53 વર્ષ પહેલાં 1965ની 7 સપ્ટેમ્બરે ભારત-પાક યુધ્ધ સમયે પાકિસ્તાન નેવીએ ઓપરેશન દ્વારકા હેઠળ ગુજરાતના દ્વારકા પર સમુદ્ર માર્ગે હુમલો કર્યો હતો. જેમાં 49 લોકોના દ્વારકામાં મોત થયા હતા. દ્વારકા પર 350 બોંબ ફેંકવામાં આવ્યા હતા જે સમદ્રની ભરતીના કારણે બીજા સ્થળે પડ્યા હતા. તેથી દ્વારકા બચી ગઈ હતી. જેની ઉજવણી દર વર્ષે દ્વારકામાં ભાદરવા સુદ બારસના દિવસે વામન દ્વાદશ જયંતિએ વિજયોત્સવ ઉજવવામાં આવે છે. દ્વારકાધીશ મંદિરની ધજાનું પૂજન કર્યું હતું. જે અંગે લોકોએ યુદ્ધના દિવસો યાદ કર્યા હતા.
પાકિસ્તાન દ્વારા કાશ્મિરમાં હુમલો કરી કબજો કરવાનો પ્લાન કર્યો હતો. જેમાં ધ્યાન ભટકાવવા માટે દ્વારકા પર હુમલો કર્યો હતો. પાકિસ્તાને પી.એન.એસ બાબર, ખૈબર, બદર, જહાંગીર, આલમગીર, શાહજહાન, ગાઝી તથા ટીપુ સુલતાન જેવી શીપને દ્વારકા પર હુમલો કરવા મોકલી હતી.
પાકિસ્તાને તેની નજીકમાં રહેલા અને ત્વરીત હુમલો કરી શકાય તેવી સ્થાન તરીકે દ્વરકાના બંદરની પસંદગી કરી કે જે કરાચીથી 200 કીલોમીટર દૂર છે. પાકિસ્તાની વોર શીપે દ્વારકા બંદરે વિવિધ સ્થાનો પર 350 જેટલા બોમ્બ હુમલા કર્યા અને ભારે ખાનાખરાબી સર્જી હતી. આ હુમલામાં 49 લોકોના મોત થયા હતા. સાથે દ્વારકા શહેર, ભારતીય નેવલ બેઝ, નેવલ એર સ્ટેશન સહિતના વિસ્તારોને નૂકશાન થયું હતું.
જગતમંદિરને કોઈ જ નુકસાન થયું ન હતું. આમ છતાં પાકિસ્તાન દ્વારા 8મી સપ્ટેમ્બરને ‘વિજય દિન’ તરીકે ઉજવવામાં આવે છે. 1965માં દ્વારકામાં ભારતીય રડાર સ્ટેશન હતું. પાકિસ્તાની નૌકાદળની ઇન્ટેલિજન્સ વિંગના ઇનપૂટના આધારે જગતમંદિર અને આ રડાર સ્ટેશનને નિશાન બનાવી બોમ્બમારો કરવામાં આવ્યો હતો.
ભારતીય નૌકાદળ અહીં હુમલો ખાળવા નિષ્ફળ રહ્યું હતું. આ હુમલા અને વોર બાદ ભારતીય નેવીએ ઘણાં સુધારા કર્યા હતા. યુધ્ધ વખતે આ નેવલ બેઝના કેટલાક શીપ મુંબઈ તરફ ગયા હતા. પાકિસ્તાનના અચાનક હુમલા સમયે તે તરત પરત ફરી શક્યા ન હતા. તેથી યુધ્ધ બાદ જે તે નેવલ બેઝની શીપને અમૂક સિમિત અંતર સુધીજ મોકલવાની મર્યાદા નક્કી કરવામાં આવી. 1965ના આ યુધ્ધમાં પાકિસ્તાનની કારમી હાર થઈ હતી.
ફરીફરી હુમલા કરવા ધમકી
12 ઓક્ટોબર 2016ના દિવસે દ્વારકામાં સમુદ્ર કિનારેથી 10થી 15 આતંકી ઘૂસ્યાના એલર્ટને પગલે બેટ દ્વારકામાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ચાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ જગત મંદિરની સુરક્ષા વધારીને એસઆરપીના 60 અને પોલીસના 38 જવાન તૈનાત છે.