ગુજરાત કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા મથકે રાફેલ વિમાન સોદાના કરોડોના કૌભાંડોની વાત પ્રજા વચ્ચે જઈને કરવા લાગી છે. મહેસાણામાં કહ્યું હતું કે, યુપીએ સરકારે રૂ.526 કરોડમાં જે રાફેલ એરક્રાફ્ટની ખરીદીનો સોદો કર્યો હતો તે જ એરક્રાફ્ટ રૂ.1670 કરોડના ભાવે ખરીદવાનો સોદો કરીને ભાજપે પોતાના ઉદ્યોગપતિ મિત્રને મદદ કરવા દેશને રૂ.41,205 કરોડનો ચૂનો લગાવ્યો હોવાના આક્ષેપ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠક – AICCના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મૂક્યો હતો. જોકે ગુજરાતમાં જીએસપીસીમાં રૂ.20,000 કરોડનો ગોટાળો ભાજપના નેતાઓએ કર્યો હોવા છતાં કોંગ્રેસના નેતાઓ એ મુદ્દે ચૂપ થઈ ગયા છે. કોંગ્રેસના તમામ નેતાઓ પાસે GSPCના કૌભાંડના તમામ પુકરાવા છે. પણ વિમાન મુદ્દે અનિલ અંબાણીએ બદનક્ષીનો કેસ કર્યો હોવા છતાં ભાજપ અને અંબામી પર આરોપો મૂકી રહ્યાં છે. પણ GSPCના પુરવાર થયેલા ગોટાળા અંગે કોઈ બોલવા તૈયાર નથી. લોકો કહે છે કે, કોંગ્રેસના નેતાઓ GSPCમાં ટેબલ નિચેથી વ્યવહારો કરી લીધા હોવાથી તેઓ તેમાં કંઈ બોલવા તૈયાર નથી. આવું જ ગાંધીનગરમાં રૂ.7000 કરોડનું જમીન કૌભાંડ અમદાવાદના બિલ્ટરનું શંકરસિંહ વાઘેલાએ જાહેર કર્યું હતું. પણ તેઓ પણ મૌન બની ગયા છે.
રાજીવ સાતવે જણાવ્યું હતું કે, 2014ની ચૂંટણી દરમિયાન ભાજપે જાહેર કર્યું હતું કે અમે ભ્રષ્ટાચાર કરીશું નહીં અને કરવા દઈશું નહીં. પરંતુ હવે ચોકીદારો પૈસા ખાવા લાગ્યા છે. દેશ વિરોધી – દેશહીતને દાવમાં લગાવવાનું કામ આ રાફેલ ગોટાળામાં થયું છે. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને પોતાના મિત્રને ફાયદો કરાવવાની ગરબડ દેખાય છે. 2012માં ભારત સરકારની હિન્દુસ્તાન એરોનોટિક્સ કંપની અને ડસોલ્ટ એવિએશન વચ્ચે જે કોન્ટ્રાક્ટ થયો હતો તેમાં 526 કરોડમાં એક રાફેલ જેટ ખરીદીની વાત હતી. પણ પછી 36 રાફેલ જેટ વિમાનો રૂ.1670 કરોડની કિંમતે ખરીદવાનો ભાજપ સરકારે નિર્ણય કર્યો હતો. જેનાથી 41,2015 કરોડનો ચૂનો ભારતને લગાવાયો છે.
ઉદ્યોગપતિ મિત્રો સાથે ભાગીદાર બન્યા હોય એવું સ્પષ્ટ આ રાફેલ એરક્રાફ્ટની ખરીદીના કૌભાંડથી ફલિત થાય છે. આ કહીકતો કોંગ્રેસના કાર્યકરો જન જન સુધી લઈ જવા માટે દરેક જિલ્લા શહેર કક્ષાએ આંદોલન, ધરણાં અને રેલીના માધ્યમથી આવેદન આપી રહ્યાં છે. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવીને સમગ્ર કૌભાંડની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી રાષ્ટ્રપતિજીને વિનંતી કરવામાં આવશે અને રાફેલ એરક્રાફ્ટની ખરીદીમાં જે કોઈ ભ્રષ્ટાચાર થયો છે અને ભાજપની સામેલગીરી આમાં સ્પષ્ટ દેખાઈ રહી છે, તપાસ બાદ તથ્ય બહાર આવે તો વડાપ્રધાનનું રાજીનામું લેવામાં આવે તેવી માંગણી સાથે આવનારા સમયમાં આંદોલન કરવામાં આવશે. તેમ કોંગ્રેસે જાહેર કર્યું હતું.