ત્રીજા તબક્કાના વિશ્લેષણ કરાયેલા 1594- ઉમેદવારો પૈકી 392 (25 %) કરોડપતિ છે, જેમાં BJPના 81 (84%) સૌથી વધુ ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે SP પક્ષના દેવેન્દ્રસિંહ યાદવ સૌથી વધુ એટ્લે રૂ.204 કરોડ મિલકત ધરાવે છે. જ્યારે ગુજરાત ભાજપના પોરબંદરના ઉમેદવાર દેશમાં સૌથી વધું સંપત્તિ ધરાવવામાં ચોથા નંબર પર આવીને ઊભા છે.
– 11 ઉમેદવારો એવા છે જેમની પાસે કોઈ મિલકત નથી. જ્યારે કર્ણાટકના (બીજાપુર) વ્યંકટેશ્વર મહાસ્વામીજી પાસે માત્ર રૂ.9 છે. તેઓ હિંદુસ્તાન જનતા પાર્ટીના ઉમેદવાર છે.
પક્ષ – કુલ ઉમેદવાર – કરોડપતિ ઉમેદવાર – ટકાવારી – સરેરાશ મિલકત
BJP – 97 – 81 – 84% – 13.01 કરોડ
INC – 90 – 74 – 82% – 10.96 કરોડ
BSP – 92 – 12 – 13% – 1.22 કરોડ
NCP – 10 – 7 – 70% – 48.49 કરોડ
CPI – 19 – 10 – 53% – 1.76 કરોડ
SP – 10 – 9 – 90% – 28.52 કરોડ
SHS – 22 – 9 – 41% – 2.69 કરોડ
AITC – 9 – 0 – 0 – 4.93 કરોડ
ત્રીજા તબક્કાના વિશ્લેષણ કરાયેલા 1594- ઉમેદવારો પૈકી 32 ઉમેદવારોએની વાર્ષિક આવક રૂ.1 કરોડ કે તેથી વધુ દર્શાવેલી છે. સૌથી વધુ વાર્ષિક આવક ધરાવતા 3 ઉમેદવારોની વિગત નીચે મુજબ છે.
નામ પક્ષ – આવક (Spouse + dependent) – આવક પોતાની – વ્યવસાય કૂલ મિલકત
પિનાકી મિશ્રા BJD, પૂરી (ઓરિસા) – 24.39 કરોડ – 24.18 કરોડ વકીલાત વકીલાત 117 કરોડ
સુપ્રિયા સુલે NCP બારામતી (મહારાષ્ટ્ર) – 9,.07 કરોડ – 1.29 કરોડ – બિઝનેસ સલાહકાર – 140 કરોડ રણજીત સિંહ નાઇક BJP માધા (મહારાષ્ટ્ર) – 6.07 કરોડ – 3.64 કરોડ – બિઝનેસ, ખેતી – 127 કરોડ
ડો. વિરૂપા કશ્યપા INC બેલગામ (કર્નાટક) – 31 કરોડ – 22 કરોડ
રમેશભાઈ ધડુક BJP (પોરબંદર) ગુજરાત – 35 કરોડ – 21 કરોડ