ગૃહ રાજ્ય પ્રધાન અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદિપ જાડેજાએ, પ્રશ્ન ઊભો કરીને વિધાનસભાની કાર્યવાહીનો વિડિયો ન ઉતારવા માટે અધ્યક્ષે આદેશ આપ્યો હતો.
દેશમાં બીજા રાજ્યોમાં વિધાનસભા અને સંસદની કાર્યવાહી ટીવી પર જીવંત બતાવવામાં આવે છે. પણ ગુજરાતમાં તો વિડિયો ઉતારવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેથી લોકો ખૂશ નથી. પોતાના ધારાસભ્યો વિધાનસભામાં શું કરી રહ્યાં છે તે જીવંત જાણવાનો અધિકાર છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન રાજ્યમાં કોઈ પણ સ્થળની સરકારની કામગારી પોતાની કચેરીમાં ડેશ બોર્ડ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જાણે છે. તો પછી પ્રજાને કેમ આવી જીવંત કાર્યવાહી જાણવા દેવામાં આવતી નથી. એવો સવાલ સરકાર અને અધ્યક્ષને પૂછવામાં આવી રહ્યો છે.
ગૃહ રાજ્ય કક્ષાના પ્રધાન જાડેજાએ કહ્યું કે, 12 જુલાઈ ૨૦૧૯ના રોજની વિધાનસભા ગૃહની કાર્યવાહી દરમ્યાન શિક્ષણ વિભાગની માંગણીઓ અંગેની ચર્ચા દરમ્યાન વાંસદા મતવિસ્તારના ધારાસભ્ય અનંતકુમાર પટેલે તેમના વિસ્તારમાં આવેલી શાળાઓમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે ભાજપના ધારાસભ્ય નરેશભાઈ પટેલે વિધાનસભા અધ્યક્ષને ફરિયાદ કરી હતી કે ગૃહમાં ચાલતી કાર્યવાહીના વિડિયો ફરે છે અને તેઓ પણ વિડિયો ઉતારીને મોકલાવશે તો શું સારું લાગશે?
અધ્યક્ષએ આ પ્રકારે જો વિડિયો ફરતા હોય તો તે હકીકત ખૂબ જ ગંભીરતાથી લેવા જણાવ્યું છે. ગૃહની કાર્યવાહી દરમ્યાન કોઈ સભ્ય દ્ધારા ઓડિયો કે વિડિયો રેકોર્ડિંગ કરી તેને વાઈરલ કરવો તે બાબત તેવા સભ્ય દ્ધારા ગેરવર્તણૂક સમાન છે તે બાબત નિ:શંક છે. આ બાબત વિશેષાધિકારનો ભંગ બને છે કે કેમ તે પણ વિચારણા માંગી લે છે તેમ તેમણે ઉમેર્યું હતું.