અમરેલી તાલુકાનાં ચાંદગઢ ગામનાં ખેડૂત દંપતિએ એક અઠવાડીયા પહેલા ઝેરી ગટગટાવી લેતાં પતિના મોત થયા બાદ તેમનાં પત્નીનું પણ મોત થયું છે. લાભુબેન ભરતભાઈ ખુમાણ નામનાં 42 વર્ષના મહિલાનાં પતિએ ઝેરી દવા પી લેતાં પતિનું મૃત્યુ થયું હતું.
ગાંધીનગર ખાતે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફકરવાને લઈ છેલ્લા 13 દિવસના ઉપવાસ કર્યા તે જ દિવસે આ ખેડૂતે લીધેલ લોન ભરપાઈ નહીં કરી શકવાના કારણે આત્મહત્યા કરી હતી. કપાસનો પાક નિષ્ફળ જવાના કારણે અને લીધેલ લોન ભરપાઈ થઈ શકે તેમ ના હોવાના કારણે આપઘાત કરી લીધો હતો. જયારે તેમના પત્નિએ પણ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા ભરતભાઈ ધીરૂભાઈ ખુમાણ નામના 48 વર્ષીય ખેડૂતે પોતાના ખેતીના કામ માટે થઈ વિવિધ લોન લીધી હોય, અને પાક સારો આવશે એટલે ભરપાઈ કરી દેશું તેવી આશા હતી. ત્યારે પોતાની ખેતીમાં વાવેલ કપાસનો પાક નિષ્ફળ જતા અને હવે પોતે લીધેલી લોન ભરપાઈ કરી શકે તેમ ન હોય, જેથી તેમણે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અમરેલીના ખાનગી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.