જ્યારે મોદી સરકારે આ કરાર ફોક કર્યો, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા કેવી રીતે અને શા માટે જોખમમાં મૂકવામાં આવી?
ભારતીય હવાઈ દળે 2004 થી 2015 સુધીમાં 42 વિમાન સ્ક્વોડ્રન્સની જગ્યાએ 32 વિમાન સ્ક્વોડ્રન્સ ખરીદવાનું નક્કી કરાયું હતું. છ સ્ક્વોડ્રન્સ માટે વાટાઘાટ પૂર્ણ કરવાને બદલે, મોદીએ 36 વિમાનોને ઓર્ડર આપવા માટે વાટાઘાટ હેઠળ જુનો કરાર રદ કર્યો – જેમાં વિમાનના બે સંપૂર્ણ સ્ક્વોડ્રન્સનો પણ સમાવેશ થતો નથી. અગાઉની કોંગ્રેસ સરકારે નક્કી કરેલાં સોદામાં યુદ્ધ વિમાનો સપ્ટેમ્બર 2019માં જ મળવાના હતા. જો કરાર ચાલુ હોત તો રાફેલ એરક્રાફ્ટ 2019ની શરૂઆત સુધીમાં ભારતમાં આવી પહોંચ્યું હોત. અને એપ્રિલ 2019 સુધીમાં તો ભારતમાં યુદ્ધ વિમાન બનવાનું પણ શરૂ થઈ ગયું હોત.
સરકારે હજુ સુધી એ વાત સમજાવી નથી કે વડા પ્રધાન મોદીનો સોદો ‘કટોકટી’ની જરૂરિયાતને કેવી રીતે પરિપૂર્ણ કરી રહ્યો છે. કારણ કે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઓછા વિમાન ખરીદવામાં આવે છે. વિમાન આપવાનું તો સપ્ટેમ્બરમાં સોદા પર હસ્તાક્ષર કરવાની તારીખથી છ વર્ષ સુધી ચાલવાનું હતું.
સરકારી નહીં પણ ખાનગી કંપની પસંદ કરાઇ
એક વધુ નોંધપાત્ર મુદ્દો એ છે, કે અગાઉ સોદો નક્કી હતો તેમાં ડેસોલ્ટ કંપનીએ રાફેલ વિમાનના ઉત્પાદનની ટેકનોલોજી ભારત સરકારની હિન્દુસ્તાન એરોનોટિક્સ કંપનીને આપી દેવાની હતી. સપ્ટેમ્બર 2016ના મોદીના સોદામાં એવું નક્કી કરી દેવાયું હતું કે, ડેસૉલ્ટ કોઈપણ પસંદગીના ખાનગી ખેલાડી સાથે જોડાણ કરી શકે છે. ભારતમાં અનુભવ ધરાવતી હોય એવી એક પણ ખાનગી કંપની નથી કે જે, ફાઈટર પ્લેન બનાવી શકે. જેમાં અનિલ અંબાણી જેવા ઉદ્યોગપતિઓ દ્વારા નિયંત્રિત કંપનીઓનો પણ સમાવેશ થાય છે. અંબાણીની કંપની જે ફ્રાંસમાં 36 રાફેલ એરક્રાફ્ટ ખરીદવાના નિર્ણયના બે અઠવાડિયા પહેલા જ અંબાણીએ લશ્કરના સાધનોનું ઉત્પાદન કરવા માટે આ કંપની એકાએક બનાવી હતી. તેમ છતાં, ડેસૉલ્ટ એવિયેશન દ્વારા અનિલ અંબાણીની કંપનીને તેના ભારતીય ઓફસેટ ભાગીદાર તરીકે પસંદ કરી હતી. આ સૂચવે છે કે વિમાનની જાળવણી કરવાનું કામ બિનઅનુભવી લોકોના હાથમાં હશે. આ બાબત જ રાષ્ટ્રીય સુરક્ષા માટેનું મોટું જોખમ ઊભું કરે છે.
શું ફ્રાંસના સંરક્ષણના સોદામાં ખરેખર ગોપનીયતાની કલમ છે ખરી?
ભારત અને ફ્રાંસની સરકારો વચ્ચે 2008માં કરાર કરવામાં આવ્યો હતો. તે કરાર બંને સરકારોને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત માહિતી ગુપ્ત રાખવાની ફરજ પાડે છે. પરંતુ આ કરાર જાહેર ક્ષેત્રમાં છે નેતા વ્યાપારી સોદાની વ્યાવસાયિક બાબતોને ગુપ્ત રાખવાની જરૂર નથી. દલીલ કરી શકાય છે કે, લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર સંરક્ષણ સાધનો ખરીદવા માટે નાણાં ખર્ચે છે, ત્યારે આવી માહિતી જાહેર કરવી આવશ્યક છે. ડિસેમ્બર 2018 માં ડેસૉલ્ટ સાથેનો 2008 નો કરાર પૂરો થયો હતો. છતાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી 2018માં અગાઉના સોદાના ભાવોની વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેમણે આ કરારનો ઉલ્લેખ કર્યો હતો. ગુપ્તતાનો આ કરાર 2008માં પૂરો થઈ ગયો હતો. બે મહિના બાદ, મોદી સરકારે ફરી ‘ગુપ્તતા કરાર’ પર હસ્તાક્ષર કર્યા હતા.
12 માર્ચ, 2018 ના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા બાદ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદને જણાવ્યું હતું કે ગુપ્તતા કરારમાં સોદાની વ્યાવસાયિક બાબતોનો સમાવેશ થતો નથી. તેમણે કહ્યું કે મેક્રોને તેમને કહ્યું હતું કે રાફેલ એરક્રાફ્ટની કિંમત જાહેર કરવી કે નહીં તેનો આધાર ભારત સરકાર ઉપર છે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે, તો પછી કેવી રીતે ફ્રેન્ચ સરકાર ભારતની સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચ કે વિમાનની કિંમત જાહેર કરવા સામે વિરોધ કરી શકે ?
લોકોમાં તેથી શંકા મજબૂત બની છે. જો મોદીનો શુદ્ધ હાથ હોય તો શા માટે તેની કિંમતની વિગતો તેઓ છૂપાવી રહ્યાં છે. માત્ર સાધનોના ભાવ જાહેર કરવાથી તેમાં કઈ રીતે રાષ્ટ્રીય સુરક્ષા જોખમી બની શકે ?
ભારતની પીડા કોણ સમજે ?
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના સમયથી દેશને ફાઇટર એરક્રાફ્ટ સહિત સંરક્ષણ ઉપકરણોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન મોદીએ 2014માં ખૂબ જ પ્રસિદ્ધ ‘મેક ઇન ઇન્ડિયા’ યોજના શરૂ કરી હતી. ભારત જેવા વિકાસશીલ દેશ વિકસિત દેશોમાંથી તકનીક મેળવીને ઝડપથી ફાઇટર એરક્રાફ્ટ જેવા હાઇ-ટેક્નોલૉજી ઉત્પાદનો બનાવવા ક્ષમતા મેળવી શકે છે. ભૂતકાળમાં, હિન્દુસ્તાન એરોનોટિક્સ સ્વદેશી વિકસિત મારુત અને તેજસ લાઇટ કોમ્પેક્ટ એરક્રાફ્ટના ઉત્પાદનમાં ઘણા પડકારો અને વિલંબનો સામનો કરવો પડ્યો હતો.
126 રાફેલ વિમાનો ખરીદવાના હતા. ફ્રાંસથી ભારત 18 વિમાન ખરીદશે અને 108 વિમાન બેંગ્લુરુ સ્થિત હિંદુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડમાં બનશે.
હિન્દુસ્તાન એરોનેટિક્સ કંપનીએ સારી એવા તકનીક વિકસાવી છે. જેની સાથે તો મોદી સરકારે સોદો રદ કરી દીધો છે. વળી, તો હિન્દુસ્તાન એરોનેટિક્સ કંપનીને તે કામ મળ્યું હોત તો બીજા હજારો નાના એકમોને પણ તેનાથી ફાયદો થયો હોત. નાના ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો હોત. જો સ્વદેશી રીતે તે વિમાનનું નિર્માણ થયું હોત તો વિમાનના ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થઈ શક્યો હોત. ભારતીય વાયુ દળ માટે તેના વિમાનના મોટા કાફલાને જાળવી રાખવા માટે તે સરળ અને પ્રમાણમાં સસ્તું હોત. મોદીના સોદા હેઠળ, અનીલ અંબાણીની સંયુક્ત સાહસ કંપની (જેવી) ડેસૉલ્ટ સાથે મળીને 40 વર્ષ સુધી એરક્રાફ્ટ જાળવણી સંભાળશે. ઉપરાંત આયાત કરેલા વિમાનના ભાગો કે પૂર્જા પર ભારે આધાર રાખે છે.