હાર્દિક પટેલ ખેડૂતના દેવા માફી અને ગરીબ પછાત પાટીદાર માટે અનામતની માંગણી સાથે મૃત્યુ સુધી ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે તે કેટલા યોગ્ય છે તેની આંકડાકીય વિગતો પરથી જાણી શકાય છે..
ગુજરાત 1.20 કરોડ ખાતેદારો અને 55 લાખ ખેડૂત કુટુંબો છે. 80 લાખ ખેડૂત કુટુંબો પર સરેરાશ દરેક પર રૂ.16.74 લાખ દેવુ છે. 42% ખેડૂત પરિવારો પર દેવું છે. 15 વર્ષમાં વધારો ખેતમજૂરોનો 17 લાખ ખેત મજૂરો વધી ગયા છે . 24,000 કરોડનું દેવું છે. 2001 પછી 4 લાખ ખેડૂતો ભાજપ સરકાર પછી 2002થી ઘટી ગયા. જમીન ૩.૭૦ લાખ હેક્ટર ઘટી હોવાનું જાણવા મળ્યું છે.
એગ્રીકલ્ચર સેસન્સ દ્વારા ગણતરી હાથ ધરવામાં આવે છે. 2010-11 સુધીના ગાળામાં ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાંથી માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ કામગીરી પૂર્વે મહેસુલ વિભાગ દ્વારા આ વર્ષને લેન્ડ રેકર્ડ વર્ષ તરીકે જાહેર કર્યુ હતું કે જેથી જમીનના તમામ રેકર્ડની નોંધણી તથા ચોક્કસ માહિતી એકત્ર કરી શકાય.
ગુજરાતમાં 2005-06માં 46.61 લાખ ખેડૂતો હતા તે 2010-11માં વધીને 48.85 લાખ થયા હતા. 2018માં વધીને 50 લાખ થયા હતાં. વસતી પ્રમાણે વધારામાં ઘટાડો થતાં 4 લાખ ખેડૂતો ઘટી ગયા છે.
કુટુંબ વિભાજનના કારણે જમીન નાના ટુકડામાં ફેરવાઈ રહી છે. તેથી ગરીબી વધી છે. જમીન ધારકોની સંખ્યા 2.25 લાખ જેટલી વધી છે. પરંતુ તેની સામે વર્ષ 2005-06માં કૃષિ જમીન જે કુલ 102 કરોડ હેક્ટર હતી તે 2010-11માં ઘટીને 98.98 લાખ હેક્ટર થઇ ગઇ છે. આમ રાજ્યમાં કૃષિ જમીન 3.70 લાખ હેક્ટર ઘટી છે.પણ 2017-18માં 94 લાખ હેકટર અને 2025 સુધીમાં ઘટીને 86 લાખ હેકટર જમીન થવાની ધારણા છે