જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
,સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને જીટીયુ સંલગ્ન કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને નમો ઈ ટેબલેટ વિતરણ કરતાં
જણાવ્યું હતું કે આપણે ગુજરાતમાં બેકારોની ફોજ ઊભી નથી કરવી પરંતુ ગુજરાતનો યુવાન જ્ઞાનની વૈશ્વિક હરીફાઈમાં
સમૃદ્ધ બને અને નોકરી મેળવનાર નહીં પરંતુ નોકરીદાતા બને તે દિશામાં ગુજરાત સરકારે કામ કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ અમારા હૈયે વિદ્યાર્થી નું હિત છે તેમ સ્પષ્ટ કહી ને કહ્યું કે ગયા વર્ષે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપ્યા
એટલે અમુક લોકો એવી વાત કરતા હતા કે ચૂંટણીનું વર્ષ છે એટલે ટેબલેટ આપે છે પરંતુ ચાલુ વર્ષે પણ ગયા વર્ષ કરતાં
પણ વધારે સંખ્યામાં અતિ લેટેસ્ટ ટેબલેટ સરકાર આપી રહી છે . દર વર્ષે સારામાં સારા ટેબલેટ વિદ્યાર્થીઓને મળશે
.ટેબલેટ ની ગુણવતા પણ ઉચ્ચતમ કરવામાં આવી છે .ગુજરાત સરકાર આધુનિક અને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં કોઈ
સમાધાન કરવા માંગતી નથી.
રોજગારી આપવામાં ગુજરાત છેલ્લા ૧૫ વર્ષથી અગ્રેસર છે. દેશના અન્ય રાજ્યોની સાપેક્ષમાં એકલુ ગુજરાત ૭૪
ટકા રોજગારી આપે છે .ગયા વર્ષે ૮૦ હજાર યુવાનોને પારદર્શક રીતે કોઈપણ પ્રકારની લાગવગ વગર સરકારી નોકરી
આપવામાં આવી છે .એક લાખ યુવાનોને એપ્રેન્ટિસશિપ હેઠળ તાલીમ આપીને સ્કીલ ઈન્ડીયા સાર્થક કરવામાં આવી
રહ્યું છે.
દિવાળી પછી રેલ્વે યુનિવર્સિટીનુ ખાત મુહૂર્ત થવાનું છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અગાઉ સાત
યુનિવર્સિટી હતી આજે ૬૦ યુનિવર્સિટી કાર્યરત છે.ગુજરાત ઉચ્ચ શિક્ષણમાં પણ હબ બન્યું છે
જો સરદાર ન હોત તો ભારતના નકશામાં જુનાગઢ ના હોત તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી
ભારતની એકતાનું પ્રતિક છે તેમ કહી સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો મારે જૂનાગઢમાં આવવા માટે મારે વિઝા
લેવા પડ્યા હોત તેમ જણાવીને મહામાનવ સરદાર ને જેવા વિરાટ કાર્યો તેવી ઉચિત વિરાંજલી ભાવાંજલિ આપવામાં
આવી રહી છે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમ પૂર્વે મુખ્ય મંત્રીશ્રીએ અક્ષરવાડીના પરિસરમાંઆવેલ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ના દર્શન કરી
અભિષેક કરી પૂજા અર્ચના કર્યા હતા .
આ પ્રસંગે શિક્ષણ વિભાગના ડાયરેક્ટર શ્રી અવંતિકા સિંહે લેટેસ્ટ ટેબલેટ અંગેના ફિચર્સ અંગેની માહિતી આપી હતી.
મોબાઈલ એપ્લિકેશન પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રોફેસર ડૉ.ડોડીયાએ મોબાઇલ એપ્લિકેશન ફોર સ્ટડી
મટીરીયલ્સ અંગે માહિતી આપી હતી. વિદ્યાર્થી રવિએ ટેબલેટ ના ઉપયોગ થી થયેલા ફાયદા અંગેની માહિતી આપી
હતી .ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કુલપતિ શ્રી જે. પી .મૈયાણીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે
પ્રભારી અને અને પુરવઠા વિભાગના મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, સંસદ સભ્ય શ્રી રાજેશભાઇ ચુડાસમા ,જૂનાગઢના
મેયર શ્રી આદ્ય શક્તિ બેન મજમુદાર ,ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ,આગેવાન શ્રી શશીકાંતભાઈ ભીમાણી, શ્રી
જ્યોતિબેન વાછાણી સંજયભાઈ કોરડીયા, કલેકટર ડોક્ટર સૌરભ પારધી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ પાઠક તેમજ
પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા…