ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અને અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ તથા રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય અંબરીશ ડેર સહિતનાં કોંગ્રેસના આગેવાનોએ અમરેલીના મામલતદારને આવેદનપત્ર આપવા ગયા ત્યારે મામલતદારે વિપક્ષના નેતાનું માન રાખ્યા વગર તેમની સાથે બેહૂદું વર્તન કરતાં મામલતદારને ખખડાવી નાંખ્યા હતા. જ્યારે જામનગરના કલેક્ટરે જામનગરના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે ખરાબ વર્તન કરીને કલેક્ટરે એવી ખરાબ ભાષા વાપરી છતાં કોંગ્રેસના ધારાસભ્યો તેને સાંભળી રહ્યાં હતા. આમ ભાજપની વિજય રૂપાણીની સરકારમાં હવે અધિકારીઓ બેફામ થઈ રહ્યાં છે અને જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓ સાથે ખરાબ વર્તન કરી રહ્યાં છે.
અમરેલીનાં મામલતદાર સાથે અનાવારી ક્રોપ કટીંગમં સરકારી રેકર્ડ સાથે ચેડાં થયા હોવાનું જણાવી મામલતદારને આકરા પાણીએ ખખડાવી નાંખ્યાં હતા. અને મામલતદારને નિયમો સમજાવીને બોલતી બંધ કરી દીધી હતી. વિપક્ષી નેતાએ કહ્યું કે, ખેડૂતોથી આપણો દેશ ચાલે છે. ભાજપના સૂચનો અમલ તુરંત કરવા માટે કોંગ્રેસના નેતાઓએ મામલતદાર સમક્ષ નારાજગી વ્યકત કરી હતી.
પરેશ ધાનાણીએ મામલતદારને એમ પણ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે કંઈ પણ ખોટું કરશો તો કુદરત પણ માફ નહીં કરે, માટે સત્ય રીતે કામ કરવા જણાવી દીધું હતું.
જયારે ધારાસભ્ય અંબરીષ ડેરે આ અધિકારીને પણ આડે હાથ લેતા રાજકીય પક્ષનાં ખેસ પહેરી અને કામ કરો તેવું જણાવી દીધું હતું. આ અંગેનો વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો. સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં આજ દિવસ સુધી આનાવારી કરવામાં આવેલી નથી. આનાવારીનો સમય પણ પૂર્ણ થઈ ગયેલ છે. સિંચાઈના પાણીના અભાવના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયોલ છે. ઉપરાંતમાં પશુઓ માટે ઘાસચારાની અને પીવાના પાણીની અત્યારથી જ તંગી પડી રહી છે. ત્યારે ખેડૂતોના ખેતર ખાલી થઈ ગયેલ છે. મામલતદારે જણાવ્યું હતું કે અધિકારીઓ મગફળીની ખરીદીમાં વ્યસ્ત હોવાના કારણે આજદિન સુધી આનાવારી થઈ શકી નથી. તેથી અધિકારીઓ સામે પગલાં લેવાની માંગણી છે.
જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા અને કોંગ્રેસના જામનગર જિલ્લાના બીજા ધારાસભ્યો કલેક્ટર રવિ શંકર સમક્ષ ફરિયાદ કરવા માટે ગયા ત્યારે ધારાસભ્યોને ખખડાવી નાંખીને કહ્યું હતું કે તમે મને મળવાનો સમય લીધો કેમ અહીં આવ્યા છો ? મારી બેઠક ચાલતી હતી તો તમે મારી કચેરીમાં કેમ આવી જ શકો એમ કહીને રીતસર ધારાસભ્યોને ખખડાવી નાંખ્યા હતા. ધારાસભ્યોની સાથે રવિ શંકરે આ રીતે વાત કરી તો સામાન્ય લોકો સાથે તેમનું કેવું વર્તન હશે એ સમજી શકાય તેમ છે.
આમ રૂપાણીની સરકારનો હવે અધાકારીઓ પર કોઈ અંકુશ નથી. અધિકારીઓ બેફામ બની રહ્યાં છે. તેઓ ધારાસભ્ય કરતાં પણ વધું સત્તાથી વાત કરી રહ્યાં છે.