લાંબી બિમારી બાદ અટલ બિહારી બાજપેઈનું અવસાન 93 વર્ષની ઉંમરે થયું છે. નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલ દ્વારા બુલેટિન જાહેર કરીને અટલ બિહારી વાજપેયીના નિધન અંગેની જાણકારી આપી હતી. તેમને ગુજરાતના મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષના નેતાએ શ્રદ્ધાંલિ આપી છે. વિરોધ પક્ષના નેતા ગાંધી આશ્રમ ખાતે ઉફવાસ પર બેઠા હતા. આ સમાચાર મળતાં ત સરકાર સામેના ધરણા પડતાં મૂકીને વાજપેઈને શ્રદ્ધાંલિ આપી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ અગ્રણી અટલ બિહારી બાજપેયીના અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ યુગના સૌથી મોટા નેતા અટલની ચીરવિદાયથી આપણને સૌને કદિ ન પૂરાય એવી ખોટ પડી છે. અટલ બિહારીજીને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને હરેક વ્યક્તિએ પ્રેમ-આદર સન્માન આપ્યા છે. અટલજીની વિશાળતા, દેશભક્તિ અને રાષ્ટ્ર માટેનો સમર્પિત ભાવ માત્ર કાર્યકર્તાઓને જ નહિં, સમગ્ર દેશના સૌ નાગરિકોને સદાકાળ પ્રેરણા આપતો રહેશે. સાચા અર્થમાં લોકહૃદયના સિંહાસને બિરાજતા લોકપ્રિય નેતા તરીકે અદકેરું સ્થાન-ચાહના મેળવ્યાં હતાં.
પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારી બાજપેયીજી ના દુઃખદ અવસાન અંગે ગુજરાત સરકારે આજથી 7 દિવસ નો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ સાત દિવસ 16 થી 22 ઓગષ્ટ દરમ્યાન જે સરકારી કચેરીઓ તેમજ સરકારી ઇમારતો પર રાષ્ટ્ર ધ્વજ નિયમિત પણે ફરકાવવા માં આવે છે ત્યાં અડધી કાઠીએ ફરકાવવા નો રહેશે..
સદ્દગત અટલબિહારી બાજપેયીજી ના આવતી કાલે અંતિમ સંસ્કાર ના દિવસે તેમના સન્માન માં સમગ્ર રાજ્ય માં સરકારી અર્ધ સરકારી કચેરીઓ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ શાળા કોલેજો યુનિવર્સિટીના ભવનો રજા પાળશે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે દિલ્હી પહોંચીને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારી બાજપેયીજી ના પાર્થિવ દેહ ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતાં.
25 ડિસેમ્અબર 1924માં ટલ બિહારી વાજપેયીનો જન્મ થયો હતો. તેઓ 10માં વડાપ્રધાન બન્યા હતા. 1996માં 13 દિવસ,, 1998-99માં 13 મહીના, 1999-2004માં પાંચ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યાં હતા.
લોકસભામાં 9 વખત ચૂંટાયા હતા. એક વખત ગાંધીનગર-ગુજરાતની બેઠક પરથી ચૂંટાયા હતા. બે વખત રાજ્યસભાના સભ્ય રહ્યાં હતા. તેઓ ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાંથી ચૂંટાયા હતા. જે તેમનો એક અનોખ વિક્રમ છે.
1969-1972માં તેઓ ભારતીય જન સંઘ પક્ષના પ્રમુખ રહ્યાં હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપેયીજી ના પાર્થિવ દેહ ને નવીદિલ્હી માં સદ્દગત ના નિવાસસ્થાને ભાવપૂર્વક શ્રદ્ધા સુમન અર્પણ કરી આદરંજલી આપી હતી.