દેશની સરહદનું રક્ષણ મીગ વિમાન હવે ભંગારવાડે

ભારતીય વાયુસેનામાં ત્રણ દશકથી દેશની રક્ષા કરતા ફાઇટર પ્લેન મિગ-૨૭ શુક્રવારે રાજસ્થાનના જોધપુર એરબેઝ ખાતે ૭ ફાઇટર પ્લેનોએ અંતિમ વાર ઉડાન ભરી હતી. વાયુસેનાના અનેક મોટા અધિકારી ઉપસ્થિત રહી વિમાનને સલામી આપી હતી. ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાંં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી,દુશ્મનના ઠેકાણાઓ પર રાકેટ અને બોમ્બ ચોકસાઇથી ફેંક્યા હતા. 2006થી કાફલામાં રહેલા પોતાના સ્ક્વાડ્રનને જોધપુર એરબેઝથી વિદાય આપવામાં આવી છે.

અગાઉ મિગ-૨૩ બીએન અને મિગ-૨૩ એમએફ અને વિશુદ્ધ મિગ-૨૭ વાયુસેનાથી પહેલા ન નિવૃત્ત થઈ ચૂક્યા છે. મિગ-૨૧ ટાઇપ ૭૭, મિગ-૨૧ ટાઇપ ૯૬, મિગ-૨૭ એમએલ અને મિગ-૨૭ અપગ્રેડ હજુ સામેલ છે.

આૅપરેશન પરાક્રમમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી હતી.

મંત્રાલયે કહ્યું કે, સ્ક્વાડ્રનની સ્થાપના ૧૦ માર્ચ ૧૯૫૮ના રોજ વાયુસેના હલવારામાં ઓરાયન (તૂફાની) પ્લેનથી કરવામાં આવી હતી. ૨૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ એરફોર્સ સ્ટેશન, જોધપુરમાં યોજાનારા એક ભવ્ય કાર્યક્રમમાં ભવ્ય સમારોહમાં પ્લેનને સેવાથી હટાવવામાં આવ્યા હતા.