ધ એલ્ડર્સ ગૃપે ગુજરાતમાં આરોગ્ય અંગે વિગતો મેળવી

પૂર્વ યુ.એન. – યુનાઈટેડ નેશનના મંત્રી બાન કી મૂન (Ban Ki-moon) અને નોર્વેના પૂર્વ પ્રધાનમંત્રી સુશ્રી ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડ (Gro Harlem Brundtland)એ ગુજરાત સરકરાની મુલાકાત લીધી હતી. બેઉ હાલ ધ એલ્ડર્સ ગૃપ કે જે નેલ્સન મન્ડેલાએ 11 વર્ષ પહેલાં સ્થાપેલું છે તેના ઉપક્રમે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની પ્રવૃત્તિઓથી પરિચિત થવા ગુજરાત આવ્યા છે.

બાન કી મૂન અને ર્હેલેમ બ્રુન્ટલેન્ડએ ગાંધીનગર જિલ્લાના ઉનાવાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી હતી. તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પણ મળ્યા હતા.