ધારાસભ્યએ ન કર્યું તે ગાંધીજીનું કામ કલેક્ટરે કર્યું

ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા કરીને મીઠાનો સત્યાગ્રહ 1930માં કર્યો હતો. દાંડીકૂચ દરમ્યાન ખેડા જિલ્લાના માતરના છબીલદાસ ટ્રસ્ટની ધર્મશાળામાં ગાંધીજી રાત રોકાયા હતા. તે સ્થળ આજે સચવાયું છે.  ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા અને આ સ્થળે ગંદકી છે. ગુજરાત સરકાર ગાંધીજીના સફાઈના નામે હાથમાં સાવરણા પકડીને ફોટો પડાવવાનો દેખાવ કરે છે. પણ ગાંધીજી જ્યાં રોકાયા હતા તે સ્થળની યાદો કાયમી રહે તે માટે મકાનની જાળવણી કરી શક્તિ નથી.

બાપુની યાદો સાથે સંકળાયેલી 20 બાય 10 ફૂટની નાનકડી ઓરડીને સ્વચ્છ બનાવી તેની જાળવણી કરવી જરૂરી છે. રાજનેતાઓને આ સ્થળ અંગે કોઈ મહત્વ ભલે ન હોય પણ ખેડાના કલેક્ટર આઈ. કે. પટેલનું સ્થાનિક નાગરોકએ આ બાબતે ધ્યાન દોરતાં તેમણે તુરંત મામલતદારને ફોન કરીને સફાઈ કરવા અને તેના ફોટો ગ્રાફ્સ તુરંત મોકલી આપવા માટે જણાવી દીધું હતું. મામલતદાર દોડી આવ્યા હતા અને તેની સાફાઈ શરૂ કરી હતી.

આ અંગે સ્થાનિક લોકોએ ધારાસભ્યનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તેમણે ગામના સરપંચ પર બધો મામલો ઢોળી દીધો હતો. જાણે ગાંધીજી તેમને ન હોય તે રીતે.