માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષા તા.૧૪ થી ૨૬ ફેબ્રુઆરી-ર૦ર૦ અને તા. પ થી ૨૧ માર્ચ- ર૦ર૦ દરમિયાન લેવાશે.
ધોરણ-૧૦ની પરીક્ષાઓમાં ૧૦.૮૭ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
ધોરણ-૧ર વિજ્ઞાનપ્રવાહમાં ૧.૪૩ લાખ,
ધોરણ-૧ર (વિજ્ઞાન પ્રવાહ) પ્રેકટીકલ પરીક્ષામાં ૧.૪૩ લાખ,
ધોરણ-૧ર (વિજ્ઞાન પ્રવાહ) ગુજકેટમાં ૧.પ૦ લાખ ધોરણ-૧ર (સામાન્ય પ્રવાહમાં) પ.ર૭ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા ૬૪,૦૦૦ જેટલા પરીક્ષા કેન્દ્રોમાં સી.સી. ટીવી કેમેરા મૂકવામાં આવશે. જરૂર પડે ત્યા વિકલ્પે ટેબલે રહેશે. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકો દ્વારા પરીક્ષા ખંડના સી.સી.ટીવી ફુટેજની સી.ડી. બનાવીને બોર્ડને તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલાશે અને સી.ડી.ની ચકાસણી કરાશે.
૩૧/૩/ર૦ર૦ના રોજ ગુજકેટની પરીક્ષા લેવાશે. ધોરણ-૧ર (વિજ્ઞાન પ્રવાહ)ની પ્રેકટીકલ પરીક્ષા તા.૧૪ થી ર૬ ફેબ્રુઆરી-ર૦ર૦ દરમિયાન લેવાશે.
૧પપ૦ પરીક્ષા કેન્દ્રો, ૬૦૦૦ જેટલા બિલ્ડીંગો અને ૬૪,૦૦૦ પરીક્ષાખંડોમાં પરીક્ષા લેવાશે. કુલ-૧૭ દિવસ દરમિયાન ૧૩૭ વિષયોની પરીક્ષા લેવાશે.
જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રચાયેલી પરીક્ષા સમિતિ કામગીરીનું સંચાલન કરાશે.
વિઝીલન્સ બોર્ડની પણ રચના કરાઈ છે. આ માટે દરેક જિલ્લા વાઈઝ વિજીલન્સ સ્કોર્ડની બે ટીમ રચવામાં આવશે. દરેક ટીમમાં ૧ કન્વીનર અને બે થી ત્રણ સભ્યો રહેશે. સમગ્ર રાજ્યમાં વિજીલન્સ સ્કવોર્ડની ૮૦ ટીમ કાર્યરત રહેશે. આ ટીમ દ્વારા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર ઉપરાંત જ્યાં ફરિયાદ મળી હોય તેવા કેન્દ્રો પર સતત દેખરેખ રાખી શકાશે.
પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા દોષિત સાબિત થયે ૩ વર્ષ કરતા ઓછી ન હોય અને પાંચ વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા ર લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને શિક્ષા કરવાની જોગવાઈ કરાઈ છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાએ પરિક્ષાની સમીક્ષા કરી હતી.