દ્વારકા જિલ્લામાં આવેલ જામકલ્યાણપુર તાલુકાનો 900થી વધુ વસ્તી ધરાવતા નગડીયા ગામમાં એક યુવા ખેડૂતે આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી લીધી છે. આ વર્ષે વરસાદ ઓછો થયેલ હોઇ અને દેવાનું ડૂંગર મોટું થઈ જવાને લઈને નગડીયા ગામના વીરમભાઇ હાથીયા ખુટી નામના 33 વર્ષના યુવાને દવા પી આપઘાત કરી લેતા આ નાના પરીવારનો માળો વિખેરાય ગયો હતો. નાનાં એવા ખુટી પરીવારનો મોભી એવા મોટા દીકરા વીરમભાઇ ખુટી પોતાના પરીવારનું ગુજરાન ખેતી પર ચલાવતા હતાં.
બે વર્ષથી ઓછી મૌસમ થયેલ હોઇ અને ઉપર થી આ વર્ષ સાવ નહિવત વરસાદ થવાના લીધે પાક નિષ્ફળ ગયેલ હોઇ વીરમભાઇ ખુટી એક તરફ સરકારી બે લાખના દેવા હેઠળ હતાં તો બીજી તરફ આ ઘરની સંપૂર્ણ જવાબદારી નિભાવતા વીરમભાઇ ના પીતા હાથીયાભાઇ ખુટીને કેન્સર થયેલ હોઇ 7 લાખ જેટલા ખર્ચ થયેલ જે ઉછીના ઉધાર કર્યા હતા. આમ ઘણા સમયથી તેઓ મુંજવણમાં જીવી રહ્યા હતાં
નાનાં એવા નગડીયા ગામમાં આ યુવા ખેડુતે આપઘાત કરતા સમગ્ર ગામમાં ગમગીની છવાય ગઈ હતી. વીરમભાઇ ઉપર અંદાજે 15 લાખ જેટલું દેવું થઈ ગયું હતુ. શનિવારના દિવસે બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે પોતાના ખેતરમાં જ તેમને જીવનને અલવિદા કહી દીધુ હતુ.
દ્વારકા જીલ્લામાં કલ્યાણપુર તેમજ દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા પણ હજુ સુધી કોઇ સહાય ખેડૂત સુધી પહોંચી નથી. આ કારણે પણ ખેડુતોની આત્મહત્યામાં પ્રતિદિવસે વધારો થયા કરે છે. દેવાના ડૂંગર નીચે દબાયેલા ખેડૂતોને સરકારે સમયસર સહાય કરીને તેમનું અને તેમના પરિવારનું જતન કરવું જોઈએ. જોકે, હાલમા તો ખેડૂતો ભાજપાની સરકારમાં નિરાધાર થઈ ગયા છે, માત્ર મોટી-મોટી જાહેરાતો કરવામા આવે છે. તે ઉપરાંત મોટી-મોટી વાતો પણ કરવામા આવે છે પરંતુ ખેડૂત સુધી સરકારે જાહેર કરેલી કેટલી યોજનાઓની સહાય પહોંચે છે તેનો સાચો આંકડો અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યો નથી.
નગરોળ સરકાર ખેડૂતો સાથે મજાક કરી રહી છે. દૂધના ભાવ દિવસો-દિવસ ઓછા થઈ રહ્યાં છે, ડેરીમાં દૂધ ભરાવતા ખેડૂતોને ફેટ પ્રમાણે પૈસા આપીને પણ એકરીતે લૂટવામા જ આવે છે. તેમાં પણ ફેટ પ્રતિદિવસે દૂધના પૈસા ઓછા કરી દેવામા આવે છે. તો બીજી તરફ જોઈએ તો ખાતર-જંતુ નાશકો અને બિયારણના ભાવ આસમાને પહોંચી ગયા છે.