દેવામાં ડૂબેલી GSPC માટે ONGC કંપનીને મોદીએ દેવાદાર બનાવી

ગુજરાત સરકારની ખાડો ગયેલ કંપની જીએસપીસી જેનું કુલ દેવુ ૧૯,૫૦૦ કરોડ ઉપર છે એમા મોદી સરકારે તેના પાપ ધોવા બળજબરી થી ઓએનજીસી ને ૮૦% હીસ્સો ખરીદવા મજબૂર કરી, ૭૫૦૦ કરોડનું રોકાણ ખોટ કરતી કંપનીમાં કરાવેલ છે. જીએસપીસી તેના દેવા માટે દર વર્ષે ૧૮૦૦ કરોડનું વ્યાજ ભરે છે.

સપ્ટેમબર ૪ ૨૦૧૮ના રોજ ઓએનજીસી ની ‘ગુજરાત એમ્પલોઇ મજદુર સભા’ એ મોદીને કાગળ લખી જીએસપીસી બાબતે અને મોદી સરકાર ની ઇન્ટરફીયરંન્સની (Interference) નિતીઓ બાબતે અને એક કેશ-રીચ કંપની ને દેવા મા ડુબાડી તે બાબતે અવગત કરેલ છે અને મોદી સરકારને ત્રણ મહીનાની નોટીસ આપી કહેલ છે કે તે તેમની ઇન્ટરફીયરંશ ની નિતીઓ બદલે નહી તો મજદુર સભા ‘ડાઇરેક્ટ એક્શન’ કોઇપણ બીજી નોટીસ આપ્યા વગર લેશે.

એક સમયની ‘કેશ રીચ’, દેવા મુક્ત ઓએનજીસી છેલ્લા બે વર્ષના મોદીરાજમા પૈસાથી ખતમ થઈ ગઈ છે અને દેવામાં ધકેલાઇ ગઇ છે. મોદી સરકારે ઓએનજીસી માથી તમામ કેશ હોશિયારી ખેંચી લઇ તેને ૩૫,૦૦૦ કરોડના દેવા મા નાંખી દીધી છે.
નવેમ્બર ૨૦૧૭માં મોદી સરકારે ઓએનજીસી પર ભારે દબાણ કરી તેના ઉત્તમ કક્ષાના તેલના કુવા મા ઓએનજીસી નો ૬૦% હીસ્સો પ્રાયવેટ કંપનીઓને વેચવા મજબૂર કરેલી. ઓએનજીસીએ કોઇપણ સંજોગો મા આ કરવાની સરકારને ના પાડેલ. પ્રાયવેટ કંપનીઓને ફાયદો કરાવવા માટે આગ્રહ કર્યો હતો.
ઓએનજીસી નું કેશ-રીજર્વ, બેન્ક બેલેન્સ ૨૦૧૩-૧૪ મા ૧૦,૮૦૦ કરોડ હતું, તે ૨૦૧૭-૧૮ મા ફક્ત ૪ વર્ષમાં ઘટીને ૧૦૧૨ કરોડ પર આવી ગયેલ છે, જે ૯૨% ઉપરની ઘટ છે.

ભારત સરકારની ઓઇલ માર્કેટીંગ કંપની એચપીસીએલ નો ૫૧.૧૧% હીસ્સો બળજબરીથી મોદી સરકાર ધ્વારા ઓએનજીસી ને ૩૭૮૦૦ કરોડમાં ખરીદવો પડ્યો. જે એસપીસીએલ ની ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ ના બંધ ભાવ પ્રમાણે ૧૪% પ્રીમિયમ હતો. આ હીસ્સો ખરીદવા ઓએનજીસી ને ૩૫,૦૦૦ કરોડ બેન્કો જોડોથી લોન લેવી પડી હતી. મોદી સરકારની ફીસકલ ડેફીસીટ અને ડીસઇન્વેસ્ટમેન્ટ ટારગેટ પ્રમાણસર કરવા આ કરવામાં આવેલું.
ઓએનજીસી એ લોન લીધેલ આંકડા – કરોડમાં
એસબાઆઈ – ૭૩૪૦
બીઓઆઈ – ૪૪૬૦
પીએનબી – ૧૦,૬૦૦
એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેન્ક – ૧૬૦૦
એચડીએફસી – ૪૦૦૦
આઈસીઆઈસીઆઈ – ૪૦૦૦
એક્સીસ – ૩૦૦૦

ઓએનજીસી આ ખરાબ પરીસ્તિથી માથી બહાર આવવા તેનો આઈઓસી IOC -13.77% અને ગેલ GAIL – 4.86% નો હીસ્સો એલઆઇસી LIC ને વેચવાનો વિચારી રહી છે પણ એલઆઇસી આ હીસ્સો ૧૦% ના ડીસ્કાઉન્ટ પર માંગી રહી છે.
( પરીસ્તિથી કેટલી ખારાબ છે કે એક બાજુ એચપીસીએલ નો હીસ્સો સરકારના દબાણ વશ બજાર ભાવ કરતા ૧૪% પ્રીમિયમ પર ખરીદવો પડે છે અને બીજું બાજુ દેવું ઓછું કરવા પોતાનો હીસ્સો ૧૦% ડીસ્કાઉન્ટ પર વેચવા મજબૂર થવું પડે છે).
ઓએનજીસી એક એવા ધંધામાં છે જે ખુબજ ‘કેપીટલ ઇન્ટેનસીવ’ છે, જેમા ખુબજ મુડીની જરુર પડતી હોય છે, જે અત્યારે તેની પાસે નથી, અને જે અત્યારની તેની આર્થીક પરિશ્તિથી પ્રમાણે તેના ધંધાને લાંબા ગાળે ખુબજ નુકશાન કરશે અને તે દેશનું નુકસાન હશે.
હમણાંજ મોદી સરકારે ઓઇલ એક્શપ્લોરેશન માટે અને ‘ઓપન એક્રેજ પેલીસી’ open Acreage Policy, અંતર્ગત મોદી સરકાર ધ્વારા અનિલ અગ્રવાલની કંપની ‘વેદાંતા’ ને ૫૫ બોલ્કમાંથી ૪૧ બોલ્કનુ લાઇસન્સ મળેલ છે અને ઓએનજીસી ને ફક્ત ૨ (બે) બોલ્કનુ લાઇસન્સ મળ્યું છે. આનું કારણ એ હતું કે નાજુક આર્થીક પરિસ્તિથી ના કારણે ઓએનજીસીએ ખુબજ કન્જરવેટીવ અને રીસ્ક એવર્સ ( Risk averse) બીડ ભરેલ હતી.
આ મોદી સરકાર નિર્મીત ખરાબ આર્થીક કારણોને લીધો ઓએનજીસી તેનો મુળભુત ધંધો પણ ગુમાવી રહ્યું છે.

ઓએનજીસી ૨૦૦૧-૦૨ થી એક ‘ડેબ ફ્રી’ કંપની હતી તે અત્યારે ૩૫૦૦૦ કરોડના દેવા મા છે.

સપ્ટેમબર ૪ ૨૦૧૮ના રોજ ઓએનજીસી ની ‘ગુજરાત એમ્પલોઇ મજદુર સભા’ એ મોદીને કાગળ લખી જીએસપીસી બાબતે અને મોદી સરકાર ની ઇન્ટરફીયરંન્સની (Interference) નિતીઓ બાબતે અને એક કેશ-રીચ કંપની ને દેવા મા ડુબાડી તે બાબતે અવગત કરેલ છે અને મોદી સરકારને ત્રણ મહીનાની નોટીસ આપી કહેલ છે કે તે તેમની ઇન્ટરફીયરંશ ની નિતીઓ બદલે નહી તો મજદુર સભા ‘ડાઇરેક્ટ એક્શન’ કોઇપણ બીજી નોટીસ આપ્યા વગર લેશે

રાજકીય દાવપેચો રમી પોતાના મળતિયાઓને લાભ આપવા મોદી સરકાર સરકારની નવરત્ન કંપનીઓનો પોતાની મનસુફી પ્રમાણે, રાજકીય લાભ લેવા ઉપયોગ કરી રહી છે. એ પછી ઓએનજીસી હોય, એચએએલ હોય કે એલઆઈસી હોય કે બીઈએલ હોય (ભારત ઇલેકટ્રોનિક્સ).

ભાજપના પ્રવક્તા સંદીપ પાત્રા ઓએનજીસીના મોદી સરકાર ધ્વારા નિયુક્ત કરેલા ડીરેક્ટર છે જે માસિક સવા બે લાખ પગાર અને ભથ્થા લે છે.