ધોરાજી ની જીવાદોરી સમાન ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ભાદર નદીનું પાણી ના પીવા લાયક છે ના ખેતી લાયક.આજે ધોરાજી ઉપલેટા ના જનપ્રતિનિધિ દ્વારા આયોજિત ભાદર બચાવો અભિયાન અંતર્ગત એક જનસભાને સંબોધન કર્યું.સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાયીના પાણી ની અછત છે.સરકારે કરોડના ખર્ચે ધોરાજી,કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણી માટે ભાદર-૨ જૂથ યોજના બનાવે છે,પરંતુ જેતપુર વિસ્તારમાં આવેલ ડાઇંગ ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી પ્રોસેસ હાઉસમાં ટ્રીટમેન્ટ કરવાને બદલે ભાદર નદીમાં છોડવામાં આવે છે.જેને લઇને વિશાળ જળરાશિ ધરાવતા ભાદર-૨ અને ભાદર નદી નું પાણી પીવાના કે વપરાશ લાયક કામમાં આવતું ન હોવાથી.સ્થાનિક લોકોમાં રોષ છે.
ભાદર-૨ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા પાણીને દુષિત કરતા ઉદ્યોગપતિઓની વિરોધીમાં આજે ભાદર-૨ નદીમાં જળસમાધિ કરતા પહેલા ૩૦૦ થી વધુ પોલીસે બળજબરીપૂર્વક અમારી ધરપકડ કરવામાં આવી.ધરપકડ બાદ જામીન પર મુક્ત કર્યા. સત્ય અને ખેડૂતોની લડાઈ લડતા અમને રોકવામાં આવી રહ્યા છે.ભાદર-૨ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ભૂખી ગામના ૭૦ લોકોને કેન્સર અને ૩૦૦ લોકોને ચામડીના રોગ થયેલા છે આની જવાબદારી કોણ લેશે ??