ધોરણ- 10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ

રાજ્યમાં ધોરણ- 10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર થઇ ગયું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 79.63 ટકા છે. સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું 46.38 ટકા આવ્યું છે. ધોરણ-10ના પરિણામમાં દિકરીઓઓ બાજી મારી છે. છોકરીઓનું પરિણામ 72.64 ટકા આવ્યું છે, જ્યારે છોકરાઓનું પરિણામ 62.83 ટકા છે. ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આ જ જિલ્લાનું તડ છે. જેનું પરિણામ 17.63 ટકા છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકે છે.

ધોરણ-10માં 100 ટકા પરિણામ ધરાવતી 366 શાળાઓ છે, જ્યારે 995 શાળાઓ એવી છે, જેનું પરિણામ 30 ટકા કરતા પણ ઓછું છે. 63 શાળાઓ એવી પણ છે કે જેનું પરિણામ 0 ટકા છે. ગુજરાતી માધ્યમનું ધોરણ 10નું પરિણામ 64.58 ટકા છે, હિન્દી માધ્યમનું 72.66 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.11 ટકા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019નાં ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે. આજે એટલે કે તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરાશે.