ કૌભાંડની માહિતી આપવા અને તપાસની માગણી કરતા તે અંગે તપાસ કરવામાં આવી હતી. સીટી સર્વે ઓફિસર દ્વારા અને માપણી કરાતા 64 દુકાનો બનાવી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં 8 કરોડ રૂપિયાનો વહીવટ કરાયો હોવાનું જાણવા મળે છે. સીટી સરવે નંબર 2058 વાળી જમીન બાબતે ચીફ ઓફિસર પણ કંઈ કરવા તૈયાર ન હતા. તેથી તેમની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. આખો કૌભાંડ પકડાયું હતું. એક દુકાન ની કિંમત દસ લાખથી લઈને 25 લાખ સુધી બોલવામાં આવે છે આવી 64 દુકાનોને એમણે બનાવી દીધી હતી.

14 જુન 2018માં દેવગઢબારિયા પાલિકામાં ભાજપનનું શાસન આવ્યું હતું. તે પણ પક્ષાંતર કરીને લેવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ તરીકે ફારૂક ઝેથરાની વરણી કરવામાં આવી હતી. ફારૂક ઝેથરા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. 6 જૂને 18 સભ્યોએ કોંગ્રેસ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.