ધમકીની વિરોધમાં કિન્નરોના ધરણાં

હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા ગુનેગાર સંજય વ્યાસથી કિન્નરો ભયભીત બની ગયા છે. અન્ય કિન્ન્રર ગ્રુપના ઈશારે અખાડો છોડી દેવાની ધમકી આપનારા અને પેરોલ પર જેલની બહાર આવેલા ગુનેગારની ધરપકડમાં વિલંબ થતા કિન્નર મંડળને  ધરણાં પર બેસવું પડ્યું છે. એક નહીં બબ્બે કેસમાં વોન્ટેડ સંજય વ્યાસની શાહપુર પોલીસ ધરપકડ કરવામાં નિષ્ફળ ગઈ છે.