ભાજપના ધારાસભ્ય દ્વારા હવે કારખાનામાં કામ કરતા લેબરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પરપ્રાંતિય (હિન્દીભાષી-ઉત્તર ભારતીય) સામે ધમકી આપીને કહ્યું છે કે, ઉત્તર ગુજરાતના કારખાનાઓમાં જો 80 ટકા ગુજરાતીઓને નોકરી નહી ંઆપવામાં આવી હોય તો તે બરાબર નહી ં થાય. હું આ બધી ફેક્ટરી તપાસવાનો છું. રાજેન્દ્રસિંહે કહ્યું છે કે જો કારખાનાઓમાં 80 ટકા સ્થાનિક ગુજરાતીઓને રોજગારી આપવામાં નહીં તો આંદોલન કરવાની ફરજ પડશે. ભાજપના રાજેન્દ્રસિંહે કહ્યું કે સ્થાનિક લોકોએ રોજગાર નહીં અપાય અને જો બહારના લોકોને રોજગાર અપાશે તો હું વિરોધ કરીશ એવું વીડિયોમાં દેખાઇ રહ્યું છે.
ભાજપના ધારાસભ્યએ કહ્યું હતું કે હું તત્કાલ ફેક્ટરીઓનો સરવે કરાવીશ અને જો 80 ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો હું જાહેરમાં 50 ગામના લોકો અહીં હાજર છે, ત્યારે કહું છું કે, મારે લો એન ઓર્ડરની સાથે આંદોલન કરવું પડશે તો હું કરીશ. સમગ્ર ટીમને સાથે રાખીને બેસીશ. પરંતુ એવી રીતે સ્થાનિકોને રોજગારી નહીં મળે તો અમે નહીં ચલાવી લઇએ. આવું જ કોંગ્રેસના અલેપ્શ ઠાકોર કહી રહ્યાં છે. લોકોને ઉશ્કેરતાં હોવા છતાં આ બન્ને ધારાસભ્યોની સામે કોઈ ગુનો દાખલ કરાયો નથી.
કોંગ્રેસના ડીસાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મહિલાઓને ઉશ્કેરતાં કહ્યું હતું કે, બળાત્કાર કરનારને જીવતો સળગાવી દેજો જોઈએ. આમ તેમનું આ નિવેદન તો અત્યંત ઘાતકી છે. છતાં તેમની સામે કોઈ ગુનો દાખલ કરાયો નથી.
સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામમાં બનેલી એક ચકચારી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિઓ ઉપર ગુજરાતમાં હુમલા થવાની ઘટનાઓ વધી ગઇ હતી. જેનો લાભ ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના ધારાસભ્યો લઈ રહ્યાં છે. વિપક્ષ ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો સામે સરકાર પોતાની જવાબદારીથી છટકીને કોંગ્રેસ પર દોષ ઢોળી રહી છે.
રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, માનવીય સંવેદનાની વાત છે. આ સંવેદનાના આધારે સમગ્ર ટીમ અહીં બેઠી છે. અને બીજી વાત યુવાનોની એ હતી કે ફેક્ટરીઓમાં પરપ્રાંતિઓ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જાહેર કર્યું હતું કે જે કોઇપણ ફેક્ટરીઓમાં 80 ટકા સ્થાનિક લોકો હોવા જોઇએ.
કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો દ્વારા હિન્દી ભાષી કામદારો, કારીગરો અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.
એક તરફ ભાજપે હિન્દી ભાષીઓ અંગે કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાને ધેરી લીધી છે તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય દ્વારા હિન્દીભાષીઓને નિશાન બનાવવામાં આવતા વિખવાદો વકરી રહ્યાં છે.
ગુજરાતી
English




