માદક પદાર્થોમાં ભારતમાં મદિરા, ગાંજો, તમાકુ, અફીણ, તાડી, મહુડાંનો સમાનેશ થાય છે. જેમાં હવે કેમિકલ્સ યુક્ત તાડીનું વેચાણ વધી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં આવી હાલત છે. જેનાથી દારુ જેવો જ નશો ચઢે છે. ઝેરી શરાબ જેની ઘાતકી અસર તેની થાય છે અને લાળગ્રંથી સૂકાઈ જાય છે. શરીરનું તંત્ર વેરવિખેર કરી નાંખે છે. કિડની અને પાચનતંત્ર લગભગ ખતમ કરી નાંખે છે. દેશી દારુ કરતાં પણ તેની ખતરનાક અસર થતી હોવા છતાં તેમની સામે કોઈ આકરા પગલાં લેવામાં આવતા નથી. આ વ્યવસાયમાં ગુજરાત બહારના લોકો જ કેમિકલ તાડી વેચવાનું સમગ્ર રાજ્યમાં કરે છે. તાડીનું વેચાણ કરીને લોકોને બરબાદ કરતાં હોવા છતાં ગુજરાતની ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા આંખ આડા કાન કરીને લોકોનું આરોગ્ય ખરાબ કરીને મોતના મુખમાં ધકેલી રહ્યાં છે.
આણંદ જિલ્લામાં બનાવટી તાડી બનાવીને ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવે છે. આવો એક હજાર કિલો જત્થો 18 જૂલાઈ 2018ના રોજ પકડાયો છે. જેનું કેમીકલ એનાલીસીસ ગાંધીનગરની એફ.એસ.એલ. લેબોરેટરીમાં ચાલી રહ્યું છે. આણંદના સરદારગંજમાં આવેલી સુર્યા રોડ લાઈન્સના ગોડાઉનમાંથી આ નશાયુક્ત 1000 કિલો પદાર્થ પકડી પાડવામાં આવ્યો છે. જેની કિંમત એક લાખ રૂપિયા થાય છે. આ કેમિકલ વાપીની દર્શન કેમિકલ ફેક્ટરીમાંથી લાવવામાં આવ્યો છે. જે આણંદમાં રમેશ કોસ્યા રાછોકોન્ડાને મોકલવામાં આવ્યો હતો. જેની વિરૂધ્ધ તાડીના અનેક કેસો કરાયા છે.
દાહોદમાં દુષણ
આણંદ ઉપરાંત દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ગેરકાયદેસર બનેલી કેમીકલ્સ યુક્ત તાડી વેચવામાં આવી છે. ઘાતક કેમીકલ જેવા નશીલા દ્વવ્યો નાંખી દારૃ અને તાડી બનતી હોવાથી તે બંધ કરાવવા સંજેલી તાલુકાના ગ્રામજનો દ્વારા સંજેલી પોલીસ મથકે 9 – 7 – 2018ના રોજ લેખીત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પોલીસને હપ્તા મળતા હોવાના કારણે આવા જોખમી કેમિકલ્સ બંધ કરવામાં આવતાં નથી. તેથી જનતા રેડની પણ ચમકી આપવામાં આવી હતી. સંજેલી તાલુકાના 56 આદિવાસી ગામોમાં ગરીબ અને અભણ લોકોને નશો કરવા માટે કેમિકલ નાંખી આપવામાં આવે છે. યુવાનો તેના નશાનો શિકાર બને છે. દારૃના રવાડે નશામાં ચડેલા કેટલા લોકો ગંભીર પ્રકારની બીમારીમાં સપડાય છે અને કેટલીય બહેનો નાની ઉંમરે વિધવા બની જાય છે. તાડીનો દારુ એકદમ સસ્તો મળતો હોવાથી ગરીબ પ્રજા પી રહી છે. પરપ્રાંતિઓ તેનો લાભ ઉઠાવી રહ્યાં છે. ગુજરાતનું પોલીસ તંત્ર હપ્તાખોર બની ગયું છે. સરકાર મૌન છે.
પેટલાદમાં મોત
પેટલાદમાં તાડીથી યુવકનું મોત નીપજ્યું હતું છતાં પોલીસે તુરંત કોઈ કાર્યવાહી કરી ન હતી.એક અઠવાડિયા બાદ પોલીસ સક્રિય બની છે. પોલીસે બાતમીના આધારે ઝેરી કેમિકલ સાથે તાડી બનાવવાના કેફી પદાર્થ સાથે એક ગુજરાત બહારના યુવકને ઝડપી પાડ્યો હતો. સંજાયા ગામમાં બસ સ્ટેન્ડ નજીક વડતાલ વલેટવા રોડ પરથી બાઈક સવાર શીનું શંકર બોમ્બર ગોની (રહે. આંધ્રપ્રદેશ) પાસેથી 3300 ગ્રામ કેમીકલ જેવો નશા યુક્ત પદાર્થ, 60 ગ્રામ સફેદ પાવડર તેમજ 115 લીટર કેમિકલમાંથી બનાવેલી તાડી મળી આવી હતી. આ કેમિકલ જેવો પદાર્થ મૂળ આધ્ર પ્રદેશના અને હાલમાં મોગરી ગામે સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા કોઈ જાની નામના શખસે આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જાની અને તેનો સાળો રણજીત કેમિકલ અને નશાયુક્ત પદાર્થમાંથી તાડી બનાવી જુદા જુદા સ્થળે તે આપે છે. કેમિકલયુક્ત તાડીના લાંબા વખતના સેવનથી લાળગ્રંથી સુકાય જાય છે
કેમ બને છે નકલી તાડી
સફેદ દાણા જેવા કેમિકલના 100 ગ્રામ કેમિકલમાં પાણી ઉમેરી 10 લીટર પાણી જેવી દેખાતી તાડી બનાવાય છે. જ્યારે તાડના ઝાડ પરથી ઉતરથી તાડી જેવો રંગ લાવવા તેમાં લીટર દીઠ એક ગ્રામ પાવડર ઉમેરવામાં આવે છે. આમ 300 રૂપિયાના કાચા માલના દસ લીટરમાં રૂ.1000નો નફો લેવામાં આવે છે.
સુરતમાં ઝેરી તાડી
સુરતના ભોરિયા ગામે ઝેરી તાડી બનાવવાના કેમિકલ સાથે 26 ઓગષ્ટે એક વ્યક્તિ ઝડપાયો હતો. પરપ્રાંતિય યુવાનની મોટરસાયકલની ડીકી માંથી એક કિલો ગ્રામ જેટલો ખતરનાક ઝેરી પદાર્થ અને પાઉડર કેમિકલ કોથળીના પાઉચમાં ભરેલી હાલતમાં મળી આવ્યા હતાં. કોથળીમાં ભરેલો સફેદ કલરનો બ્રાઉન સુગર કે મેન્ડેકસ જેવો પાઉડનો એક કિલો જેટલો જથ્થો મળ્યો હતો. આ મોટર સાયકલ ચાલક રાજુ વેંકટ ગૌડસ (હાલ રહે. મીઠાકુવા ફળીયું નોગામા ગામ, તા. ચીખલી,જી. નવસારી મૂળ રહે. તુમાલગુડ ,તા. નાલકટપેલી,જિ. નાલગૌડા(તેલંગણા રાજ્ય)ની પોલીસે આ ઝેરી કેમિકલ પાઉડર સાથે ધરપકડ કરી હતી. બનાવટી તાડી વેચવાનો અડ્ડો ચલાવતા હરેશ રમેશ નાયકા અને લક્ષ્મી રમેશ નાયકાને ત્યાં તેમાંથી થોડો જથ્થો પહોંચાડ્યો હતો. જ્યાં દરોડો પાડતાં એક લિટરની કેમીકલથી બનાવેલી ઝેરી તાડીનો 12 લિટર જથ્થો પકડી પાડયો હતો. મહિલા બુટલેગર લક્ષ્મી નાયકા ઝડપાઈ ગઈ હતી. જ્યારે બુટલેગર હરેશનાયકા ભાગી છુટ્યો હતો.
10 રૂપિયામાં એક પોલટી બનાવટી તાડી
હાલમાં મહુવા તાલુકા ઉપરાંત ,બારડોલી , પલસાણા, નવસારી , ચીખલી , વાંસદા અને વાલોડ તાલુકાના ગ્રામ્ય આદિવાસી વિસ્તારોમાં ઝેરી પદાર્થ કેમિકલથી ડૂબ્લીકેટ તાડીનું નશીલુ પીણું બનાવીને વેંચવાનું મોટો કારોબાર બુટલેગરોએ શરૃ કર્યો છે. માત્ર 10 કે 15 રૃપિયાની એક લીટરની પોટલી બનાવી આ પીણુ વેચવામાં આવે છે, જેને લઈને આ ઝેરી પીણાના બંધાણી થઈ ગયેલા લોકો ગંભીર રોગનો શિકાર બની મોતના મૂખમાં ધકેલાઈ રહ્યા છે.
બોરસદ પણ તેમાં છે
બોરસદના કસારી પાટિયા નજીક પોલીસે 14 જૂન 2018માં દરોડા પાડી બે શખ્સોને કેમિકલયુક્ત તાડી બનાવતા ઝડપ્યા બોરસદ: શહેર પોલીસે આજે સવારના સુમારે કનિદૈ લાકિઅ કસારી પાટીયા પાસે દરોડો પાડીને બે શખ્સોને કેમીકલયુક્ત તાડી બનાવવાની સામગ્ર સાથે બે શખ્સોને ઝડપી પાડીને કુલ 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કનિદૈ લાકિઅ સપ્લાય કરનારને સફેદ દાણદાર પદાર્થ તથા 5 લીટર કેમીકલયુક્ત તાડી મળી આવી હતી. જેથી ચાલકનું નામઠામ પુછતાં તે મુળ આન્દ્રપ્રદેશનો પરંતુ હાલમાં બોચાસણ લાંબી સીમ મોચનપુરા વિસ્તારમાં રહેતો અભિષેકર સાઈદુલુ તાન્ડા હોવાનું ખુલવા પામ્યું હતુ. સફેદ દાણા અંગે પુછપરછ કરતાં તેના મામા રમેશ કાશ્યા રાચકોન્ડા (રે. બોચાસણ)પોતાના મકાનમાં મુકી રાખે છે અને બાઈક પર પોહંચાડે છે.
બનાવટી તાડી એક નું મોત
પેટલાદ તાલુકાના પંડોળી ગામે કેમિકલવાળી તાડી પીવાથી એક યુવાનનું મોત થયું હતું. તેનો મતલબ કે અનેક સ્થળે આવી તાડી વેચાઈ રહી છે. સંજાયા ગામના બસસ્ટેન્ડ પાસેથી શીનુ શંકરભાઈ બોમ્બર ગોની (મુળ આંદ્રપ્રદેશ) તલાશી લેતા તેની પાસેની ૩૩૦૦ ગ્રામ કેમિકલ નશાયુક્ત પદાર્થ, 60 ગ્રામ સફેદ પાવડર તથા 115 લીટર તાડી મળી આવી હતી. જે મોગરી ગામે રહેતો જાની નામનો મુળ આંધ્રપ્રદેશનો રહેવાસી તથા તેનો સાળો બન્ને ભેગા મળીને કેમિકલવાળી તાડી બનાવીને જુદા-જુદા સ્થળોએ સપ્લાય કરવાનો ધંધો કરે છે.
ઉત્તર પ્રદેશમાં ઝેરી તાડી પીવાથી 5 મોત
ઉત્તર પ્રદેશ અને ગુજરાત બહારના પરપ્રાંતીય લોકો નકલી તાડી બનાવીને ગુજરાતના લોકોને મોટા પ્રમાણમાં બરબાદ કરી રહ્યાં છે. 8 જૂલાઈ 2017ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના રૌનાપાર વિસ્તારમાં ઝેરી તાડી પીવાથી પાંચનાં મોત થયાં હતા. અન્ય છ ગંભીર રીતે બીમાર પડી ગયા છે. રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ તાડીકાંડની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તેમની સૂચના પર ત્રણ પોલીસકર્મીઓ અને છ એક્સાઈઝ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ ક્યારેય કોઈ પોલીસને સસ્પેન્ડ કર્યા નથી. આવા બુટલેગરો ગાંધીનગર સુધી હપ્તા પહોંચતા હોવાના આરોપો પણ લાગતાં આવ્યા છે. રૌનાપાર પોલીસ સ્ટેશન હેઠળના કેવટહિયા ગામમાં 12 લોકોએ તાડી પીધી હતી. તાડી પીધા બાદ તેમની સ્થિતિ કથળી હતી. મૃતકોમાં રામવૃક્ષ, ચરિત્ર, શિવકુમાર, શ્યામપ્રિત, રામનૈયન, શોબરી, કેશવનો સમાવેશ થાય છે.
બિહાર પણ ગુજરાતના પંથે
હવેથી દારૂ કે તાડી પિનાર, વેચનાર અને વ્યાપાર કરનારા સામે બિહારના નીતિશ કુમારે તત્કાલિક અસરથી દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દીધો છે. દેશી દારૂની સાથે સાથે વિદેશી દારૂ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. હોટલ કે બારમાં પણ દારૂ નહીં મળે. આ સાથે જ બિહાર દેશનું ચોથું દારૂ પ્રતિબંધિત રાજ્ય બની હતું છે. ગુજરાત, નાગાલેન્ડ અને મિઝોરમમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ પહેલેથી જ દલાયેલો છે. તાડી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાબતે નીતિશે કહ્યું હતું કે તાડીમાં પણ માદક ગુણો રહેલા છે. તાડી પણ નશીલુ પીણું છે, તેથી તેના પર પણ તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાગુ થશે. તેમણે ઉમેર્યું હતું કે હવેથી હાટ બજારમાં કે સાર્વજનિક સ્થળો પર તાડીની દુકાનો નહીં ખુલી શકે. તાડીની જગ્યાએ નીરાને પ્રોત્સાહન આપવામાં આવશે. નીરા સ્વાસ્થ્યવર્ધક હોય છે અને તેમાં માદકતા હોતી નથી.
અસલી તાડી
અમદાવાદથી માત્ર 90 કિલોમીટર દૂર આવેલ ખંભાતના અખાતના વિસ્તારમાં તાડના વૃક્ષો પરથી તાડીનો રસ મેળવવામાં આવે છે. ગુજરાતમાં તે નશાબંધીના કાયદા હેઠળ આવી ગયો છે. ત્યારથી તેનો ઉપયોગ ઘટ્યો છે. પણ નકલી તાડીનો રસ સસ્તો પડતો હોવાથી અને વધું નશો કરતો હોવાથી તેને લોકો પીવા લાગ્યા છે. 30 વર્ષ પહેલાં ગુજરાત સરકાર પોતે પ્રચાર કરતી હતી તે એક ગ્લાસ નીરો-તાડી પીવો અને તંદુરત્સ રહો. હવે આ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. ત્યારે ઠેર-ઠેર તાડના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. અંદાજિત 50 હજાર કુટુંબો તે થકી રોજગારી મેળવતા. આજે તો અમુક વિસ્તારના તાડવૃક્ષના જંગલો ભેંકાર ભાસે છે. પારસી લોકોએ તાડીને વધારે સમર્થન આપ્યું છે. તાડીમાં માદકતા છે, તે ખોરાક પણ છે. સવારે બે વાગ્યે તાડીના વૃક્ષ પર ટોચ પર કાપા મૂકીને રસ મેળવવામાં આવતો હતો તે એકઠો કરવા માટે માટલા મૂકવામાં આવતા હતા. જે ચઢીને તેના ઉપરથી નીરો પાણી મેળવવા માટે માટલા મૂકેલા હોય તે ઉતારવામાં આવતાં હતા. અમદાવાદના ખમાસા, રાયખડ, બહેરામપુરા, જમાલપુર અને ભદ્ર ખાતે હાલ તાડફળીની સંખ્યાબંધ લારીઓ જોઈ શકાય છે.
તાડીનું ફળ
કોથળીઓમાં પેક સામાન્ય દેખાતી દરેક તાડફળીને કાઢવા માટે જબરદસ્ત જહેમત કરવી પડે છે. હકીકતે મોટી સાઇઝના ભુઠ્ઠા જેવા તાડફળ હોય છે. તેને ઝાડ ઉપરથી ઉતારી બાદમાં લીલા નારિયેળની જેમ છોલવું પડે છે. અંદર ત્રણ દિશાએ ત્રણ તાડફળી ‘પેક’ હાલતમાં હોય છે. જેને ચાકુ વડે બહાર કાઢવું પડે છે. રાજ્યભરમાં આમ તો તાડના લાખો વૃક્ષ છે. પરંતુ તે પૈકી હાલ અમૂક જ વિસ્તારના વૃક્ષો સારી તાડફળી આપે છે. જંગલખાતુ જાહેર હરાજીથી આ વૃક્ષોનો કોન્ટ્રાક્ટ આપે છે અગાઉ જે પરિવારો નીરાના ધંધા સાથે સંકળાયેલા હતા. મોટાભાગે તેઓ કોન્ટ્રાક્ટ મેળવતા હોય છે. માત્ર 22થી 24 દિવસ માટે ફળ આવે છે.
તાડીનો રસ
તાડીનો રસ; તાડ, નાળિયેરી, ખજૂરી વગેરેનો કેફી રસ. ખજૂરી અને એ જાતનાં ઝાડવાં જે ખજૂરાં કહેવાય છે તેને ડૂંખમાંથી છેદવાથી તેમાંથી રસ ઝરે છે. તેને ગાડવા બાંધી તેમાં ઝીલવામાં આવે છે, તેને તાડી કહેવામાં આવે છે. તાજા રસને નીરો કહે છે. સૂર્યોદય થયા પછી એ રસને ફીણ ચડી ઊભરો આવે છે અને જો રાખી મૂક્યો હોય તો ખૂબ ખાટો સરકો થાય છે. તાજા રસમાં ચૂનો નાખવાથી તે ઊભરાતો કે ખાટો થતો નથી. તેને ઉકાળીને ખાંડ કે ગોળ બનાવવામાં આવે છે. તાડીનો ગોળ શેરડીના ગોળ કરતાં પસંદ કરવા જેવો છે. પંચમહાલમાં ઘોઘંબા, રાજગઢ, જાંબુઘોડા તેમજ દાહોદના બારીઆ, લીમખેડાના ગ્રામિણ વિસ્તારના આદિવાસી પ્રજા ઉનાળા દરમિયાન તાડી-નીરો વેચાણ કરી પોતાના કુટુંબનું પેટીયું રળી લે છે.
ગુજરાતી
English



